SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ અઢી દ્વીપમાં ધર્માદિકને નમસ્કાર:પ્રદીપ સ્થાનીય આગામ સ્તુત્ય ૫૪૩ વર્જનમ'કીર્તનને ગ્ય છે એટલે જ કહ્યું-“પુષ્કરદ્વીપાર્ધમાં” ઈ. આ સૂત્ર. અત્રે વધારે મોટું ક્ષેત્ર તેના પ્રધાનપણથી પશ્ચાનુપૂવીથી–ઉલટા ક્રમે પુષ્કરવરદ્વિીપાર્ધ, ધાતકિખંડ ને જંબુદ્વીપ એમ મૂકેલ છે. આ અઢી દ્વીપને વિષે ભરત, ઐરાવત, વિદેહ એ ક્ષેત્રમાં જે ધર્મના આદિકરે છે તેઓને હું નમસ્કાર કરું છું. કૃતધર્મ અને ચારિત્રધર્મ એ બે પ્રકારના ધર્મમાં અત્રે શ્રતધર્મ વિવક્ષિત છે; તેના આદિમાં કરણશીલ -કરવાના સ્વભાવવાળા તીર્થકરો જ છે. શેષ સુગમ છે. શ્રતજ્ઞાનની સ્તુતિ કરવાને ઉપક્રમ છે, તે અને તીર્થકરોની સ્તુતિને પ્રસંગ શો? એ શંકાને ઉત્તર આપે છે– ३आह--श्रुतज्ञानस्य स्तुतिः प्रस्तुता कोऽवसरस्तीर्थ कृतां ? येनोच्यते धर्मादिकरान्नमस्यामीति। उच्यते -श्रतज्ञानस्य तत्प्रभवत्वातू, अन्यथा तदयोगातू, पितृभूतत्वेनावसर एषामिति ।३०२ અર્થ : અંક–શ્રતજ્ઞા ની સ્તુતિ પ્રસ્તુત છે, તીર્થકૃતિનો અવસર છે? જેથી કહેવામાં આવે છે “ધર્માદિકરાને નમસ્કાર કરું છું” એમ (સમાધાન ) કહેવામાં આવે છે–શ્રતાનના તતપ્રભવ ણાને (તેઓ થકી જન્મપણાને) લીધે, અન્યથા તેને અગ છે માટે. પિતૃભૂતપણાએ કરીને એને અવસર છે. ૩૦ વિવેચન જય જિનવાણી ! જય ગુણ ખાણી વીર પિતાની વિનીત દુહિતા! ભવ ભય ભીરુ ભૂત સુહિતા!–પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા (સ્વરચિત) અત્રે શંકા થવી સંભવે છે કે અત્રે “શ્રુતજ્ઞાનની સ્તુતિ પ્રસ્તુત છે', તીર્થકરોની સ્તુતિને અવસર-પ્રસંગ ક્યાંથી? તે પછી ધર્માદિકને નમસ્કાર કરું છું એમ કેમ કહ્યું? એનું સમાધાન–“શ્રુતજ્ઞાનના તત્પ્રભાવપણાને લીધે’–છુતજ્ઞાનસ્થ તમવાત' –અર્થાત્ શ્રુતજ્ઞાન છે તે તીર્થકર થકી પ્રભવ-જન્મ પામ્યું છે, અન્યથા તેને અગ છે માટે,” નહિં તે તે શ્રુતજ્ઞાનને જોગ જ ન બને માટે, “પિતૃભૂતપણાએ કરીને એને અવસર છે”, “પિતૃતર કવર: ઉષા ' તીર્થકરો એ શ્રુતજ્ઞાનના જનક પિતા છે, એટલા માટે એ તીર્થકરોની સ્તુતિને અત્ર પ્રસંગ પ્રસ્તુત જ છે. “અહોતે સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગ! અહે! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞ દેવ! અહે! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત કરા એવા પરમ કૃપાળુ સગુરુ દેવ ! તમે આ વિશ્વમાં સર્વકાળ જ્યવંત વન્ત ! જયવંત વૉ !” –શ્રીમદ્ રાજચંદ્રજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy