________________
૩૫૮ લલિત વિસ્તરા : “(૩૧) સગ: સર્વસમ્મ:' પદ વ્યાખ્યાન
વિવેચન સામાન્ય વિશેષનું ધામ, તે દ્રવ્યાસ્તિક પરિણામ.”–શ્રી દેવચંદ્રજી અત્રે કઈ શંકા કરે છે–જ્ઞાનને વિષય વિશેષ છે અને દર્શનને વિષય સામાન્ય છે, એટલે તે બન્નેનું સર્વાર્થવિષયપણું ઘટતું નથી, કારણ કે તઊભયનું–તે બંનું સાથે મળીને જ સર્વાર્થવિષયપણું થાય છે માટે. આનું સમાધાન અત્ર કર્યું છે
સામાન્ય-વિશેષને ભેદ જ નથી, અર્થાત્ સામાન્ય જૂદું અને વિશેષ જૂદું એ એકાંતે ભિન્ન વસ્તુરૂપ કૃત્રિમ ભેદ પાડે ઘટતું નથી. પરંતુ તે જ પદાર્થો જ્યારે “સમતાથી'સમાનપણથી જાણવામાં આવે ત્યારે તે “સામાન્ય’ શબ્દથી ઓળખાય છે, અને વિષમતાથી”—અસમાનપણથી જાણવામાં આવે ત્યારે “વિશેષ” શબ્દથી ઓળખાય છે. અને તેથી કરીને “તેઓ જ જાણવામાં આવે છે, તેઓ જ દેખવામાં આવે છે–એમ જ્ઞાનનું અને દર્શનનું પ્રત્યેકનું સર્વાર્થવિષયપણે યુક્ત જ છે-- ઘટમાન જ છે. એટલે સર્વજ્ઞ-સર્વદશિપણું સ્થિત જ છે.
એમ પણ જ્ઞાનથી વિષમતાધર્મવિશિષ્ટ જ ને દર્શનથી સમતાધર્મવિશિષ્ટ જ જણાય, માટે તે બન્નેનું સર્વાર્થવિષયપણું નથી, એ બીજી શંકાનું સમાધાન કરે છે–
आह-एवमपि ज्ञानेन विषमताधर्मविशिष्टा एव गम्यन्ते, न समताधर्मविशिष्टा अपि । तथा दर्शनेन च समताधर्मविशिष्टा एव गम्यन्ते, न विषमताधर्मविशिष्टा अपि । ततश्च ज्ञानेन समताख्यधांग्रहणाद्दर्शनेन विषमताख्यधर्माग्रहणाद् धर्माणामपि चार्थत्वादयुक्तमेव तयोः सर्वार्थविषयत्वमिति । ___न, धर्मधर्मिणोः सर्वथा भेदानभ्युपगमात्, ततश्चाभ्यन्तरीकृतसमतारव्यधर्माण एव विषमताधर्मविशिष्टा ज्ञानेन गम्यन्ते, तथा अभ्यन्तरीकृतविषमतारव्यधर्माण एव च समताधर्मविशिष्टा दर्शनेन गम्यन्ते इत्यतो न दोषः। एतदुक्त भवति-जीवस्वाभाव्यात्सामान्यप्रधानं उपसर्जनीकृतविशेषमर्थग्रहणं दर्शनमुच्यते, तथा प्रधानविशेषमुपसर्जनीकृतसामान्यं च ज्ञानमिति कृतं विस्तरेण ।१८७
“અર્થ:-શંક-એમ પણ જ્ઞાનથી વિષમતા ધર્મથી વિશિષ્ટો જ જણાય છે, સમતાધર્મવિશિષ્ટ પણ નહિં; તથા દર્શનથી સમતાધર્મથી વિશિષ્ટ જ જણાય છે, વિષમતા– ધર્મવિશિષ્ટ પણ નહિં; અને તેથી કરીને જ્ઞાનથી સમાખ્ય ધર્મોના અગ્રહણને લીધે, દર્શનથી વિષમતાખ્ય ધર્મોના અગ્રહણને લીધે, અને ધર્મોના પણ અર્થત્વને લીધે, તે બન્નેનું (જ્ઞાન-દર્શનનું) સર્વાર્થવિષયપણું અયુક્ત જ છે.
(સમાધાન)–એમ નથી, ધર્મ–ધમીના સર્વથા ભેદને અનભુપગમ છે માટે. અને તેથી કરીને જેમાં સમતાખ્ય ધર્મો અભ્ય«રીકૃત (અંદર મૂકાયેલા) છે, એવા વિષમતાધર્મવિશિષ્ટ જ્ઞાનથી જણાય છે; તથા જેમાં વિષમતાખ્ય ધર્મો અભ્યઃરીકૃત છે, એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org