________________
જ શ્રી શ્રાદ્ધપ્રતિ મણ-વાદિતસત્રની આ ટકાના સરલ અનુવાદ
જેમ પરોક્ષ એવા રાજાની અથવા મંત્રદેવતાની સેવા, પક્ષ એવા તે રાજા અથવા મંત્રના અધિષિતદેવના વિનયને હેતુ છે, તેમ પક્ષ એવા ગુરૂ મહારાજની “સ્થાપનાચાર્યમાં ગુરૂબુદ્ધિ ઉત્પન્ન કરીને’ કરાતી સેવા પણ સાક્ષાત ગુરૂ મહારાજના વિનયને હેતુ છે. રા
સ્થાપના અને વિશેષ સ્પષ્ટીકરણ ધર્માનુષ્ઠાન કરવા ઉજમાળ બનેલ પુણ્યાત્મા, પિતે સ્વીકારેલ ધર્માનુષ્ઠાનમાં દુનિયાદારીની અગ્ય પ્રવૃત્તિ ઉપર તે અંકુશ મૂકી શકે છે, પરંતુ તેણે અનાદિકાલથી બાહ્ય પદાર્થોની વાસનાથી વાસિત થએલ મર્કટ સમાં ચપળ મન ઉપર “બાહ્ય પદાર્થો પ્રતિ નહિ તણાવા દેવા સારૂ” અંકુશ સ્થાપવો બાકી રહે છે. જે તેની શક્તિ બહારની વાત છે. આથી ભટકવા ટેવાઈ ગએલા ચિત્તને રિથર રાખવા માટે તેને સમર્થ અને શુદ્ધ એવા પર આલંબનની જરૂર છે. તે આલંબન ગુરૂ મહારાજના સભાવે ગુરૂ મહારાજ છે અને ગુરૂ મહારાજના અભાવમાં સ્થાપનાચાર્યજી છે. અને તેથી કોઈપણ ધર્માનુષ્ઠાનના સ્વીકાર પ્રસંગે (નહિ કે ધર્માનુષ્ઠાન પુરું થાય ત્યાં સુધી) તેણે પિતાની સન્મુખ ગુરૂ સ્થાપના રાખવી જ જોઈએ.
ગુરૂના સભાવે ગુરૂ સન્મુખ અને ગુરૂ મહારાજના અભાવે ગુરૂ મહારાજની સ્થાપના સમુખ પ્રતિક્રમણાદિ ધમનુષ્ઠાન કરવાં જોઈએ. એ રીતે ગુરૂ સાક્ષીએ કરવામાં આવતાં ધમોનુષ્ઠાનો જ સફળ થાય છે, અને દિનપ્રતિદિન વધુ ને વધુ શદ્ધ બનતાં રહીને દિવસે દિવસે વધારે ને વધારે લાભપ્રદ નીવડે છે.
સ્થાપના નિક્ષેપ નહિ માનવાનું પકડાઈ ગયું હોવાને લીધે પ્રતિક્રમણાદિ ધમનુષ્ઠાને, ઈશાન ખૂણે વિચરતા શ્રી સીમંધર સ્વામીની સન્મુખ કરનારા સ્થાનકવાસીભાઈએ પણ ' “સમવસરણસ્થિત પ્રભુને ચાર રૂપે માનતા હોવાથી અને તેમના ત્રણ રૂપે તે દેવકૃત પ્રતિબિબ જ હેવાથી” વ્યાખ્યાનાદિ ધર્માનુષ્ઠાન માટે સ્થાપનાને પુષ્ટ આલંબન તરીકે સ્વીકારે છે.
ચિત્તની જેમ જ્યાંત્યાં ફરવા ટેવાયેલ દષ્ટિ ઉપર પણ “બીજે નહિ જવા દેવા સારૂ અંકુશ મૂકવે જરૂરી છે. દષ્ટિની આ અસ્થિરતા ચિત્તની અસ્થિરતાને આધારે છે. ચિત્ત ભટકતું બંધ થાય તે દદિ ભટતી બંધ થાય. મહાત્મા આનંદધનજી એ જ કહે છે કે-“મન સાધ્યું તેણે સઘળું સાધ્યું” આ રીતે ધર્માનુષ્ઠાન પુરું થાય ત્યાં સુધી ચિત્તને ધર્મમાં જ રાખવા સારૂ સ્થાપનાચાર્યની પ્રથમ તકે-ધમનુષ્ઠાન સ્વીકારતી વખતે જરૂર છે, અને ધર્માનુષ્ઠાનના સ્વીકાર પછી “આ અનુષ્ઠાન મેં ગુરૂ સાક્ષીએ ઉશ્ચર્યું છે, માટે તે સંપૂર્ણ ન થાય ત્યાં સુધી તેમાં મારે લેશ પણ અતિચાર લગાડવો ન જોઈએ” એ પ્રકારના લક્ષને આખાએ અનુષ્ઠાન પર્યંત રાખવા માટે સ્થાપનાચાર્યની જરૂર છે. ધર્માનુષ્ઠાનમાં સ્થાપના પ્રતિ આ પ્રમાણે આદર રાખવાથી ચિત્તની શુદ્ધિ જળવાઈ રહે છે, દષ્ટિ પણ સ્થિર બને છે, ક્રિયામાં રસ આવે છે અને આખું ધર્માનુષ્ઠાન સફલ બને છે.
આથી “પ્રત્યક્ષ જિનવાણીના અભાવે આપણે જેમ પરેલ જિનવાણી (આગમ)ને સાક્ષાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org