SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ ચોવીશ કેવલીનું કીર્તન : નામસ્તવનું રહસ્ય ૫૯ અનંત ચાવીશીનાં અનંત નામ સિદ્ધ સ્વરૂપમાં સમગ્રે આવી જાય છે. વર્તમાન કાળના ચોવીશ તીર્થકરનાં નામ આ કાળે લેવાથી કાળની સ્થિતિનું બહુ સૂક્ષ્મ જ્ઞાન પણ સાંભરી આવે છે. જેમ એઓનાં નામ આ કાળમાં લેવાય છે, તેમ ચોવીશી વીશીનાં નામ કાળ અને ચેવશી ફરતાં લેવાતાં જાય છે એટલે અમુક નામ લેવાં એમ કંઈ હેતુ નથી. પરંતુ તેઓના ગુણના પુરુષાર્થની સ્મૃતિ માટે વર્તતી ચોવીશીની સ્મૃતિ કરવી એમ તત્વ રહ્યું છે. તેઓનાં જન્મ, વિહાર, ઉપદેશ એ સઘળું નામનિક્ષેપે જાણી શકાય છે. એ વડે આપણો આત્મા પ્રકાશ પામે છે. સર્પ જેમ મેરિલીના નાદથી જાગૃત થાય છે. તેમ આત્મા પિતાની સત્ય રિદ્ધિ સંભળતાં તે મોહનિદ્રાથી જાગૃત થાય છે.” મોક્ષમાળા (બાલાવબોધ) પાઠ-૧૪. લેકના ઉદ્યોતકર' એટલું પદ જ બસ છે, ધર્મતીર્થ કશે એ કહેવાની જરૂર નથી, એમ પહેલી શંકાનું સમાધાન કરે છે– अत्राह--लोकस्योद्योतकरानित्येतावदेव साधु, धर्मतीर्थकरानिति न वाच्यं, गतार्थ. त्वात् । तथाहि-ये लोकस्योद्योतकरास्ते धर्मतीर्थकरा एवेति ॥ अत्रोच्यते--इह लोकैकदेशेऽपि ग्रामैकदेशे ग्रामवल्लोकशब्दप्रवृत्ते: मा भूत्तदुद्योतकरेध्ववधिविभङ्गज्ञानिष्वर्कचन्द्रादिषु वा सम्प्रत्यय इत्यतस्तव्यवच्छेदार्थ धर्मतीर्थकरानिति ॥२८० અર્થ:-શંકા-લાકના ઉદ્યોતકને એમ એટલું જ બરાબર છે, ધર્મતીર્થકરોને એમ વાચ નથી,–ગતાર્થપણું છેમાટે, તે આ પ્રકારે જેઓ લેકના ઉદ્યોતકર છે. તેઓ ધર્મતીર્થકરે જ છે. અત્ર (સમાધાન) કહેવામાં આવે છે–અહીં લોકના એક દેશમાં પણ, ગ્રામના એક દેશમાં ગ્રામની જેમ, “લોક” શબ્દની પ્રવૃત્તિને લીધે, તેના ઉદ્યોતકર એવા અવધિ-વિભંગ જ્ઞાનીઓમાં વા સૂર્ય-ચંદ્રાદિમાં સંપ્રત્યય મ હો, એટલા માટે તેના વ્યવદ અર્થે ધર્મતીર્થકરોને એમ (કહ્યું છે).૮૦ વિવેચન “ભાસક કાલોક તિણે જાણે છતી, તે પણ વીતક વાત કહું છું તમ પ્રતિ.” –શ્રી દેવચંદ્રજી અને જિજ્ઞાસુ પહેલી શંકા કરે છે-“લેકના ઉતકને એટલું જ કહેવું બસ છે, “ધર્મતીર્થકરોને” એ કહેવાની જરૂર નથી. કારણ કે તેને અર્થ તેમાં આવી જાય છે. તેનું સમાધાન કર્યું છે. ગામના એક ભાગમાં જેમ “ગામ” શબ્દને પ્રવેગ કરાય છે તેમ લેકના એક ભાગમાં આ “લેક” શબ્દ પ્રયોગ હશે એમ માની, કેઈ આ લેકેતકર' પદથી અવધિ-વિર્ભાગજ્ઞાની કે સૂર્ય-ચંદ્રાદિ ન સમજી બેસે, એટલા માટે તેના વ્યવચ્છેદ-અપવાદ અર્થે ધર્મતીર્થકરને એ પદ કહ્યું તે બરાબર જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy