________________
૫૨
એમ પૂજા બહુ ભેદ સુણીને, સુખદાયક શુભ કરણી રે; ભવિક જીવ કરશે તે લેશે, આનંદઘન પદ્ધ ધરણી રે...સુવિધિ.”
-શ્રી આનંદઘનજી અને આ શુદ્ધ પ્રભુસેવા અગમ છે એટલું જ નહિ, પણ અનુપમ છે, અર્થાત્ આ જગને વિષે એવું કેઈ ઉપમાન નથી કે જેની તેને ઉપમા આપી શકાય; કારણ કે આ ભગવાનનું સ્વરૂપ અનુપમ છે ને તેની ચરણસેવા કરે છે તે પણ તેવા જ અનુપમ આત્મસ્વરૂપને પામે છે, એટલે તે સેવા પણ અનુપમ છે. દીપકને ઉપાસી વાટ જેમ દવે બને છે તેમ આ આનંદઘનરસરૂપ પરમાત્માના ચરણની ઉપાસનાથી આત્મા પણ સ્વરૂપાચરણની શ્રેણીએ ચઢી તે જ આનંદઘનરસરૂપ પરમાત્મા થાય છે.
જિન ઉપાસી જિન થાય છે, દીપ ઉપાસી વાટ દિવે; જિન સહજાન્મસ્વરૂપી એવા, ભગવાન્ દાસના શરણ સુદેવા..જય જિન દેવા!
–પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા (સ્વરચિત)
F
IV
ગ્રંથ અભિધેયવિષયઃ ગ્રંથવસ્તુ દિગ્દર્શન
લલિત અમૃત વાયે સત્પદે વિસ્તરેલી, લલિત વિસતરા આ સૂત્ર-સ્વર્ણ ગુંથેલી, પ્રતિપદ જ પરોવ્યા ન્યાય મૌક્તિક અંગે, ઋષિવર હરિભદ્ર ભક્તિ સંગરંગે.
–સ્વરચિત (આ ગ્રંથનું મંગલાચરણ) અત્રે જે ચિત્યનું–ભાવઅર્હત્ ભગવત્ની પ્રતિનિધિરૂપ સ્થાપનામૂર્તિનું– જિનપ્રતિમાનું પરમ ઉપાદેયપણે પ્રતિષ્ઠાપન કર્યું, તે ચિત્ય (જિનપ્રતિમા) પ્રત્યે તે અહંત
ભગવના સ્વરૂપસ્મરણપૂર્વક જે યથાવિધિ વંદનકિયા તે ચૈત્યવન્દન; ચૈત્યવદન સૂવ, તે ચિત્યવદનના ભાવને પરમ અર્થગંભીર પદેમાં સૂત્રિત કરવું તે લલિતવિસ્તરા” વૃત્તિ, ચૈત્યવન્દનસૂત્ર; તે ચૈત્યવન્દન સૂત્રના પરમાર્થઆશયનું અપૂર્વ ચિહેમવિશધિની તત્વદર્શન વિસ્તારતી તત્વદશિની તે “લલિતવિસ્તર વૃત્તિ ટીકા અને તે “લલિત વિસ્તરાને પણ પરમાર્થ આશય વ્યંજિત કરતું
વિવેચન વિસ્તારતી તે આ ભગવાનના દાસની ભગવાનને ભક્તિ. કુસુમાંજલિરૂપ “ચિહેમવિશોધિની” ટકા. આટલું સામાન્ય સૂચન કરી આ ગ્રંથના અભિધેય વિષયનું દિગદર્શન કરાવશું.
અત્રે મૂળ ચિત્યવન્દન સૂત્રના વિષય પર આવતા પહેલાં શ્રી હરિભદ્રસૂરિજીએ આ લલિતવિસ્તાર ગ્રંથની સવિસ્તર પ્રસ્તાવના આલેખી છે, અને તે અતી ઉપયોગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org