________________
પ૮૭
લકાઉપગત પર વ્યાખ્યા : નમ: સદા સર્વ સિદ્ધોને !
વિવેચન ત્રિભુવન શિખરે દીવો રે...આદીશ્વર અલબેલે છે.”– શ્રી વીરવિજયજી.
અને “એઓ પણ કોઈથી અનિયતદેશવાળા માનવામાં આવે છે. તેઓ કઈ એક અમુક નિયત ચોક્કસ પ્રદેશે જ સ્થિતિ કરે છે એમ નથી, પણ અનિયત દેશે જ સ્થિતિ કરે છે, એમ કઈ (બૌદ્ધો) માને છે. તેઓ કહે છે કે “જ્યાં ક્લેશ ક્ષય થાય છે, ત્યાં જ વિજ્ઞાન અવસ્થિત રહે છે અને એને અહીં તેના (કલેશના) અભાવથી કદી પણ બાધા સર્વથા દેતી નથીએના નિરાકરણ અર્થે કહ્યું –
(૫) લોકાગ્ર ઉપગને–“લોકાઝ-ઈષપ્રાગભારા' ઈ. “ઈષપ્રાગભારા” નામને જે કામ-લકને અગ્રભાગ, શિખર ભાગ, તેના ઉપ–સમીપપણાથી, “નિરવશેષ કર્મ વિશ્રુતિથી” તેનાથી અપર અભિનપ્રદેશતાથી ગત–ગયેલા તે લેકાગ્રઉપગત. આ અંગે કહ્યું છે કે જ્યાં એક સિદ્ધ છે” ઈ. અર્થાત જ્યાં એક સિદ્ધ છે ત્યાં ભવક્ષયથી વિમુક્ત એવા અનંત સિદ્ધો પરસપર બાધારહિતપણે સુખ પ્રાપ્ત થઈ સુખી સ્થિતિ કરે છે. (પાઠાંતર)-અન્ય અનાબાધ એવા તેઓ સર્વે અલકને સ્પશીને રહ્યા છે.
સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જે...અપૂર્વ અવસર.”–શ્રીમદ્ રાજચંદ્રજી.
સકલ કર્મમુક્તની લોકાન્ત પર્યત ગતિ કેમ હોય છે? એ આશંકાનું ચક્રભ્રમણવત ‘પૂર્વપ્રમાદિ કારણ’થી સમાધાન દાખવે છે
६ आह–कथं पुनरिह सकलकर्मविप्रमुक्तानां लोकान्तं यावदगतिर्भवति, भावे वा सर्वदेव कस्मान्न भवतीति ।
अत्रोच्यते-पूर्वावेशवशाहण्डादिचक्रभ्रमणवत् समयमेवैकमविरुद्धेति न दोष
इति ॥३२७
અર્થ-શંકા–પુન: અહી સકલકર્મથી વિપ્રમુક્તોની લોકાત પર્યત ગતિ કેમ હોય છે? વા ભાવે (હોય તો) સર્વદા જ કેમ નથી હોતી?
અત્રે (સમાધાન) કહેવામાં આવે છે–પૂર્વ આવેશ (પાઠાં આવેગ) વશથી દષ્ઠાદિથી ચકભ્રમણ જેમ એક સમય જ અવિરુદ્ધા એવી, એટલા માટે દોષ નથી.
વિવેચન “પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી,
ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જે.”—શ્રીમદ્ રાજચંદ્રજી. અત્રે “શંકા” ઈ. અત્રે શંકા થવી સંભવે છે કે અહીં જે સર્વ કર્મથી સર્વથા મુક્ત થયા છે, તેઓની લેકાન્ત પર્યત ગતિ કેમ હોય છે? અથવા જે હોય તે પછી તે ગતિ સદાય કેમ નથી હોતી?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org