________________
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ વદિતુત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૦૧ તપ તથા વિનયને વિષે ઘણાજુ, ઈસમિતિ આદિ સર્વ સમિતિને વિશે તેમ જ મને ગુપ્તિ આદિ સર્વ ગુણિને વિષે કિયામાં ભાવરૂચિ ધરાવે, અર્થાત તે દર્શન આદિ દરેક આચારમાં જેને ભાવથી રૂચિ હોય તેને કિયારૂચિ સમકિત જાણવું. + ૧૩ શ્રી જિન પ્રવચનને વિષે વિશારદ ન હોય-પ્રવીણ ન હોય અને બૌદ્ધ-કપિલ આદિના પ્રવચનને અનભિગ્રહિત હોય તે તે કુદષ્ટિને જેણે સ્વીકાર કર્યો ન હોય, તે જિનધમી સરલ ભાવે “સર્વ ધર્મ સારા છે, કેઈની નિંદા ન કરવી” એમ માને અને જેનધર્મમાં રૂચિ ધરાવે તે ચિલાતિ પુત્રની જેમ સંક્ષેપરૂચિ સમકિત જાણવું. જે ૧૪ | ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોના ગતિ–ઉપથંભ આદિ ધર્મ, અંગપ્રવિણ આદિ આગમસ્વરૂપ શ્રતધર્મ અને ચારિત્ર ધર્મને વિષે “શ્રી જિનેશ્વરે બતાવ્યું છે તેથી તે દરેક પદાર્થો તેમ જ છે એ પ્રમાણે જે શ્રદ્ધા કરે તે ધર્મરૂચિ સમકિતી જાણ. / ૧૫ મે એ પ્રમાણે સમ્યક્ત્વનું સ્વરૂપ કહ્યું.
પૃષ્ટ ઉપ ઉપરની ગાથા ને અર્થ:-શંકાદિ અતિચારોનું સ્વરૂપ, એ પ્રમાણે પરમરહસ્યભૂત સમ્યક્ત્વના સ્વરૂપમાં શંકા આદિ પાંચ અતિચારે તજવાના છે. કચ=તે અતિચારો સંબંબમાં શ્રી વંદિતુ સૂત્રની (ચાલુ છઠ્ઠી) ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે
સંજ-સંદેહ, આ સંદેહ બે પ્રકારે છે. “સર્વવિરતિ અને દેશવિરતિધર્મ છે કે નહિ? અથવા શ્રી જિનેશ્વરને તે ધર્મ સત્ય હશે કે અસત્ય ?” ઈત્યાદિ મૂળ વસ્તુ પર જ શંકા થવી, તે સર્વ ફાંદા, જ્યારે તે શા મૂળ વસ્તુના ધર્મ સંબંધમાં હોય છે. જેમકે-“જીવ છે, પરન્તુ તે સર્વવ્યાપી હશે કે દેશવ્યાપી હશે? અથવા પૃથ્વી આદિ વસ્તુઓ તે છે, પરંતુ તેમાં જીવપણું કેવી રીતે? અથવા જિનેશ્વરે કહ્યા છે તે નિગોદ વિગેરે પદાર્થો કેવી રીતે ઘટે? અથવા વર્તમાનમાં આ ભરતક્ષેત્રમાં સાધુનું ચારિત્ર છે કે નહિ ? વિગેરે.”
એ બનેય પ્રકારની શંકા, શ્રી અરિહંતપ્રભુએ કહેલા તત્વને વિષે અવિશ્વાસ રૂ૫ હેઈને સમ્યક્ત્વને મલીન કરે છે. કારણ કે-વનસ્પતિ વિગેરેનાં સજીવપણની માફક કેટલાક પદાર્થો હત-યુક્તિથી જાણી શકાય છે. જેમકે-“વનસ્પતિઓ, “મનુષ્યની માફક જલ વિગેરેને આહાર લેવા વડે પુષ્ટ થતી જોવાય છે અને આહારને વિરહ થવા વડે સૂકાતી દેખાય છે, તેથી” જીવવાળી છે એમ ઠરે છે.” શ્રી આચારાંગ સૂત્રમાં પણ કહ્યું છે કે–“સુમંત જ્ઞારૂધમર્થ પ્રચંડ जाइधम्मयं, इमंपि वुड्ढिधम्मयं एयपि वुद्दिधम्मयं, इमंपिा चत्तमंतयं एयपि चितमंतयं इमंपि छिन्नमिलाइ एयपि छिन्नमिलाइ, इमंपि आहारगं एयंपि आहारगं, इमंपि अणिञ्चयं एयपि अणिञ्चयं, इमंपि असासयं एयपि असासयं, इमंपि चओववइअं एयपि चओवचइयं, इमंपि विप्परिणाમિથું ર્વાષિ વિધ્વામિય” અર્થ-આ મનુષ્ય શરીર પણ ઉત્પત્તિધર્મવાળું છે અને તે વનસ્પતિ શરીર પણ ઉત્પત્તિધર્મવાળું છે, આ મનુષ્ય શરીર પણ વધવાના ધર્મવાળું છે અને તે વનસ્પતિ શરીર પણ વધવાના ધર્મવાળું છે, આ મનુષ્યનું શરીર પણ ચેતનવંત
૧ અન્ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org