SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સૂવાન્તર્ગત આ પ્રણિપાતદડક સૂત્રની તત્વસંકલન કેવી અદ્દભુત છે, તેનું સ્વપ્રજ્ઞાથી પરમ અદ્દભુત માલિક સંશોધન (Original research) કરી અને તેના પદેનું નવ વિભાગમાં સુયુક્તિયુક્ત પરમ બુદ્ધિગમ્ય (Most Intelligent) વર્ગીકરણ (Classification) દર્શાવી, પ્રજ્ઞાનિધાન શ્રી હરિભદ્રસૂરિજીએ પોતાના પ્રજ્ઞાતિશય પરિચય કરાવ્યું છે,–જે કંઈ પણ સહૃદયને આ મહામતિ મહાત્માની અપૂર્વ તત્ત્વષ્ટિ પ્રત્યે સાનંદાશ્ચર્ય બહુમાન પ્રગટાવી નતમસ્તક કરે છે. અત્રે ૩૨ આલાવા છે અને બીજાના મતે “વ્યાવૃત્તછન્ન” એ આલા જ ગણતાં ૩૩ આલાવા છે. તેની નવવિભાગવિભક્ત સંપદુની અદ્ભુત સંકલના આ પ્રકારે (૧) પ્રથમ બે આલાવા–અર્વત અને ભગવંત (નમણુ જ કરતા સ્તતવ્યસંપદુ આદિ માનવંતા) એ તેતવ્યની–સ્તુતિ કરવા ગ્યની સંપ (ભાવલકમી નવ સંપની -ભાવએશ્વર્ય) દાખવે છે. આ મૂળ તેતવ્ય સતે જ તેમાં બીજી અદભુત સંકલન બધી સંપદાઓનું નિબન્ધન ઘટે છે. આમ આના પર જ બધી ધામધૂમ હેઈ આ તેતવ્યસંપદુ કેન્દ્રસ્થાને (Central) છે. (અને એટલે જ મુખપૃષ્ઠ પરની ખાસ આકૃતિમાં તેને કેન્દ્રસ્થાને મૂકેલ છે; અને ઇતર સંપદાઓને તેની સાથે કાર્ય-કારણુભાવ આવા બાણ ચિહ્નથી દર્શાવ્યું છે.) (૨) એટલે પછી આ તેતવ્યસંપનું પ્રધાન સાધારણ કારણ શું? અસાધારણ કારણ શું? એ દર્શાવ્યું છે. (૩) પછી આ ઑતવ્યસંપને બીજા ને લેકેને શું ઉપગ? શું ઉપકાર? એ દર્શાવવા સામાન્યથી ઉપયોગસંપદ્ અને તેનું કારણ તથા વિશેષથી ઉપગસંપદું એ કથન કર્યું છે. (૪) આવા પરમ ઉપકારી અહંત ભગવંતની સ્વરૂપ સંપદુ શી છે ને શા કારણે છે તે દર્શાવી, આ પ્રભુ બીજાઓને પણ આમતુલ્ય ફલ આપનારા છે, એમ તેને મહામહિમા પ્રગટ કર્યો છે. (૫) અને છેવટે શિવ–અચલાદિરૂપ સિદ્ધિગતિસ્થાનને પામેલા એઓ અભયસંપદુને પ્રાપ્ત છે એમ દર્શાવ્યું છે. એ બધી સંકલન અત્રે વિસતારથી નિરૂપણ કરી છે; આ સમસ્તને આ વિવેચકે યોજેલી આ ગ્રંથના સારસર્વસ્વરૂપ-હૃદયરૂપ ખાસ આકૃતિ જે આ ગ્રંથના મુખપૃષ્ઠ પર મૂકેલી છે તે પરથી – સુજ્ઞ વાચકને સુગમપણે ખ્યાલ આવશે. આ નવ વિભાગમાં વિભક્ત સંપનું અને તેના શીર્ષકમાં આવતા પદેનું * પછી અનુક્રમે સવિસ્તર વર્ણન કર્યું છે. તેમાં પ્રથમ કેન્દ્રસ્થ તેતવ્યસંપદ્ દર્શાવતા (૧) અહંત, (૨) ભગવંત એ બે બે પદ છે. નમોલ્યુ સદંતાનં--અ ને નમસ્કાર હો! આમ પ્રાર્થના વડે બીજા– * અને પ્રાયઃ પ્રત્યેક પદના વ્યાખ્યાનમાં વિવિધ રસપ્રદ બોધપ્રદ ન્યાયચર્ચા-દાર્શનિક મીમાંસા ગોઠવી છે. તેનું દિગ્દર્શન કરાવતું ખાસ કાષ્ટક આ વિવેચકે યેર્યું છે, તે માટે જુઓ પૃ. ૪૦૬-૪૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy