SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિકટિ પરિશુદ્ધતા વડે વર ધર્મચક કષ-છેદ-તાપ પરીક્ષા ૩૦૧ વારુ, આ કપ-છેદ-તપ-પરીક્ષા તમે કહી, તેનું કંઈક સ્વરૂપ દર્શાવવા કૃપા કરશે? જુઓ આ પ્રકારે—(૧) કણ પરીક્ષા–સોનાને જેમ પ્રથમ તે ઉપર ઉપરથી કટી પત્થર પર કસી જુએ છે, તેમ કેઈ એક ધર્મશાસ્ત્રના કષ-છેદ-તાપ વિધિ-નિષેધ એક ક્ષતને ગોચર અધિકારવાળા છે કે નહિ, તેની પરીક્ષા પરીક્ષા કરવી તે કષ પરીક્ષા છે. દાખલા તરીકે-“પ્રાણવધ આદિક પાપસ્થાને ને જે પ્રતિષેધ અને ધ્યાન–અધ્યયનાદિનો જે વિધિ, તે ધર્મને કષ છે.” (૨) છેદ પરીક્ષા-કદાચ સેનું ઉપર ઉપરથી તે બરાબર હય, પણ અંદરમાં દગો કે સેળભેળ હોય, ઉપરમાં સેનાનો ઢોળ હોય ને અંદર પીત્તળ હોય તે શું ખબર પડે? એટલા માટે એને છેદ (Cross-section) કરવામાં આવે છે, કાપ મૂકવામાં આવે છે, અને એમ કરતાં પિલ હોય તે પકડાઈ જાય છે. તેમ આ ધર્મશાસ્ત્રમાં જે વિધિ-નિષેધ બતાવ્યા છે તેને ગ–ક્ષેમ કરે એવી કિયા એની અંદર કહી છે કે કેમ? આ છે પરીક્ષા છે. અર્થાત્ “જે બાહ્ય અનુષ્ઠાન વડે તે વિધિ-નિષેધ નિયમથી બાધિત ન થાય અને પરિશુદ્ધ સંભવે, તે પુનઃ ધર્મ બાબતમાં છેદ છે.” (૩) તાપ પરીક્ષા–કદાચ એનું ઉપરની બને કસોટીમાંથી પાર ઉતરે, તો પણ તેની પરીક્ષા હજુ પૂર્ણ થતી નથી, કારણ કે ભેળસેળ કરનારા એટલા બધા ચાલાક હોય છે કે સેનાની સાથે અણુએ અણુ બીજી ધાતુ (Alloy) ભેળવી દે છે. આની પરીક્ષા સોનાને તપાવવાથી થાય; અગ્નિતાથી સેનું ગાળવામાં આવે, તે તેની મેલાશની--અશુદ્ધિની ખબર પડે. તેમ પરીક્ષક ચેકસી પણ સર્વ નયનું અવલંબન કરતા વિચારરૂપ પ્રબલ અગ્નિવડે કરીને ધર્મશાસ્ત્રની તાવણી કરે છે, ધર્મશાસ્ત્રને તાવી જુએ છે, અને તેમાં તાત્પર્યની અશુદ્ધિ કે મેલાશ છે કે નહિ તે તપાસે છે. આ તાપ પરીક્ષા છે. દાખલા તરિકે-“બંધાદિને પ્રસાધક એ જે જીવાદિ ભાવવાદ તે અહીં તાપ છે.–એમાંથી (કષ–છેદ-તાપથી) સુપરિશુદ્ધ એ ઘર્મ ધર્મત્વને પામે છે.” આમ કષછેદ–તા૫ વડે ધર્મશાસ્ત્રરૂપ સેનાની પરીક્ષા વિચક્ષણ પુરુ કરે છે. અસ્તુ ! અલ પ્રસંગેન ! હવે “ચતુરન્ત” એટલે ? (૧) નારક-તિર્યંચ-મનુષ્ય–દેવ એ ચાર ગતિને ઉછેદ કરવા વડે કરીને ધર્મ એ ચતુને અંત કરે છે, એટલે તત્તદેતુષાર્ તુરતં– આમ ચતુરન્તના હેતુપણાને લીધે તે “ચતુરન્ત” કહેવાય છે. (૨) સુમિત્તો હિંમત ઘતુરન્તઅથવા ચતુર-ચાર વડે જેમાં અન્ત છે તે ચતુરન્ત, અર્થાત્ દાન–શીલતપ–ભાવના એ ચાર ધર્મો વડે જેમાં અંત-ભવાંત છે તે ચતુરન્ત. આવું ચતુરત ધર્મચક તે ચકે જેવું ચક છે. ચક જેમ શત્રુઓના મસ્તક છેદે છે, તેમ આ ધર્મચક અતિ રૌદ્ર મહામિથ્યાત્વાદિ ભાવશત્રુઓનું ઉચ્છેદન” કરે છે, અને આ ધર્મચક વડે મિથ્યાત્વાદિ ભાવશત્રુઓ ઉદાય જ છે, એ પ્રતીત છે,” લોકોને અનુભવથી સારી પેઠે જાણીતું છે,–“દાનાદિના અભ્યાસથી આગ્રહનિવૃત્તિ આદિની સિદ્ધિને લીધે, અર્થાત્ દાન-શીલ-તપ-ભાવ એ ધર્મના અભ્યાસ થકી આગ્રહ-સૂચ્છ–મમવાદિની નિવૃત્તિ હોય છે, “મહાત્માઓને આ સ્વાનુભવસિદ્ધ છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy