SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ - આ ઑતવ્યસંપદુરૂપ અહભગવપણું શાને લીધે છે તેનું કારણ દર્શાવતા આદિકર, તીર્થકર, સ્વયંસંબુદ્ધ એ ત્રણ પથી ઉક્ત સ્તોતવ્યસંપદુની જ પ્રધાન એવી સાધારણ–અસાધારણ હેતુસંપદુ કહી છેઃ (૩) આ અહંત ભગવંતે ૨. સાધારણ અસાધારણ આદિકર છે. કોના? અત્યાદિગમી જન્માદિ પ્રપંચના પ્રત્યેક હેતુસંપાકિર આત્મા જેમ પિતપોતાના આત્માદિગામી જન્માદિ પ્રપંચને આદિ ત્રણ પદ કરનારો છે, (creator of his own individual universe) તેમ આ ભગવંતે પણ તેમજ છે. એટલે આદિકર વિશેષણથી મોલિક સાંખ્યોનું નિરાકરણ કરી સ્તોતવ્યસંપદ્દનું પ્રધાન સાધારણ કારણ કહ્યું (૪) આવા આ આદિકરે તી કરે છે. જેથી સંસારસાગર તરે તે તીર્થ એટલે પ્રવચન વા પ્રવચનાધાર સંઘ; તે તીર્થના કરનારા તે તીર્થકરે. સંસારસાગર તારનારું આ તીર્થરૂપ પ્રવચન-જહાજ પરમેત્તમ છે. આવા પરમેસ્કૃષ્ટ ધર્મતીર્થના સંસ્થાપનથી આ તીર્થકર દેએ પરમ વિશ્વોપકાર કર્યો છે. (૫) આવા આ આદિકર તીર્થકર સ્વયંસંબુદ્ધ હોય છે. આ પરથી મહેશાનુગ્રથી બધ-નિયમ હોય છે એમ વદનારા મહેશાનુગ્રહવાદીઓને-ઈશ્વરવાદીઓને નિરાસ કર્યો છે. આ તીર્થકર ભગવંતે બીજાના ઉપદેશ વિના સ્વયં-આમર' પોતે જ પિતાથી જ સમ્યગૂ વરબધિપ્રાપ્તિથી “બુદ્ધ'–મિથ્યાત્વનિદ્રાના અપગમરૂપ (દૂર થવારૂ ૫) સંબધ વડે બુદ્ધી છે. તીર્થ કરભવ વેળાની વાત તો દૂર રહો, તથા ભવ્યત્વાદિ સામગ્રીના પરિપાકથી પ્રથમ સંબંધ વેળાએ પણ આ ભગવંતે સ્વયેગ્યતાપ્રાધાન્યથી સ્વયં–બારમા' સંબુદ્ધ થયેલા હોય છે. આમ આદિકર પણ વડે અન્ય અને સાધારણ અને સ્વયંસંબુદ્ધ–તીર્થંકર પણ વડે અન્ય ને અસાધારણ એવી પ્રધાન હેતુસંપ૬ દર્શાવી, તેતવ્યસંપન્ની જ પ્રધાન એવી અસાધારણુ-અસાધારણરૂપ હેતુસંપદ્ કહી. આ અર્વતૃભગવતપણાનું અસાધારણ કારણ દર્શાવતા પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષવરપુડરીક, પુરુષવરગબ્ધહસ્તી એ ચાર પદથી તેતવ્યસંપદની જ અસાધારણ હેતુસંપન્ કહી છેઃ (૬) ઉત્તમ તથાભવ્યત્વાદિ ભાવથી પુરુમાં– ૩. અસાધારણ હેતુસંપઃ સર્વેમાં ઉત્તમપણાને લીધે આ અહંત ભગવતે પુરુષોત્તમ પુરુષોત્તમ આદિ ચાર પદ . (૭) કર્મશત્રુઓ પ્રતિ શૌથી, તેના ઉછેદન પ્રતિ કીર્યથી _ઇત્યાદિ પ્રકારે સિંહ સાથે ગુણસામ્યથી પુરુષને વિષે સિંહ એવા આ ભગવંતે પુરુષસિંહ છે; (૮) સંસારજલઅસંગાદિ ધર્મકલાપથી વરપુડરીકે સાથે સામ્યથી આ ભગવંતો પુરુષવરપુડરીકે છે; (૯) ગંધહસ્તીના ગંધથી જેમ ક્ષુદ્ર ગજે ભાગી જાય છે, તેમ ભગવવિહારના ગધેથી જ શુદ્ર ઉપદ્ર ભાગી જાય છે, એમ ધર્મસામ્યથી પુરુષને વિષે ગંધહસ્તી સમા આ ભગવંતે પુરુષવરગધહસ્તીઓ છે. આમ પુરુષોત્તમપણા આદિથી આ તેતવ્ય અહંત ભગવંતોની સ્તોતવ્યસંપદૂનીસહજત્મસ્વરૂપ શ્રીમદુપણાની-આત્મવૈભવની હેતુભૂત અસાધારણ હેતુસંપ સિદ્ધ કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy