________________
પ૦૮
લલિત વિસ્તરો : લેગરસવ, ચતુર્વિશતિસ્તવ સ્થાનમાં ધારે તે ધર્મ.” અને જેનાથી તરાય તે તીર્થ. આ ઉક્ત ધર્મતીર્થકર ધર્મ એ જ તીર્થ વા ધર્મપ્રધાન તીર્થ તે ધર્મતીર્થ, તે કરવાનું જિન અહંત શીલ-સ્વભાવ છે જેને એવા તે ધર્મતીર્થકર છે.
(૩) જિને–“રાગાદિના નેતા તે જિનો.'
જિન એ કાંઈ સંપ્રદાયવાચક શબ્દ નથી, પણ મહાન તત્વવાચક શબ્દ છે. રાગાદિ સર્વ આંતર શત્રુઓને જીતી જે શુદ્ધ સહજાત્મસ્વરૂપને પ્રાપ્ત થયેલા છે, એવા શુદ્ધ આત્મા તે “જિન” આત્મા અને કર્મના સનાતન યુદ્ધમાં કર્મકટકને સંહાર કરી જે વિજયશ્રી વર્યા છે, એવા ખરેખરા શ્રીમદ્ આત્મવીર તે જ જિન.
–પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા, પાઠ ૩. (સ્વરચિત) (૪) અહજતે-અશોકાદિ અષ્ટ પ્રાતિહાર્ય આદિરૂપ પૂજાને જે અહે છે તે અહં તે.' જે વિશ્વની પૂજાના પરમ પાત્ર, પરમ પૂજ્ય અપરાધ્ય છે તે અહતું.
(૫) ચોવીશે પણ કેવલી–આ વિશે તીર્થકર ભગવાન, “પણ” શબ્દથી એરવતમહાવિદેહમાં જન્મેલા એવા તેનાથી અન્ય તીર્થકરોનું ભાવથી પ્રહણ છે. એવા તીર્થકર જેને કેવલજ્ઞાન વિદ્યમાન છે તે કેવલી.
આત્મ સિદ્ધિ કારજ ભણું રે લાલ. સહજ નિયામક હેતુ રે; નામાદિક જિનરાજના રે લાલ. ભવસાગરમાહે સેતુ રે...પદ્મપ્રભ.”
શ્રી દેવચંદ્રજી (૬) હું કીર્તન કરીશ—એવા ઉક્ત વિશેષણસંપન્ન તે વિશે પણ કેવલીનું હું કીર્તન કરીશ, “સ્વનામેથી સ્તવીશ.” એમનું પાવન નામ લઈ સ્તવન કરીશ. અત્રે પ્રશ્ન થશે કે નામનું સ્મરણ કર્યાથી શું? નામનું સ્મરણ કર્યાથી તે પરમ પવિત્ર આત્માઓના અનન્ય આત્મચારિત્રનું અનુસ્મરણ થાય છે કે-આ નામધારી સદેહે વિચરતા આ અહંત ભગવંત તીર્થંકરે આ અવસર્પિણી કાળમાં પરમાર્થમેઘની વૃષા કરી આપણા પર અપાર ઉપકાર કરી ગયા; અને આમ કૃતજ્ઞતાપૂર્વક તેમના પરમ ઉપકારની સ્મૃતિ થાય છે એટલું જ નહિં, પણ તેમનું અનુપમ આત્મચારિત્ર યાદ આવતાં આપણા આત્માને અપૂર્વ આત્મપુરુષાર્થની પ્રેરણા પ્રાપ્ત થાય છે, અને તે પરમ ગુણીના અભુત ગુણગણુ સંભારતાં ગુણપ્રદઆશ્ચર્યથી ભાવોમાંચ ફુરી તેમની ભક્તિમાં તલ્લીનતા ઉપજે છે. આ અંગે પરમતત્વદૃષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ માત્ર સેળ વર્ષની લઘુ વયે લખેલી મહા દશનપ્રભાવક “મોક્ષમાળા' ગ્રંથમાં પરમ સુંદર મીમાંસા કરી છે –
જિજ્ઞાસુ-પણ “લેગર્સમાં તે વીશ જિનેશ્વરનાં નામનું સૂચવન કર્યું છે, એને હેતુ શું છે તે મને સમજાવે.
સત્ય–આ કાળમાં આ ક્ષેત્રમાં જે વીચ જિનેશ્વરો થયા એમના નામનું અને ચરિત્રોનું સ્મરણ કરવાથી શુદ્ધ તત્તને લાભ થાય. વૈરાગીનું ચરિત્ર વૈરાગ્ય બેધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org