SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાન્તની હેતુથી અને પુરૂષ-ઘટ દષ્ટાંતથી સિદ્ધિ ૪૧૧ ઘડે દૂર છે, આ આસન્ન-નિકટ છે; આ ઘડે ન છે, આ પુરાણો છે; આ ઘડે ટકાઉ છે, આ બીનેટકાઉ છે, આ ઘડે દેવદત્ત કરે છે, આ ઘડાને સ્વામી-માલિક ચિત્ર છે; આ ઘડે મળેલ છે, આ ઘડે ખરીદેલે-વેચાતે લીધેલે છે; આ ઘડો તૂટેલે છે. ઇત્યાદિ પ્રકારે તે તે પૂર્વ-અપર આદિ ધર્મોના સંબંધથી તે એક જ ઘડાના અનેક રૂપ પ્રગટે છે. આમ વસ્તુ દ્રવ્યથી એક ને પર્યાયથી અનેકરૂપ હેવાથી, વસ્તુનું એકાનેકસ્વભાવપણું સિદ્ધ થાય છે, અને તેથી અનેકાંતવાદની-સ્યાવાદની પ્રતિષ્ઠા થાય છે. તેના જ સમર્થનમાં અત્રે આ પિતાદિ વ્યવહારની યુક્તિ દર્શાવી છે: “સવાઢકાતિશે પિરાષ્યિવહાર:' ઈ–અને અહીં આ પિતા આદિ વ્યવહાર સકલલેકસિદ્ધ છે, ––હેતુને લીધે.” અર્થાત્ આ પિતા, આ પુત્ર, આ ભાઈ, આ ભત્રીજો પિતા આદિ ઈત્યાદિ તેવા તેવા પ્રકારના નામનિર્દેશજન્ય પ્રવૃત્તિરૂપ વ્યવહાર ભિન્ન વ્યવહાર અવિગાનપણે સકલલેકસિદ્ધ છે, સર્વજનપ્રતીત હેઈ સર્વાનુમતે અનેકાન્તની માન્ય છે. આ જે પિતાદિ વ્યવહાર છે, તે પરસ્પર અન્ય સિદ્ધિ કરે છે ભિન્ન છે, પૃથક છે, જુદે જુદે છે. જે જેને પિતા છે તે તેને જ પુત્ર નથી, અને જે જેને પુત્ર છે તે તેને જ પિતા નથી; એમ પિતા વ્યવહાર જૂદ છે, પુત્રાદિ વ્યવહાર જુદો છે. કારણ કે તેવા તેવા પ્રકારે પરસ્પર ભિન્નપણે સર્વત્ર સર્વદા સર્વને તથા પ્રતીતિ–તેવા પ્રકારની પ્રતીતિ છે. તેમજ જે આ પિતાદિ વ્યવહાર છે, તે તતત્વનિબંધનવાળો છે, અર્થાત્ પિતા આદિપણે જે વ્યવહરણીય છે, જેને વ્યવહાર કરાય છે, તેનું તત્વ–તપણું–પિતાદિરૂપપણું જ તથા પ્રકારના વ્યવહારનું નિબન્ધન–કારણ છે. જે પિતા આદિ નામે ઓળખાય છે, તેમાં ખરેખરૂં તાત્વિક પિતાદિપપણું છે જ, એટલે જ એ થકી જ તે પિતાદિ વ્યવહાર પ્રવર્તે છે; અને તે પણ અત એવા હેતુને લીધે, એ જ હેતુને લીધે, અર્થાત્ તથા પ્રતીતિરૂપ હેતુને લીધે પ્રવર્તે છે. આમાં આનું ખરેખરૂં પિતાપણું છે તેથી આ આને પિતા છે, આમાં આનું ખરેખરૂં પુત્રપણું છે તેથી આ આને પુત્ર છે, ઈત્યાદિ તેવા તેવા પ્રકારે સર્વને સર્વત્ર સર્વદા તથા પ્રતીતિ–તેવા પ્રકારની પ્રતીતિ હોય છે. અ સર્વજનપ્રતીત આ પિતાદિ વ્યવહાર પણ અનેકાન્તની વિજયષણું પિકારી રહ્યો છે. કારણ કે અનેકાન્ત વિના આ પ્રસ્તુત વ્યવહાર જ સંભવ નથી. પિતાની અપેક્ષાએ જ પુત્ર ને પુત્રની અપેક્ષાએ જ પિતા એમ સ્થિતિ છે, એટલે કેઈ એકાંતે પિતા જ હોય કે કોઈ એકાંતે પુત્ર જ હોય, એવે વ્યવહાર બન અસંભવિત છે. એટલે કે અનેકાત વિના બધો જગવ્યવહાર થંભી જશે, અટકી પડશે. આમ એકાનેક સ્વભાવી વસ્તુતવ તે અનેકાન્ત શાસનનું એકછત્રી સામ્રાજ્ય સ્વીકારી રહ્યું છે, એટલું જ નહિ પણ આ પિતાદિ સમસ્ત લેકવ્યવહાર પણ “અનેકાન્ત જય પતાકા” ફરકાવી રહ્યો છે. * અનેકાંતના પરમ પુરસ્કર્તા તરીકે સુવિખ્યાત મહર્ષિ અમૃતચંદ્રાચાર્યજી તેમની પરમ અમૃત કૃતિ “આત્મખ્યાતિ” નામક સમયસાર ટીકાના અનેકાનતવિષયક પરિશિષ્ટમાં ઉદષણા કરે છે શાણા ર તમત્તાતતરંવત્તાધવમેવામાઢિત શાસન મત્સર્વજ્ઞાા ' ઇત્યાદિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy