________________
તીરથસિદ્ધ આદિ પંદર ભેટે સિદ્ધ : તીર્થસિદ્ધ આદિ ચાર ભેદસ્વરૂપ
૫૮૯
આમ જેઓ સિદ્ધ છે, બુદ્ધ છે, પારગત છે, પરંપરાગત છે, લોકારો ઉપગત છે, એવા એવંભૂત છે, એવંભૂત નયે જે તથા પ્રકારની સિદ્ધ દશાવાળા છે, તે આ
“મો તથા સવજ્ઞાન'–“સર્વ સિદ્ધોને સદા નમસ્કાર હો! તેને સદા પ્રણામ અત્રે સદા-સર્વકાલ નમસ્કાર છે એમ કહ્યું તે અયથાર્થ છતાં તે
ભગવંત પ્રત્યે સદા પ્રણત ભાવરૂપ પ્રશસ્ત ભાવનું પૂરણ કરનાર હોવાથી ફલવંત છે. જેમ પ્લાનપ્રતિજાગરણને-માંદાની માવજતને–સાર સંભાળને અભિગ્રહ લીધે હોય, પણ ગ્લાનના અભાવે તે માંદાની માવજતને પ્રસંગ ન બની શક્તિ હોવ, છતાં તે અભિગ્રહ તે તેવા શુભ ભાવને પૂરક છે. આવા ચિત્રનાના પ્રકારના અભિગ્રહની જેમ, સિદ્ધ ભગવાન પ્રત્યે સદા પ્રણત ભાવના અનુબંધને લીધે આ “સદા નમસ્કાર હો!” એમ કહ્યું છે તે યથાર્થ છે, ફળવાનું છે. જેમ પરાભક્તિની પરાકાષ્ઠાને પણ વટાવી ગયેલા શ્રીમદ્ રાજચંદ્રજીનું પણ સુભાષિત ભક્તિવચન છે કે–
પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ;
જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.”—શ્રીમદ રાજચંદ્રજી. અત્રે “સર્વ' સિદ્ધોને એમ કહ્યું છે, એટલે તીર્થસિદ્ધ આદિ ભેદથી ભિન્ન એવા સર્વ સિદ્ધોને. આ સિદ્ધના તીર્થસિદ્ધ, અતીર્થ સિદ્ધ આદિ પંદર સ્પષ્ટ ભેદે છે. તેનું અત્યંત વિશદ નિતુષ સ્વરૂપ લલિતવિસ્તરાકારજીએ સ્વયં પ્રદર્શિત કર્યું છે, અને તે સુગમ છે, એટલે તેનું પિષ્ટપેષણ કરવાની જરૂર નથી. (જુએ વૃત્તિ).
હવે આ ઉક્ત પંદર ભેદે સિદ્ધનું અનુક્રમે વિવરણ કરતાં આચાર્યશ્રી હરિભદ્રજી તીર્થસિદ્ધ અદિ પહેલા ચાર ભેદનું સ્વરૂપ પ્રદર્શિત કરે છે--
‘તર–
तीर्थ-प्राग्व्यावर्णितस्वरूपं तच्चतुर्विधः श्रमणसङ्घः, तस्मिन्नुत्पन्ने ये सिद्धास्ते तीर्थसिद्धाः, अतीथै सिद्धा अतीर्थसिद्धाः तीर्थान्तरसिद्धा इत्यर्थः । श्रूयते च “ जिणंतरे साहुवोच्छेओ"त्ति, तत्रापि जातिस्मरणादिनाऽवाप्तापवर्गमाग्र्गा: सिध्ध्यन्त्येव, मरुदेवीप्रभृतयो घा अतीर्थसिद्धाः, तदा तीर्थस्यानुत्पन्नत्वात् ।
तीर्थकरसिद्धाः तीर्थकरा एव । अतीर्थकरसिद्धा अन्ये सामान्यकेवलिनः ।३२९
અર્થ તેમાં– (૧) તીથ–પૂર્વે વ્યાવતિ સ્વરૂપવાળું, તે ચતુર્વિધ શ્રમણ સંઘ, તે ઉત્પન્ન થયે જેઓ સિદ્ધ છે, તે તીથ સિદ્ધો, - (૨) અતીર્થમાં સિદ્ધ તે અતીર્થસિદ્ધ તીર્થાન્તરમાં (બે તીથ વચ્ચેના અંતરમાં) સિદ્ધ એમ અર્થ છે. અને સંભળાય છે કે “જિનાન્તરમાં સાધુવ્યુછેદ હોય છેત્યાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org