SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ‘એક પૂજે સર્વ પૂજ્યા : અનંતા અહ“તે તુલ્યગુણવાળા એકસ્વરૂપ ૩૯૭ અર્થાત્ તમે આમ એક નમસ્કારકિયાથી અનેકને નમસ્કાર કરવાની “એક પૂજે વાત કરે છે, તે પછી એકની પૂજાથી સર્વની પૂજાનું કથન કેમ સર્વ પૂજ્યા કરાય છે? અને તેવા પ્રકારનું આગમવચન પણ છે કે – “gયંમ તે પૂરૂ દttત'—એક પૂજિત સતે સર્વ પૂજિત હોય છે. તેનું સમાધાન–વિશેષવિષયી આ તે––પ્રદર્શનાર્થે છે.” આ જે વચન છે તે તે વિશેષવિષયી છે, અને તે મૂકવાના આ ત્રણ કારણ છેઃ (૧) એઓના-ભગવંતના તુલ્ય સમાન ગુણેના જ્ઞાપન વડે જણાવવા વડે અનુદાર ચિત્તવંતેના અનંત અહત પ્રવર્તાનાથે આ વચન છે. અર્થાત્ અનંતા અહંત ભગવંતે પણ ભગવંત સમાનગુણવાળા હેઈ નિજ શુદ્ધ સહજાન્મસ્વરૂપથી એક સમાનગાગવાળ સ તુલ્ય-ગુણવાળા હેઈ અખંડ અભેદ પરમ અમૃતરસસાગરસ્વરૂપ છે, એટલે એક સ્વરૂપ એકને પૂજવામાં આવ્યું સર્વ પૂજવામાં આવ્યા એમ કહેવાને હેતુ, કૃપણુપણાથી સર્વની પૂજા કરવાને અશક્ત એવા અનુદાર ચિત્તવંતને સર્વની પૂજા ન બને તે છેવટ એકની પૂજામાં પણ પ્રેરવાને છે. (૨) તદના –તે પૂજાતા ભગવતેથી અન્યના સર્વસંતપરિગ્રહાથે આ વચન છે. અર્થાત જે ભગવંત પૂજાઈ રહ્યા છે, તેનાથી અન્ય જે ભગવતે છે, તેમાં પણ આ પૂજાતા ભગવંતની જે તેતવ્યસંપદું છે, તે સર્વ વર્તે છે, એટલે તેઓ પણ આ પરિપૂર્ણ તેતવ્યસંપભ્રંપન્ન છે, એમ તત્વસ્વરૂપ સમજાવવા માટે પણ આ વચન છે. (૩) સંઘપૂજાદિમાં–સંઘ-ચય-સાધુની પૂજા આદિમાં આશયવ્યાતિના પ્રદર્શનાર્થે આ વચન છે. અર્થાત આ જે ભગવતેને હું પૂછું છું, તેના જેવા જ આ સર્વ ભગવંતે છે, તે સર્વ હારા પરમ પૂજ્ય છે, શિરસાવધ છે, એટલે મહારી પૂજા તે સર્વમાં અભેદ ભક્તિભાવે-અઢપણે વ્યાપક હો! એવા પ્રકારે આશયવ્યાપ્તિનું પ્રદર્શન કરવા માટે પણ આ વચન છે. અને “એવંભૂત આ આશય એમ ત્યારે અપર-આત હર્ષાદિ લિંગ સિદ્ધિ થકી ભાવશ્રાવકને જાણ.” એક પૂજ્યમાન સતે અન્યમાં પણ વ્યાપક એ આ એવંભૂત એવા પ્રકારની તથારૂપ દશાવાળે આશય ત્યારે-એકને પૂજાકાળે ભાવશ્રાવકને આ બીજા અપૂજ્યમાન સંઘાદિ આગત થતાં–આવી પહોંચતાં, તેમના એવંભૂત આશય વિષયમાં આગત-આરૂઢ હર્ષ-પૂજાભિલાષ આદિ લિંગની-ચિની સિદ્ધિ થકી ભાવશ્રાવકને જાણો. અર્થાત્ જેમ એક એક ભગવંતને પૂજતાં, અન્ય ભગવંતે પ્રત્યે પણ તે ભક્તજનના ચિત્તને પૂજ્યભાવ વ્યાપક છે; તેમ એક સંધની પૂજા થતી હોય, ત્યાં તે જ વખતે બીજો સંઘ આવી ચડે, તે તેની બાટમાં પણ ભાવશ્રાવકને હર્ષ ઉલસે છે ને પૂજાભિલાષ ઉપજે છે, કે હે! મહારા ધનભાગ્ય કે આ પૂજ્ય સંઘ આવી ચઢયો ! એમ આશયવ્યાપ્તિ હેાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy