SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ અપૌરુષેય વચન વદતોવ્યાઘાતરૂપ : પુરૂષક્રિયા વિના અસંભવ ૫૪૫ અપુરુષકૃત વચન વિદ્વાનોએ વિકસમવાયમાં ઉપન્યાસ કરવા યોગ્ય અપૌરુષેય નથી;” વંધ્યાપુત્ર ને ગધેડાના શીંગડાનું અસ્તિત્વ જ છે નહિ, વચન વદ- એટલે વાંઝણીના પુત્ર ને ગધેડાના શીંગડા જેવું જે અસત્ ને વ્યાઘાતરૂપ અસંભવિત છે એવું અપુરુષકૃત વચન” છે એમ બુદ્ધિમાન વિદ્વાનોએ વિકસભામાં રજૂ કરવા યંગ્ય નથી; કારણ કે સ્વરૂપનિરાકરણને લીધે ” અપૌરુષેય પણારૂપ સાધ્ય વચનપણથી જ વિરોધ પામે છે. જેમ વાંઝણું છે તે પુત્ર ક્યાંથી? ને પુત્ર છે તે વાંઝણું ક્યાંથી? એટલે વાંઝણીને પુત્ર એમ કહેવું તે પિતાના સ્વરૂપથી જ નિરાકરણ પામે છે. અથવા ગધેડે છે તે શીંગડા ક્યાંથી ? ને શીંગડા છે તે ગધેડો ક્યાંથી? એટલે ગધેડાના શીંગડાં છે એમ કહેવું તે પિતાના સ્વરૂપથી જ નિરાકરણ પામે છે. તેમ અપૌરુષેય છે તે વચન ક્યાંથી? ને વચન છે તે અપરુષેય ક્યથી? એટલે અપૌરુષેય વચન છે એવી દરખાસ્ત મૂકવી તે પિતાના સ્વરૂપથી જ નિરાકરણ પામે છે, “મહારા મોઢામાં જીભ નથી” એમ વદતે વ્યાઘાતરૂપ થાય છે. એટલે એવી વાત મૂકવી તે વિદ્ધપરિષદૂમાં પોતાને હાસ્યા સ્પદ સ્થિતિમાં મૂકવારૂપ થાય છે, એટલે કે વિદ્વાન એમ કરે ? તે સ્વરૂપનિરાકરણ આ પ્રકારે—“જિજે ૩ચત તિ – ઉક્તિ તે વચન અને ઉચ્ચરાય તે વચન” એમ પુરુષક્રિયાઅનુગત આનું રૂપ છે,–“પુસિયાનુજ સમરસ'—આ ક્રિયાના અભાવે તે કેમ કહેવા ગ્ય છે?' ઉક્તિરૂપ વચનનો અર્થાત ઉક્તિ-બોલવામાં આવે-ઉચ્ચારવામાં આવે તે વચન કહેવાય પુરુષક્રિયા વિના છે, અને આ વચનનું સ્વરૂપ પણ પુરુષની હેઠ–તાલુ-જીભ આદિની અસંભવ કિયાને અનુગત-અનુસરતું છે, અર્થાત્ પુરુષની તે તે ઉચ્ચારણક્રિયા હોય તે જ વયન પિતાના સ્વરૂપને પામે છે, તે જ વચનને સ્વરૂપસંભવ હોય છે, નહિં તે આ ક્રિયા ન હોય તે તે વચનને ઉદ્ભવ જ ન સંભવે. માટે “મહારી માતા વાંઝણી છે, અથવા હારે પિતા કુમાર બ્રહ્મચારી (બાળકુંવારો) છે, તેની જેમ વચન અપૌરુષેય છે એમ કહેવું તે પોતાના વચનથી જ બાધિત થાય છે, એટલે આવું મૂર્ખાઈભર્યું વચન વિદ્વાને વિદ્વજની સભામાં મૂકવા ગ્ય નથી જ એમ સિદ્ધ થયું. આ અપૌરુષેય વચન પુરુષવ્યાપાર વિના કેવલ આપોઆપ ધ્વનિ કરતું કર્યાય જોવામાં આવતું નથી, ઇ. યુક્તિથી અપૌરુષેય વચનક૯૫નાનું અસારપણું ખુલ્લું કરે છે– न चतत्केवलं क्वचिद ध्वनदुपलभ्यते, उपलब्धावप्यदृश्यवक्त्राशङ्कासम्भवातू, तन्निवृ त्युपायाभावात, अतीन्द्रियार्थदर्शिसिद्धेः, अन्यथा तदयोगात, पुनस्तत्कल्पनावैयादसार. मेतदिति ३०४ “અર્થ:–અને આ (અપૌરુષેય વચન) કેવલ કવચિત વનિ કરતું ઉપલબ્ધ થતું નથી, ઉપલબ્ધિ સતે પણ અદશ્ય વક્તાની આશંકાના સંભવને લીધે, તેના (આશંકાના) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy