________________
શ્રી શ્રાદ્ધપતિકમણ-વતિસત્રની આ ટીકના સરલ અનુવાદ પ્રતિક્રમણ કરનાર શ્રાવકે પ્રથમ સામાયિક લેવું જોઈએ. અને સામાયિક ગુરૂ કે
સ્થાપનાચાર્યની સામે કરવું જોઈએ. અહિં પ્રતિક્રમણના અધિકારમાં શ્રાવકે પ્રથમ સામાયિક લઈને પ્રતિક્રમણ કરવાનું છે, અને સામાયિક કરનારે સાક્ષાત્ ગુરૂના અભાવે સ્થાપનાચાર્યની સ્થાપના પહેલી સ્થાપવી: કારણ કે-આગમમાં દરેક ધર્માનુષ્ઠાનનું (ફળપણું) એ પ્રમાણે જ કહ્યું છે (આથી સ્પષ્ટ છે કે-આચાર્યની સ્થાપના કર્યા વિના કરેલું ધર્માનુષ્ઠાન ગુરૂસાક્ષી વગરનું હોવાથી શૂન્ય છે ) અને તેવા શૂન્ય અનુષ્ઠાનને ફલશન્યપણાની આપત્તિ આવે.”
વિશેષાથે કઈ શ્રાવક મનથી એમ સમજે કે- સામાયિક માટેના ૪૮ મીનીટ ટાઈમને અભાવ છે અને પ્રતિક્રમણ ૨૫ મીનીટમાં થઈ જાય તેમ છે, માટે સામાયિક લીધા સિવાય જ પ્રતિક્રમણ કરી લઉં” તેવા વિચારવાળાને ઉદ્દેશીને શાસ્ત્રકાર જણાવે છે કે શ્રાવકે પ્રથમ સામયિક લઈને જ પ્રતિક્રમણ કરવું જોઈએ. (કારણ કે-છ આવશ્યકનું પ્રતિક્રમણ ગણાય છે, તેમાં સામાયિક તે પહેલું આવશ્યક છે. એ આવશ્યક ન સ્વીકારે તેણે પાંચ જ આવશ્યકનું શ્રી જિન આજ્ઞા વિરૂદ્ધ નું પ્રતિક્રમણ કર્યું ગણાતું હોવાથી તેને શ્રી જિનેશ્વરની આજ્ઞાને લેપ કરવાનો દોષ લાગે છે અને સામાયિક કરનારે સાક્ષાત્ ગુરૂની સામે સામાયિક પ્રતિક્રમણ વિગેરે ધર્માનુષ્ઠાન કરવા જોઈએ. (આ ગુરૂ બીજા કોઈ નહિ, આચાર્યના ગુણથી વિહુણા આચાર્ય પણ નહિ; પરંતુ આચાર્યના શાસ્ત્રકથિત ૩૬ ગુણો કે છત્રીશ છત્રીશી ગુણે વડે રાજતા આચાર્ય મહારાજ જ ગુરૂ સમજવા. એવા ગુરૂને સ્થાપના તરીકે રાખીને માનીને તેમની સામે ધર્માનુષ્ઠાન કરવાં જોઈએ.) અને તેવા ગુરૂને સદ્ભાવ–ોગ ન હોય તે અક્ષાદિમાં સ્થાપેલ રથાપનાની સામે કરવાં જોઈએ. અને તે સ્થાપનાચાર્યને પણ જોગ ન હોય તો જમણે હાથ અવળે અને પુસ્તકાદિની સામે ઉભા રાખીને નવકાર અને પંચિદિય સૂત્ર બેલીને પુસ્તક વિગેરેમાં જેમ આચાર્યની સ્થાપના કરવાની પ્રથા છે તે પ્રથા પ્રમાણે સ્થાપનાચાર્ય સ્થાપીને તે સ્થાપના સામે જ દરેક ધર્માનુષ્ઠાન કરવાનો શાસ્ત્રીય વિધિ છે. ધર્માનુષ્ઠાને સ્થાપનાચાર્યની સન્મુખ કરવામાં ન આવે તે કરેલ ધર્માનુષ્ઠાનનું તથા પ્રકારનું ફળ મળતું નથી. શ્રી વિશેષાવશ્યક ગ્રંથમાં શ્રી જનભગણિજી મહારાજા, ગાથા ૩૪-૩૫-૩૬ થી જણાવે છે કે
गुरुविरहमि य ठवणा, गुरुवएसोवदंसणत्थं च ॥ निणविरहमि य जिणबिंब-सेवणामन्तणं सहलं ॥१॥ रन्नो व परक्खस्स वि, जह सेवा मंतदेनयाए वा ॥
तह चेत्र परुक्खस्स नि, गुरुगो सेवा विणयहेऊ ॥२॥ જેમ શ્રી જીનેશ્વર ભગવંતના વિરહમાં શ્રી જનબિંબની સેવા અને આમંત્રણ સફલ થાય છે, તેમ ગુરૂ મહારાજના વિરહમાં “ગુરૂ મહારાજ આદેશ-આજ્ઞા આપે છે, એવા સમાધાનપૂર્વક સ્થાપના પ્રતિ સાક્ષાત્ ગુરુમુદ્ધિ પેદા કરવા જણાવેલ'ગુરૂ મહારાજની સ્થાપના સફલ થાય છે. જેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org