SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા : અનસૂત્ર, કાયોત્સર્ગ પ્રતિજ્ઞા આગાર વિવેચન તિણે મુજ આતમા તુજ થકી નીપજે, મારી સંપદા સકળ મુજ સંપજે, તિણે મનમંદિરે ધર્મ પ્રભુ થાઈએ, પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઈએ. ” શ્રી દેવચંદ્રજી આ પ્રકારે અહીં ઉચ્છવાસનું માન આમ છે, પણ ધ્યેયને નિયમ નથી ઈ. –પુર ઘેનિયમ:'. જઘન્ય કાર્યોત્સર્ગનું પ્રમાણ તે ઉક્ત રીતે આઠ ઉચ્છવાસ છે, પણું ધ્યેય-ધ્યાનવિષય કેઈ અમુક નિયત જ હોય એ નિયમ નથી. એટલે “યથા પરિણામેન” “યથા પરિણામથી”—જેવા જેવા પિતાના પરિણામ–ભાવ હોય તે પ્રમાણે ગુણેનું-ભગવંતના અથવા પંચ પરમેષ્ઠિના ગુણોનું ધ્યાન કરી શકાય અથવા જીવાજીવાદિ તનું ધ્યાન કરી શકાય અથવા સ્થાનનું, વર્ણનું, અર્થનું વા આલંબનનું ધ્યાન કરી શકાય; અથવા આત્મીય–પોતાના દેષ કેમ દૂર કરવા એમ તેના પ્રતિપક્ષનું ધ્યાન કરી શકાય. આમ ધ્યાનના વિષયરૂપ ધ્યેય પોતપોતાના પરિણામ–ભાવ પ્રમાણે સ્થાપન કરી શકાય. આ ધ્યેય સ્વરૂપ અંગે આ વિવેચકે ચગદષ્ટિસમુચ્ચયના વિવેચનમાં-(સુમનદની બૃહત ટીકામાં પૃ. ૫૫૯-૫૬૫) વિસ્તારથી વિવરણ કર્યું છે. તેને સ્વ૯૫ સારાંશ અત્ર અવતારીએ તે– ધ્યેય એટલે ધ્યાન કરવાને વિષય-આલંબન કોઈપણ ધ્યેય ચિંતવવાને અંતિમ (Ultimate) હેતુ આત્મધ્યાન પર આરૂઢ થવાને છે. જે કંઈ ચિંતવતાં આત્મા નિરીહ વૃત્તિને પામી એકાગ્રપણાને પામે તે ધ્યેય છે. તેમાં મુખ્ય ધ્યેય આ છે (૧) ચેતન કે અચેતન એવી મૂર્ત-અમૂર્ત વસ્તુ, (૨) પંચ પરમેષ્ઠિ, (૩) આત્મા. ૧. વસ્તુ ચેતન-અચેતન એમ બે વિભાગમાં વિભક્ત છે. તે ઉત્પત્તિ-સ્થિતિલયરૂપ સસ્વરૂપ સંપન્ન છે. નિજ નિજ ગુણપર્યાયથી યુક્ત એવું પ્રત્યેક દ્રવ્ય પિત પિતાની સ્વરૂપ સત્તામાં અવસ્થિત છે. સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી ચેતનઅચેતન અસ્તિરૂપ એવી પ્રત્યેક વસ્તુ, પર દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવથી નાસ્તિવસ્તુ ધ્યેય રૂ૫ છે. અર્થાત્ કઈ વસ્તુ સ્વરૂપ છેડી પરરૂપને ભજતી નથી, સ્વસમયની મર્યાદા ઉલંઘી પરસમયમાં જતી નથી. જડ છે તે (ત્રણે કાળમાં) જડ ભાવે જ પરિણમે છે અને ચેતન છે તે ચેતન ભાવે જ પરિણમે છે. ઈત્યાદિ પ્રકારે કઈ પણ ધ્યેય વસ્તુના સ્વરૂપ-ચિંતન પરથી આત્મા શુદ્ધ સ્વવસ્તુના સ્વરૂપચિંતન પ્રત્યે ઢળે છે અને શુદ્ધ આત્માના ધ્યાન પર ચઢે છે. ૨. અથવા પંચ પરમેષ્ઠિને પરમેષ્ઠિવાચક નામમંત્રથી જપ કરે (પદસ્થ ધ્યાન) તે પણ ધ્યાનને ઉત્તમ વિષય છે, ઉત્તમ ધ્યેય છે નમો અરિતા, નમો સિરા, _ नमो आयरियाण, नमो उवज्झायाण, नमो लोए सव्वसाहूण। પંચ પરમેષ્ઠિ ધેય (૧) “જેના ચાર ઘાતિકર્મ નષ્ટ થયા છે અને તેથી કરીને જ અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્ય, અનંત આનંદમય છે, એ જે શુભહસ્થ શુદ્ધ આત્મા તે “અહંત ધ્યાન કરવા ગ્ય છે.” ધ્યાનના ફલરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy