SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ આરોગ્ય-બંધિલાભ અને ઉત્તમ સમાધિવરની યાચના : ત્રણ મનસ્થ પર૭ તે અર્થે ધિલાભ તે આરોગ્ય ધિલાભ. “જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિ તે ધિલાભ કહેવાય છે,” “નિghtતધર્મપ્રાપ્તિ વેffધરામાંsfમધીય' અને અનિદાન (નિદાન રહિત) એવે તે મોક્ષાથે જ પ્રશંસાય છે,” “ જાનિદાન માગૅવ કરાર’-એ તે બધિલાભ મને આપો! અને તે મિક્ષ અર્થે જ સમાધાન-સમાધિ, તે દ્રવ્ય-ભાવભેદથી બે પ્રકારે છે. તેમાં દ્રવ્ય સમાધિ જેના ઉપયોગ થકી સ્વાચ્ય હોય છે અથવા જેઓને અવિરોધ હોય છે. ભાવસમાધિ તે જ્ઞાનાદિ સમાધાન જ છે,” અમાવસમાધિતુ જ્ઞાનાભિધાનમેવ' તેના ઉપગ થકી જ પરમ સ્વાથ્યને વેગ હોય છે માટે. અને કારણ કે આ આમ બે પ્રકારે છે, એટલા માટે દ્રવ્યસમાધિના વ્યવચ્છેદાથે કહ્યું–વર-પ્રધાન ભાવસમાધિ, અને તે પણું તારતમ્યભેદથી અનેક પ્રકારની જ છે, એટલા માટે ઉત્તમ-સર્વોત્કૃષ્ટ એવી વર ભાવસમાધિ મને આપ . માત્ર મોક્ષની જ જેને અભિલાષા વસે છે એ સંવેગરંગી મુમુક્ષુ આ આરેગ્યબધિલાભ સમાધિની ભાવનાને મને રથ આ પ્રકારે ભાવે છે – - “હે પરમ કૃપાળુ દેવ! આપના ચરણકમળની કૃપાથી મને આરોગ્યની પ્રાપ્તિ હે! બોધિલાભની પ્રાપ્તિ હો! ઉત્તમ આત્મસમાધિની પ્રાપ્તિ હો! આપના અનુગ્રહથી આ મહારા ત્રણે મને રથ પૂર્ણ થાઓ ! - હે ભગવાન! હું મહા ભવરેગથી આ છું. જન્મ-જરા-મરણાદિ દુખેથી હું ક્ષણે ક્ષણે તીવ્ર વેદના અનુભવું છું. મેહસનિપાતથી હું આત્મભાન ભૂલ્યો છું. ઉગ્ર રાગજવર મને પરિતાપ પમાડી રહ્યો છે. તીક્ષણ દ્વેષશલ્ય મહારા હૃદયમાં ભેંકાઈ રહ્યું છે. વિષયકષાયની વ્યાકુલતા મને મહા અશાંતિ ઉપજાવી રહી છે. કર્મ જન્ય આ ભાવગથી મહારા આત્માની આવી અનારોગ્ય સ્થિતિ થઈ પડી છે. જેને સહજ આત્મસ્વરૂપ સ્થિતિ મય પરમ સ્વાથ્ય વર્તે છે, એવા હે આરોગ્યમૂત્તિ સહજત્મસ્વરૂપ પ્રભુ ! મને તમારા જેવું સ્વાચ્ય અને આત્મઆરોગ્ય પ્રાપ્ત હે! - હે ભવરેગના ભિષવર ! તમે બતાવેલી રત્નત્રયીરૂપ બધિ ઔષધિના સેવન વિના મ્હારે આ ભવોગ મટે એમ નથી. માટે હે બેધિમૂર્તિ પ્રભુ! હું આપને શરણે આવ્યો છું. તે હવે સમુદ્રમાં નષ્ટ રત્ન જેવા પરમ દુર્લભ આ બધિરત્નના લાભથી હારે જન્મ સફળ થાઓ! ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષ કરતાં પણ અધિક મહિમાવાળે આ બધિરત્નદીપક મહારા હૃદયને વિષે ભવ પર્યત અખંડ પ્રકાશિત રહો! આ બધિ વિના મને સમાધિ થવી સંભવતી નથી. માટે હે સમાધિમૂર્તિ પ્રભુ! બોધિની પ્રાપ્તિ થઈ મને આત્મસમાધિની પ્રાપ્તિ થાઓ ! બીજના ચંદ્રમા જેવી બોધિ બીજ કલાને વિકાસ પામી, મહારો આત્મ–ચંદ્ર પૂર્ણ સમાધિની સેળ કલાથી ખીલી ઊઠો ! મહારૂં વાસનામય ચિત્ત વિલીન થઈ આ-મામાં લય પામે! સવે પરભાવ-વિભાવ સમાઈ જઈ મહારે આત્મા સ્વરૂપમાં સમાઈ અખંડ આત્મસમાધિ અનુભવે . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy