SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ધાન આદિથી દુર્લભ એ ભાવનમસ્કાર સાધ્ય-સધાવા ચોગ્ય છે. ૧. સ્વૈતવ્યસંપદુઃ “કુરા માનમરવાર: “r” વિષપાના:. અર્થાત્ આમ અહંત ભગવંત પ્રાર્થનાથી જીવની ચિત્તભૂમિમાં સતપ્રશંસારૂપ ધર્મબીજને પ્રક્ષેપ થાય છે, જેમાંથી અંકુરાદિકમે યાવત્ મેક્ષરૂપ ફલસિદ્ધિ થાય છે. અને આમ પ્રાપ્ત થતા આ તત્વધર્મરૂપ ભાવનમસ્ક રને ઉત્કર્ષ આદિ ભેદ છે જ, અર્થાત્ ભાવની તરતમાતા પ્રમાણે આ ભાવનમસ્કારના પણ જઘન્ય-મધ્યમ–ઉત્કૃષ્ટ આદિ ચઢતા ઉતરતા પ્રકાર હોય જ છે, એટલે આમ ભાવનમસ્કાર વડે ભાવનમસ્કારનું પણ સાધન ઘટે છે. આ નમસ્કાર છે તે પૂજાથે છે-“પૂનાર્થ જ નમઃ” અને પૂજા તે દ્રવ્ય-ભાવ સંકેય છે--જૂના ગ્રામજદૂર, અર્થાત્ તેમાં કર-શિર–પાદ આદિને સંન્યાસ (સમ્યકૂન્યાસ, અદબથી-વિનયથી સ્થાપન) તે દ્રવ્યસ કેચ, અને ભાવસંકોચ તે વિશુદ્ધ મનને નિગ છે.-બતર રા:વાહિશ્વાનો દ્રષ્યો : માસક્રૂરતુ વિશુદ્ધરા મન નિયન'. આ પૂજાના “પુષ્પ, આમિ, તેત્ર, પ્રતિપત્તિ” એમ ચાર પ્રકાર છે. ને તેઓનું ઉત્તરોત્તર પ્રાધાન્ય છે, તેમાં પ્રથમ ત્રણ દ્રવ્ય પૂજાના અંગભૂત છે ને એ પ્રકાર–પ્રતિપત્તિપૂજા ભાવ પૂજારૂપ છે. પ્રતિપત્તિપૂજા એટલે શું? જે જિનસ્વરૂપ છે તેને એક અંશથી માંડીને સર્વ અંશ સુધીના પ્રહણ-અંગીકરણ વડે નિજ સ્વરૂપનું આવિર્ભાવન–પ્રગટપણું તે પ્રતિપત્તિપૂજા છે. અર્થાત્ સમ્યગદર્શન ભાવથી માંડીને કેવલજ્ઞાન ભાવપર્યત ઉત્તરોત્તર વધતી દશાથી શુદ્ધ આત્મભાવનું અંગીકરણ–પ્રગટપણું તે પ્રતિપત્તિપૂજા છે અત્રે “નમો સ્વ :'-નમસ્કાર છે. અહં તેને, એમાં “જseતુ એ પરથી સામાન્યથી ભાવનમસ્કાર કહ્યાં છે, એમ પિતાને સ્વતંત્ર અભિપ્રાય જાહેર કરી, આચાર્ય શ્રી હરિભદ્રજીએ “અને તે કહે છે” જે દુ:” એમ કહી, આ ભાવનમસ્કારની કોઈ ઈચ્છાગાદિમાં ઘટના કરે છે એમ બીજાઓનો અભિપ્રાય ધી, અત્રે પ્રસંગથી પિતાના પરમ પ્રિય (most favourite) ઇચ્છાગ– શાસ્ત્રોગ-સામર્થ્યોગનું સ્વરૂપ દર્શાવતા ૯ કલેક સ્વરચિત ગદષ્ટિસમુચ્ચયમાંથી અવતારી, બીજાઓના અભિપ્રાયે ઈચ્છાગાદિની ભાવનમસકારમાં ઘટના કરી છે. અત્રે નમસ્કાર હે અહંતોને” એમાં બહુવચની પ્રગ છે, તે એકાત્મવાદી અંત મતનું નિરસન કરી અહી તેનું બહત્વ ખ્યાપન કરવા માટે, તેમજ નમસ્કાર કરનારને ફલાતિશયનું જ્ઞાપન કરવા માટે પ્રયોજેલ છે. (૨) આ અહંતે પણ નામઅહંતુ, સ્થાપનાઅત્ દ્રવ્યઅહંતુ, ને ભાવઅહંત એમ અનેક ભેટવાળા છે, તેમાં “ભાવઅહંતુ ”ના ગ્રહણથે “ભગવંત” એ વિશિષ્ટ પદ મૂક્યું છે. અત્રે “ભગ” શબ્દનો પ્રયોગ સમગ્ર એવા અશ્વર્યરૂપ, યશ, શ્રી, ધર્મ અને પ્રયત્ન એ છ પ્રકારમાં કરાય છે. આ છએ પ્રકારનું ‘ભગ’ આ અહં તેને કેવું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વર્તે છે, એમ સ્પષ્ટ દર્શાવી, આ પવિધ ભગસંપન્ન હોવાથી આ અહં તે ખરેખરા “ભગવંતે” છે, એમ સુયુક્તિથી પ્રતિષ્ઠાપિત કરી અત્રે આવી તેતવ્યસંપસંપન્ન અહંત ભગવંતની તાવિક મહાપ્રતિષ્ઠા કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy