________________
પરમ ઉપકારી અવલંબન સાધન છે. અને એટલા માટે જ “જિન પરિમા જિન સારિખી’જિનપ્રતિમાને જિન સારિખી ગણી તેની વંદના-પૂજનાનું શાસ્ત્રકારોએ સ્પષ્ટ વિધાન કર્યું છે જેનું આ ચૈત્યવન્દન સૂત્ર પોતે જ પ્રત્યક્ષ પ્રમાણ છે. તેમજ–જેમ ત્રિલેચૂડામણિ સિદ્ધિપદમાં (શાશ્વત સિદ્ધ આત્મસ્વરૂપમાં) સિદ્ધોની પ્રતિષ્ઠા છે, તેમ ચંદ્ર-સૂર્ય છે ત્યાં લગી આ સુપ્રતિષ્ઠા હે!” એવા પ્રકારે જિનાલયમાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા વેળાએ ભાવના કરવાનું જે વિધાન પંચાશકશાસ્ત્રમાં શ્રી હરિભદ્રસૂરિજીએ કર્યું છે, તે પણ આ જિનપ્રતિમાની વંદના-પૂજનાની જગતમાં મહાપ્રતિષ્ઠા જ કરે છે.
- જિનમુદ્રાના દર્શન થતાં મુમુક્ષુને ભાવ ઉપજે છે કે આ મૂર્તિ જાણે “અભિયભરી રચી' હેયની ! સકલ ઉપમાનથી વિલક્ષણ હેઈ, એને કઈ ઉપમા ઘટતી નથી. આ
શાંતસુધારસ ઝીલી રહી છે ને તેને નિરખતાં કેમે કરી તૃપ્તિ “અભિયભરી ઉપજતી નથી. અને તેના સહજ ઉદ્ગાર નીકળી પડે છે કેમૂરતિ રચી રે” અહે! આની દષ્ટિ કેવા પ્રશમરસમાં નિમગ્ન થયેલી છે! આનું
| મુખકમલ કેવું પ્રસન્ન, શાંત, સૌમ્ય છે! નથી દેખાતી આના ખેાળામાં કામિની કે નથી આના હાથમાં કઈ હથિયાર ! અહે! સમભાવભરી એની દૃષ્ટિ જાણે સમ પરિણામે જગને દેખી રહી છે ! એની પ્રસન્ન મુખમુદ્રા પરમ ચિત્તપ્રસન્નતા વ્યક્ત કરી રહી છે! એની અસંગતા જાણે સર્વ પરભાવની પરિવજીના પ્રકાશી રહી છે ! એના ખુલ્લા ખાલી હાથ જાણે એમ સૂચવી રહ્યા છે કે અમને હવે આ ચિત્રવિચિત્ર જગત્ સાથે કોઈ લેવાદેવા નથી. અમે અમારું કામ કરી લીધું છે, હવે અમારે કંઈ પણ કરવાપણું રહ્યું નથી. અહો ! ભાવઅહંત ભગવાનના ભાવનું આવું સૂચન કરતી આવી અદૂભુત નિર્વિકાર મુદ્રા મેં પૂર્વે કદી પણ દીઠી નહોતી. ખરેખરજગમાં કઈ વીતરાગ દેવ હોય તે તે આવા જ ઘટે. હું ધન્ય છું, ધન્ય છું, કે અવી દિવ્ય મૂર્તિના મને દર્શન થયાં. એમ ભાવતાં તેના રોમાંચ ઉલ્લસિત થાય છે, અને તેને અંતરાનંદ તનમાં નહિ સમાતાં આનંદાશ્રુધારારૂપે છલકાય છે.
અભિયભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કેય; શાંતસુધારસ ઝીલતી રે, નિરખત તૃપતિ ન હોય
વિમલજિન દીઠાં લેયણ આજ.”–શ્રી આનંદઘનજી “ઉપશમરસભરી સર્વજનશંકરી, મૂતિ જિનરાજની આજ ભેટી; કારણે કાર્યનિષ્પત્તિ શ્રદ્ધાન છે, તિણે ભવભ્રમણની ભીડ મેટી. સહજ.”
– શ્રી દેવચંદ્રજી.
wwwwwww
*“પ્રામાનિક દૃદિશુ કરજે, જનમ મિનre : करयुगमपि यत्ते शस्त्रसंबंधवन्ध्यं, तदसि जगति देवो वीतरागस्तवमेव ॥"
-મહાકવિ ધનપાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org