SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ અતિચારજાતિઓમાં સુંદર બુદ્ધિગમ્ય મૌલિક વર્ગીકરણ કર્યું છે અને કાર્યોત્સર્ગના માન (પ્રમાણ) આદિ અંગે પ્રમાદી વાદીઓની દલીલેનું નિરસન કરતાં અતિ સૂમ પાચન પછી – આ જ અવસર્પિણી કાળમાં ભારતમાં જે તીર્થક થયા, તેઓના જ “એકક્ષેત્રનિવાસાદિથી આસન્ન (નિકટ) ઉપકારિપણુએ કરીને કીનાથે ચતુર્વિશતિસ્તવ લેગસ સૂત્ર” કહ્યું છે. તેમાં–પ્રથમ ગાથામાં “લેકના ઉદ્યોતકર” લેગસ સુવ: એ પદથી વિજ્ઞાનઅદ્વૈતવાદીનું નિરાકરણ કર્યું છે, કારણ કે લેક ચતુર્વિશતિ સ્તવ ઉદ્યોત્ય છે અને ભગવાન ઉદ્યોતક-ઉદ્યોત કરનાર છે. એટલે એ બન્નેને ભેદ પ્રગટ છે. માટે જે આમ લેકના ઉદ્યોતકર છે, તેમ જ ધર્મતીર્થના કરનારા હોવાથી ધર્મતીર્થકરે છે, રાગાદિને જતા રહેવાથી જિને છે, અશોકદિ અષ્ટપ્રાતિહાર્યાદિ પૂજાને આઈ હેવાથી અહત છે, કેવલજ્ઞાનના હેવાપણાથી કેવલી છે, એવા આ વીશે તીર્થકર ભગવંતને હું કીર્તિશ-કીર્તન કરીશ એમ પ્રતિજ્ઞા કરી છે. આ પ્રત્યેક પદ સંબંધી વિવિધ શંકાઓ ઊઠાવી તેનું પ્રત્યેકનું અજબ કુશલતાથી સમાધાન કરતાં આચાર્યવર્ય હરિભદ્રજીએ આ પ્રત્યેક પદનું પ્રતિનિયત પ્રત્યવસ્થાન કર્યું છે. (૨-૩-૪) ગાથામાં ગષભદેવથી માંડી વર્દીમાન પર્યત વીશે તીર્થકરોના નામ લઈ કીર્તન કર્યું છે. (૫) ગાથામાં ચિત્તશુદ્ધિ અર્થે પ્રણિવિ (પ્રણિધાન) કર્યું છે– તિર્થયા છે પરંતુ આવા આ “વિધૂતરજમલ ને પ્રક્ષીણુજરામરણ” તીર્થકર મ્હારા પર પ્રસાદ કરે! આ શું પ્રાર્થના છે કે નહિં? જે છે તે તે આશંસારૂપ હોઈ સુંદર નથી ઈ. શંકાનું પરમ આશ્ચર્ય કારી સવિસ્તર સમાધાન કરતાં ભક્તશિરોમણિ હરિભદ્રજીએ તાત્પર્ય દર્શાવ્યું છે કે-આ ભગવતે રાગાદિરહિતપણાને લીધે જે કે પ્રસાદ પામતા નથી, તે પણ અચિજ્યચિંતામણિ સમા તેઓને ઉદ્દેશીને સ્તુતિકર્તાને અંતઃકરણશુદ્ધિથી ઈષ્ટફલસિદ્ધિ હોય છે. પછી (૬) ગાથામાં–‘મારાથમિં સમાવિરપુર fહંતુ'-આરોગ્ય ધિલાભ ને ઉત્તમ સમાધિવર દીઓ ! એમ પ્રભુ પાસે યાચના કરી છે. આ શું નિદાન (નિયાણું) છે કે નથી? જે નિદાન છે તે આ આગમમાં નિષિદ્ધ હોવાથી આથી બસ થયું! અને જે નથી, તે તે સાર્થક છે કે નિરર્થક? ઈત્યાદિ શંકાનું સમાધાન કરતાં આ નિદાન તે નથી જ એમ સ્પષ્ટ કહી શાસ્ત્રપારદા આચાર્યવર્ય હરિભદ્રજીએ શાસ્ત્રીય મીમાંસા કરી નિદાનનું–ખાસ કરીને મેહગર્ભ નિદાનનું સૂક્ષ્મ સ્વરૂપ બતાવી નિદાનનું સર્વથા નિષિદ્ધપણું બતાવ્યું છે, અને આ યાચનાનું ચતુર્થભાષારૂપપણાથી સાર્થકપણું પ્રકાશી, અપૂર્વ ચિન્તામણિ સમા ભગવંતના “ગુણપ્રકર્ષનું બહુમાન કમવનને દાવાનલ” છે–જુવાસિવહુમા કરાવવાનો છે” એમ પરમ ભક્તિરસનિર્ભર તાત્પર્ય દર્શાવ્યું છે. (૭) ગાથામાં ચંદ્રો કરતાં નિર્મલ, સૂર્યો કરતાં અધિક પ્રકાશકર, સાગરવરગંભીર એવા સિદ્ધો મને સિદ્ધિ આપો!’–‘fસા સિદ્ધિ જે રિહંતુ '—એવી ભાવના કરી છે, તેનું ભાવિતાત્મા મહાત્મા હરિભદ્રજીએ અપૂર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy