SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ આવરણક્ષયથી નિરાવરપણું : પ્રતિપક્ષભાવનાથી તાવઉપલબ્ધિ ૩૧૧ પૂજારી આદિના કારણરૂપ શીતથી વિધ્યમાન અગ્નિના આસેવને રોમાંચ-પૂજારી આદિ વિકાર ક્ષય પામે છે. અને આવરણહેતુરૂપ મિથ્યાદર્શનાદિ સાથે સમ્યગ્દર્શનાદિ ગુણલાપ વિરુદ્ધ હોય છે, એટલે સમ્યગ્ગદર્શનાદિ હેતુથી આવરણને ક્ષય હોય છે એમ સિદ્ધ થયું. એમ કારણવિરુદ્ધ ઉપલબ્ધિ છે કારણથી વિરુદ્ધ હેતુની ઉપલબ્ધિ છે.’ શંકા–વારુ, આવરણક્ષયનું તે અતીન્દ્રિયપણું છે, એટલે આવરણક્ષય થાય છે કે થાય છે, તેની ઉપલબ્ધિ શી રીતે થશે? એટલે તે વડે હેતુની પ્રતિબંધસિદ્ધિ-વ્યાપ્તિ સિદ્ધિ કેમ થશે? તેના નિરાકરણથે કહ્યું–તત્તાનો છે.” પ્રતિપક્ષ –તેના તાનવની ઉપલબ્ધિને લીધે. તે આવરણના તાવની– ભાવનાથી તનુપણાની –ક્ષીણપણાની–દેશયલક્ષણ પ્રત્યયથી તુચ્છભાવનીતાનવ ઉપલબ્ધિ પાતળાપણાની ઉપલબ્ધિ છે, પ્રત્યક્ષ અનુભવથી સિદ્ધિ છે. અને આમ સ્વાનુભવાદિથી સિદ્ધ એવી જ્ઞાનાદિવૃદ્ધિ બીજી કોઈ રીતે ઘટતી નથી (અન્યથા અનુ૫૫ત્તિ) એટલે પ્રતિબંધસિદ્ધિ-વ્યાસિસિદ્ધિ છે. શંકા–આમ પ્રતિપક્ષસેવનાથી તાનવમાત્રની ઉપલબ્ધિ ભલે થતી હો, પણ તેથી સર્વ આવરણને ક્ષય થાય છે એમ નિશ્ચય કેમ થાય? સમાધાન–એમ કહેવું યોગ્ય નથી. કારણકે જે જેના થકી દેશથી ક્ષીયમાણ-ક્ષય પામતું–ક્ષીણ થતું દેખાય છે, તેને તે પ્રકૃષ્ટ અવસ્થાવાળા તે થકી સર્વ ક્ષય પણ સંભવે છે,–ચિકિત્સાથી રોગની જેમ, વાયુથી જલધરની જેમ. જે ચિકિત્સાથી રેગને અંશે અંશે ક્ષય થતે દેખાય છે, તે ઉત્કૃષ્ટ ચિકિત્સાથી રોગને સર્વાશે સર્વથા ક્ષય પણ સંભવે છે. જે વાયરાથી વાદળા છેડે થેડે વિખેરાતા જાય છે, તે ઉત્કૃષ્ટ બળવાન વાયરાથી વાદળા સર્વથા વિખેરાવાને પૂરેપૂરો સંભવ છે. એમ જીવથી અવિભાગીભૂત-અલગ ન પાડી શકાય એવા આવરણને પ્રતિપક્ષસેવનાથી ક્ષય, ચિકિત્સા થકી રેગની જેમ, વાયુ થકી વાદળાની જેમ, અદુષ્ટ છે; એટલે આવરણક્ષય જ ઘટે દુષ્કર છે એવી જે મૂળ શંકા કરી હતી તે યત્કિંચિત છે, એમાં કાંઈ માલ નથી. કર્મ બંધ કોધાદિથી, હણે ક્ષમાદિક તેહ - પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શું સંદેહ?”-– શ્રી આત્મસિદ્ધિ હવે આમ સિદ્ધ થવાથી પ્રકૃતમાં–ચાલુ વાતમાં શું સિદ્ધ થાય છે? તો કે “અને તેના ક્ષયે સર્વજ્ઞાન છે, “તત્સથે જ જ્ઞાન', તે આવરણને ક્ષય થયે સર્વજ્ઞાન–સર્વય " અવબોધ છે. કયા કારણથી? “તસ્વભાવપણુએ કરીને’– આવરણક્ષયે તત્વમવન'–તે જીવને સ્વભાવ જ છે કે આવરણ સર્વજ્ઞાન સર્વજ્ઞાન પ્રતીત થાય. “સુરતે વરાહનિમુલ્ય જ્ઞાનાતિરાચ:' તતસ્વભાવ- –“અને આવરણહાનિથી સમુત્ય જ્ઞાનાતિશય દેખાય છે.” આવરણ– પણાએ કરીને હાનિથી ઉપજેલે, નિદ્રાદિઆવરણના ક્ષયવિશેષથી જન્મેલે જ્ઞાનાતિશય-જ્ઞાનપ્રકર્ષ દેખાય જ છે. અને આને કોઈ અવિષય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy