SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ તરવાથી લલિત વિરતરા : વન્દનાકાયોત્સર્ગ સૂત્ર છે. અત એવ તે “પરમહંતુ” “પરમ સંવેગહેતુ” છે, અર્થાત આમ તત્વઅર્થના પુનઃ પુનઃ ભાવનરૂપ અભ્યાસ કરતાં, “આ અનુચિંતારૂપ આમ જ છે” એમ સમ્યફ વેગે તેના સ્વીકારરૂપ સંવેગ ઉપજે છે, ચિત્તધર્મ અથવા તેના પ્રત્યે ગુણાનુરાગજન્ય સમ્યક્ પ્રેમાવેશ સમ્ફરવારૂપ સવેગ ઉપજે છે, અથવા સમ્યક્ વૈરાગ્યવેગથી “માત્ર મેક્ષ અભિલાષ” રૂપ સંગ ઉપજે છે. અને આ ત્રણે પ્રકારને સંવેગ પ્રથમથી જ હોય છે, તે તે અનુપ્રેક્ષા–ભાવનારૂપ ચિત્તધર્મ “તદાહર્યવિધાયી” હોય છે, તે પ્રાપ્ત થયેલા સંવેગનું દઢપણું કરનારે હોય છે. અને એટલે જ તે “ઉત્તરોત્તર વિશેષ સંપ્રત્યયાકાર' હોય છે, અર્થાત્ જેમ જેમ તાર્થને ભાવના–અભ્યાસ વધે છે, તેમ તેમ શ્રદ્ધાતિશયરૂપ સંવેગ ઉલ્લસે છે અને જેમ જેમ શ્રદ્ધાતિશયરૂપ સંવેગ ઉલસે છે, તેમ તેમ તત્વાર્થની સખ્યપ્રતીતિરૂપ સંપ્રત્યય વધે છે. અને આમ ઉત્તરોત્તર તત્વપ્રતીતિ વધતાં જ્યાં સમ્યગદર્શન ઉત્તરોત્તર નિમલ થતું જઈ યાવત્ ક્ષાયિક થાય છે, એ આ અનુપ્રેક્ષારૂપ ધર્મ “કેવલાક ઉમુખ” હોય છે,–“રેવન્ટાસ્ટોરમુafશ્ચત્તધર્મ: કેવલજ્ઞાનના પ્રકાશ સન્મુખ હોય છે, અર્થાત્ કેવલજ્ઞાન ભણી દોરી જાય છે. અત્રે રત્નશેધક અગ્નિનું દષ્ટાંત ઘટે છેઃ “જેમ રત્નશોધક અનલ ઈ' રત્નની શુદ્ધિ કરનાર અગ્નિ રત્નની પાસે પહોંચતાં રત્નના મલને બાળી નાંખી તેની શુદ્ધિ ઉપજાવે છે; તેમ આ અનુપ્રેક્ષારૂપ અગ્નિ પણ આત્મારૂપ રત્નની રનરોધક અગ્નિનું પાસે પહોંચતાં કર્મરૂપ મલને બાળી નાંખી, જ્યાં કેવલ શુદ્ધ દષ્ટાંત ચૈતન્યમય આત્મા શિવાય બીજું કાંઈ નથી એવું કૈવલ્ય ઉપજાવે છે. આ અનુપ્રેક્ષાનુંભાવનાનું “તથા તત્સ્વભાવપણું છે કેભાવનાના પાવન પાવકમાં આત્મરત્નને કર્મમલ ભસ્મીભૂત થઈ આત્મા કેવલજ્ઞાન પામે જ છે. આમ “મારના મવનારા” અને “આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવલજ્ઞાન ૨.” એ સુભાષિત મહાસૂત્રે ચરિતાર્થ બને છે. આ શ્રદ્ધાદિ “અપૂર્વકરણ' મહાસમાધિના બીજો છે એ સવિસ્તર સમાવી, એમ ઉક્ત પ્રકારે જ ઉપધાશા સદનશાન હોય છે ને આ શ્રદ્ધાદિત્યંત જ આને અધિકારી હોય છે એ જણાવવા માટે આ શ્રદ્ધાદિ સત્રનું ઉચ્ચારણ છે એમ તાત્પર્ય દર્શાવે છે – २२एतानि श्रद्धादीन्यपूर्वकरणाख्यमहासमाधिबीजानि, तत्परिपाकातिशयतस्तत्सिद्धेः। परिपाचना त्वेषां कुतर्कप्रभवमिथ्याविकल्पव्यपोहत: श्रवणपाठप्रतिपत्तीच्छाप्रवृत्त्यादिरूपा। अतिशयस्त्वस्यास्तथा स्थैर्यसिद्धिलक्षणः प्रधानसत्त्वार्थहेतुरपूर्वकरणावह इति परिभाषनीय स्वयमित्थम् । एतदुच्चारणं त्वेवमेवोपधाशुद्धं सदनुप्ठानं भवतीति। एतवानेव चास्याधिकारीति ज्ञापनार्थ । २५९ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy