SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ દેશન જ્ઞાન ચારિત્ર ત્રિવેણી, સંગમ તીરથ શિવપથ શ્રેણ; એ જસ તીર્થે નિત્ય નિમજજી, પાવન જન સો પાપ વિવઈ. જય. – પ્રજ્ઞાબેધ મોક્ષમાળા (સ્વરચિત) આવા આ તીર્થંકર દેવ-જિનદેવ એ જ દિવ્ય આત્મવિભૂતિથી વિભૂષિત એવા સદુદેવ હેઈ સર્વ આત્માથી મુમુક્ષુઓના આરાધ્ય આદર્શ દેવ છે. કારણ કે “ઈચ્છે છે જે જોગીજન”—મુમુક્ષુ જોગીજન જે અનંત સુખસ્વરૂપ “મૂળ જિનદેવના શુદ્ધ તે આત્મ પદ” ઇચ્છે છે, તે જ જિનદેવ છે, તે જ પરમાત્મા. પર્યાય નામ: છે. આ પરમાત્માના અનેક ગુણનિષ્પનન નામ પ્રસિદ્ધ છે. જેમકેપરમાર્થ ઘરના સકલ કર્મમલથી રહિત હેવાથી તે નિર્મલ છે. કેવલ આત્મા શિવાય બીજું કાંઈ જ્યાં નથી એવા કેવલ જ્ઞાનદર્શનમય હોવાથી તે કેવલ છે. સર્વ અશુચિથી વજિત એવા એક અદ્વૈત શુદ્ધ જ્ઞાયક સ્વભાવના પ્રગટપણથી તે શુદ્ધ છે. સમસ્ત પરભાવ-વિભાવથી આત્માને વિવિક્ત-પૃથ-અલગ કર્યો હોવાથી તે વિવિક્ત છે. પરિપૂર્ણ આત્મસ્વરૂપનું પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હોવાથી તે પ્રભુ છે. પરિપૂર્ણ આત્મસામ્રાજ્યના ઈશ-શાસનકર્તા સ્વામી હોવાથી તે ઈશ્વર છે. જગના બીજા બધા પદાર્થ કરતાં પરમ ઈષ્ટ હોવાથી તે વિશ્વની વિશિષ્ટ શ્રેષ્ઠ વિભૂતિરૂપ પરમેષ્ઠિ છે. સકલ પરભાવથી પર થયેલા હોવાથી તેમજ પરાત્પર એવા પરમ પદને પામેલા હોવાથી તે પરાત્મા અથવા પરમાત્મા છે. રાગ-દ્વેષાદિ આંતર શત્રુઓને હણી નાંખી, શુદ્ધ સહજ નિજ સ્વરૂપને જય કર્યો હોવાથી તે જિન અથવા અરિહંત છે. અનુપમ આત્મવીરત્વથી રંજિત થયેલી કેવલથી તેને સ્વયંવરી હેવાથી તે શ્રીમદ્ રામાપતિ છે. પરમ આત્મશાંતિને પામેલા હોવાથી તે શાંત છે. સદા શિવસ્વરૂપકલ્યાણુસ્વરૂપ હેવાથી તે સદાશિવ છે. ત્રણે ભુવનને શમકર-આત્મસુખકર હેવાથી તે શંકર છે. જ્ઞાનવડે સર્વવ્યાપક હોવાથી તે વિષ્ણુ છે. સર્વ કર્મલેશ હરનારા હેવાથી તે હરિ છે પરમ બ્રહ્મજ્ઞપણાથી તે પરબ્રહ્મ છે. સ્વયંસંબુદ્ધ હવાથી બુદ્ધ છે. સકલ જગતની પરમ પૂજાના પરમ પાત્ર હેવાથી તે અહંત છે. સમગ્ર ઐશ્વર્યાદે પવિધ ભાગસંપન્ન હેવાથી તે ભગવત છે. શુદ્ધ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી આત્મા સિદ્ધ કર્યો હોવાથી તે સિદ્ધાત્મા છે. નિરંતર આત્મામાં રમણ કરી રહ્યા હોવાથી તે રામ છે. સર્વ પ્રદેશ શુદ્ધ પ્રકટ મૂર્તિમાન ચિતન્યધાતુમય હેવાથી તે શુદ્ધ ચૈતન્યમૂર્તિ છે. સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સહજ નિઃપ્રયાસપણે નિરંતર વત્તી રહ્યા હોવાથી તે સહજાન્મસ્વરૂપ છે. ઇત્યાદિ અનેક યથાર્થ તત્વવાચક નામથી આ જિન પરમાત્મા-અહંત ભગવતુ ઓળખાય છે. “શિવ શંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન લલના. જિન અરિહા તીર્થ કરૂ, તિસરૂપ અસમાન...લલના...શ્રી સુપાસ, અલખ નિરંજન વચ્છ, સકલ જંતુ વિશરામલલના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy