________________
૩૧૬
લલિત વિસ્તરા : (૨૬) “ચાવૃત્તછમ્ય:' પદ વ્યાખ્યાન તથા જ્ઞાનદર્શનસ્વભાવમાં સ્થિતિરૂપ ચારિત્ર ગુણને હણે છે, ઘાત કરે છે. અંતરાય કર્મ આત્માના અનંત વીર્ય ગુણને હણે છે, ઘાત કરે છે. આમ આત્માના સ્વભાવભૂત મૂળ ગુણની ઘાત કરતા હોવાથી આ ચારે ય કર્મોને “ઘાતિ કર્મ” એવી યથાર્થ સંજ્ઞા આપવામાં આવી છે.
આ ચાર ઘાતિકર્મમાં પણ મેહનીય કર્મ સર્વથી વધારે બળવાન છે. તે કર્મને રાજા કહેવાય છે, કારણ કે જ્ઞાનાવરણીયાદિ બીજ કર્મો જ્યારે આત્માના તે તે ગુણેને
આવરણ માત્ર કરે છે, ત્યારે આ મોહનીય કર્મ તે આત્માના તે તે કર્મરાજા મોહનીય ગુણને વિપરીત સ્વાદવાળો બનાવી દે છે. દર્શનમેહનીય આત્માના
સભ્ય નિશ્ચય-શ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ ગુણને વિપરીત-મિથ્યા શ્રદ્ધાનરૂપ મિથ્યાત્વમાં ફેરવી નાખે છે અને ચારિત્રમોહનીય આત્માના સ્વભાવસ્થિતિરૂ૫ ગુણને વિભાવસ્થિતિ પણમાં પલટાવી નાંખે છે. આમ આત્માના પરમ અમૃતમય ગુણને વિષમય વિકૃત સ્થિતિમાં પલટાવી નાંખવાનું મહાદુષ્ટ અધમ કૃત્ય (Villain's action) મેહનીય કર્મ કરે છે. બીજાં કર્મ તે માત્ર આવરણ કે અંતરાય કરીને અટકે છે, ત્યારે આ મહાનુભાવ (!) મેહનીય કર્મ તે પિતાનું દોઢડહાપણ વાપરી ઉલટ બગાડે કરી મૂકે છે! એટલે જ એ આત્માને ભયંકરમાં ભયંકર ને મેટામાં મોટો દુશમન (Ring-leader, arch enemy ) છે. તે નાયકના જોર પર જ બીજાં કર્મોનું બળ નભે છે, તેનું જોર ક્ષીણ થતાં અન્ય કર્મોનું બળ પણ ક્ષીણ થાય છે, આમ અન્ય કર્મોને આશ્રયદાતા–“અન્નદાતા” હોવાથી નેકનામદાર મેહનીયને કર્મોને “રાજા” કહ્યો છે તે યથાર્થ છે.
“કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ તેમાં મુખ્ય મેહનીય, હgય તે કહું પાઠ. કર્મ મેહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બેધ૧ વીતરાગતા, અચૂક ઉપાય આમ.”
- શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણત શ્રી આત્મસિદ્ધિ આમ સર્વ કર્મમાં મુખ્ય એવા મોહનીયના દર્શનમોહનીય ને ચારિત્રમોહનીય એ બે ભેદ છે તેમાં દર્શન મેહનીયને સમ્યકુબેધથી ને ચારિત્રહને વીતરાગતાથી હણ નાખી આ ભગવંતોએ મેહનીય ઘાતિકને ઘાત-ક્ષય કર્યો, એટલે તક્ષણ જ બાકીના ત્રણ ઘાતિકર્મ-જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ને અંતરાય પણ ક્ષય પામ્યા. આમ ઘાતિકર્મરૂપ છદ્મ–આવરણ દૂર થતાં આ ભગવતે વ્યાવૃત્ત થયા.
અવ્યાવૃત્ત' એ ગોશાલક મતનું યુક્તિથી નિરસન કરે છે–
नाक्षीणे संसारेऽपवर्ग: क्षीणे च जन्मपरिग्रह इत्यसत, हेत्वभावेन सदा तदापत्ते । न तीर्थनिकारी हेतुः, अविद्याऽभावेन तत्संभवाभावात, तद्भावे च छद्मस्थास्ते, कुतस्तेषां केवलमपवर्गो वेति ? भावनीयमेतत् ।२६१
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org