________________
અવલંબન કહ્યું છે, તેમાં ઘણું રહસ્ય છે. જેમ એનું ડિશ વર્ણિકાવાળું શુહ સુવર્ણ ન થાય ત્યાં સુધી તેને અગ્નિતાપની અપેક્ષા રહે છે, પણ ડિશ વર્ણિકા પ્રાપ્ત થયા પછી તેની અપેક્ષા રહેતી નથી, તેમ જ્યાં સુધી આત્મા નિર્મળ કમરહિત શુદ્ધ આત્મસ્વભાવ પામતે નથી ત્યાં સુધી તેને શુદ્ધ વ્યવહારરૂપ અગ્નિ-તાપદ્વારા આ મશુદ્ધિ પ્રાપ્ત કરવાની અપેક્ષા રહે છે, પણ નિર્મળ પરમભાવદશદશાને પામેલા ગારૂઢ પરમષિઓને તેની અપેક્ષા રહેતી નથી તેવા પુરુષે કલ્પાતીત હેય છે; પરંતુ તેવી પરમભાવ દશા પ્રાપ્ત થયા પૂર્વે, પિતાની તેવી દશા કલ્પી લઈ જે શિથિલાચારી સ્વછંદવિહારી જને શુદ્ધ વ્યવહારનું અવલંબન છેડી દે છે, તેઓ માર્ગભ્રષ્ટ થાય છે, એટલું જ નહિં પણ અધઃપતને પણ પામે છે, સંયમ થિી લડથડતા લડથડતા પહેલે ગુણસ્થાનકે પણ આવી પડે છે.
"सद्धो सुद्धादेसो पायव्यो परमभावदग्सिीहि । થરાદેસિકા પુજા કે હુ દિવા મા ”– શ્રી સમયસાર.
નિશ્ચયદષ્ટિ ચિત્ત ધરી છે, જે ચાલે વ્યવહાર પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રને પાર”–શ્રી યશોવિજયજી
શુદ્ધ તત્વ નિજ સંપદા, જ્યાંલગે પૂર્ણ ન થાય; ત્યાંલગે જગગુરુ દેવના, એવું ચરણ સદાય..શ્રી ઋષભાનન.”– શ્રી દેવચંદ્રજી
એક હેય ત્રણ કાળમાં, પરમારને પંથ પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.”–શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત
શ્રી આત્મસિદ્ધિ અત્રે પરમાર્થને જે પ્રેરે તે જ વ્યવહાર પુરુષોને સંમત છે. જે પરમાર્થને સાધક થાય તે જ સદ્વ્યવહાર છે, જે પરમાર્થને બાધક થાય તે અસદુલ્યવહાર છે.
સમસ્ત જિનવાણી પણ પરમાર્થ સાધક વ્યવહારના વિવરણરૂપ છે. પરમાર્થને સાધક એટલે પરમાર્થમૂળ જિનવચન સાપેક્ષ જે વ્યવહાર છે તે સાચે તે જ સદ્વ્યવહાર વ્યવહાર છે, બાકી બીજે બધા વચનનિરપેક્ષ વ્યવહાર તે જૂઠ
વ્યવહાર છે. કેટલાક લેકે ગચ્છ-મતની જે કલ્પના છે તેને વ્યવહાર માની બેઠા છે, વાડાના કદાગ્રહ સાચવવામાં ને પિષવામાં જ વ્યવહારની પર્યાતિ માની બેઠા છે, તે તે અલોકિક લેકોત્તર માગને લૌકિક કરી મૂકવા જેવું છે, કારણ કે ક્યાં ભગવાન જિનેશ્વરને પરમ ઉદાર સુવિશાલ તત્વમાર્ગ? ક્યાં ક્ષુદ્ર મતભેદેના નિવાસસ્થાનરૂપ સંકુચિત ગચ્છભેદના નામે ચાલતા સાંકડા ચીલા? - “ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે !
ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થકાં, મોહ નડિયા કલિકાલ રાજે...ધાર તરવારની. વચનનિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચનસાપેક્ષ વ્યવહાર સાચે વચનનિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ, સાંભળી આદરી કાંઈ રા....ધાર.”
– શ્રી આનંદઘનજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org