SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માનું જ્ઞાનસ્વરૂપ કે જેના પર અનંતકાળના અજ્ઞાનઆવરણને અનંત થર બાઝી ગયા હતા, તેને આ ભગવાન વીતરાગ દેવે હાર ખેંચી કાઢી પ્રકટ કર્યું, અષ્ટાદશ દોષરહિત ને અજ્ઞાન દેશને નિવૃત્ત કર્યો. (૨) નિદ્રા, કવન, જાગ્રત અને વીતરાગ જિનદેવ ઉજજ ગ્રત એ ચાર દિશામાંથી ઉજાગર અવસ્થા ભગવાને પ્રાપ્ત કરી ' અર્થાત્ સહજ આત્મસ્વરૂપમાં અખંડ જાગ્રત આ પગમય પરમ જ્ઞાનદશા પામેલા ભગવાને નિદ્રા દેષની આત્યંતિક નિવૃત્તિ કરી. (૩) મિથ્યામતિ નામની જે કલા આ જીવ સાથે અને દિથી જોયેલી સંલગ્ન હતી, તેને અપરાધિની ને દુઃશીલ વ્યભિચારિણી જાણીને આ મહાત્માએ આત્મડમાંથી બહાર કાઢી મૂકી અને સપરિવાર સમકિત સાથે સગાઈ કરી મહા મિથ્યાત્વ દોષને-દર્શનમેહને ક્ષણ કર્યો (૪-૫-૬) અને રાગ દ્વેષ ને અવિરતિ પરિણામ કે જે ચકિત્રમેહના જબરજસત દ્ધા હતા, તે તે જેવી આ ભગવાનની વીતરાગ પરિણતિ પરિણમી કે તક્ષણ બાઘા બની ઊઠીને નાઠા. (૭-૮-૯-૧૦-૧૧-૧૨-૧૩) ભગવાન જ્યારે લપકચણરૂપ ગજરાજ પર ચઢયા ત્યારે, હાસ્ય, અરતિ, રતિ, શાક, દુર્ગચ્છા, ભય, વેદય (કામ)-એ તુચ્છ કૃષિપંક્તિ જેવા, ઢીલા માટીના ઢેફ જેવા દેષ તે બિચારા કયાય ચગદાઈ ગયા ! આમ ચારિત્રમેહને સર્વનાશ કરી, નિષ્કારણ કરુણરસના સાગર આ પરમકૃપાળુ દેવે જ્ઞાનાદિ અનંત ચતુષ્ટય પ્રગટ કર્યું અને (૧૪-૧૫-૧૬-૧૭-૧૮) આવા આ પરમ વીતરાગ પ્રભુ ત્રિવેકબંધુ દાનસંબંધી વિને-દાનાંતરાયને નિવારી, પરમ અહિંસાધર્મના ઉપદેશદાનથી સર્વજનને અભયદાન પદના દાતા થયા લાભ સંબંધી વિનને-લાભાંતરાયને નિવારી, પરમ લાભરસથી મસ્ત એવા આ પ્રભુ, જગને આત્મલાભમાં વિન કરનારા લાભાવિનના નિવારક થયા. પંડિત વીર્ય વડે કરીને વીર્ય વિદ્ધનેવીતરાયને નિવારી આ પ્રભુ પૂર્ણ પદવીના પેગી બન્યા. અને ભોગાંતરાય-ઉ૫ ભેગાંતરાય એ બન્ને વિદનને નિવારી આ પ્રભુ પૂર્ણ આત્મસ્વરૂપ રમણતારૂ ભેગના સુભેગી થયા. આમ અજ્ઞાનાદિ અઢાર દૂષણથી રહિત એવા આ જિનદેવ-વીતરાગ પરમાત્મા છે જેના અનન્ય ગુણોનું સંકીર્તન મુનિજનવૃંદ ગાય છે. ઈવિધ પરખી મન વિશરામી, જિનવર ગુણ જે ગાવે રે, દીનબંધુની મહેર નજરથી, આનંદઘનપદ પાવે રે હે મલિજિન!”—શ્રી આનંદઘનજી આવા પરમ નિર્દોષ ગુણમૂર્તિ શ્રીમદ્ વીતરાગ દેવની આ પ્રકારે સ્વરૂપપરીક્ષા કરી, આ મનવિશ્રામી જિનવરના ગુણ ગાય છે, તે પણ આ “દીનબંધુની મહેર નજરથી – કપાષ્ટિથી આનંદઘન પદને પામે છે, અર્થાત તે પણ જિનેશ્વરતુલ્ય પરમાનંદમય સહજ આત્મસ્વરૂપ પદને પામે છે. કારણ કે “જિનપદ નિજ પદ એકતા, ભેદભાવ નહિ કાંઈ એટલે સિંહને દેખીને જેમ અજદુલગત સિંહશિશુને નિજ સ્વરૂપનું ભાન થાય છે, તેમ જિનસ્વરૂપના દર્શને મુમુક્ષુ ભક્ત આત્માને “દર્પણ જિમ અવિકાર” પ્રભુના રૂપદર્પણમાં નિજ સ્વરૂપનું દર્શન થાય છે. અને એટલા માટે જ આવા પરમ ઉપકારી સહજાત્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy