SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મને પ્રકર્ષ યથાખ્યાતચારિત્ર આત્મારૂપ ૨૫ અર્થાત્ તે ધર્મના સ્વઅંગોને સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રને ઉપચય-પુષ્ટિ કરવા વડે કરીને આ ભગવંતે આ ધર્મને સ્વાત્મભાવ પમાડી દીધે, સહજ આત્મસ્વભાવભૂત બનાવી દીધે. અને આમ ધર્મને સ્વાત્મભાવ પમાડી “ ત સ્થરમાર તેના પ્રકર્ષના આત્મરૂપપણુએ કરીને આ ધર્મને પૂરેપૂરો દાન્ત–વશ કરી લીધો. કારણ કે ધર્મને પ્રકર્ષ–ઇલામાં છેલ્લી હદ યથાખ્યાત ચારિત્ર છે અને તે આત્મારૂપ છે, અર્થાત્ જેવું આત્માનું શુદ્ધ સ્વરૂપ ખ્યાત છે–પ્રસિદ્ધ છે, અથવા તે જેવું ચારિત્રનું શુદ્ધ નિષ્કષાય સ્વરૂપ આખ્યાત છે, જ્ઞાનીઓએ ધર્મને પ્રકર્ષ ભાખ્યું છે, તે જ્યાં પ્રગટે છે તે “યથાખ્યાત” ચારિત્ર આત્મારૂપ યથાખ્યાત ચારિત્ર છે. આવું આત્મારૂપ યથાખ્યાત ચારિત્ર જે ચારિત્રધર્મની પરાકાષ્ઠા આત્મારૂપ છે, તેને સ્વાત્મભાવ પમાડી સહજાન્મસ્વરૂપને પામેલા આ ભગવંતે પરિપૂર્ણ ધર્મસારથિપણાને પામ્યા. અથવા આ ધર્મસારથિ ભગવંતે પિતે આત્મારૂપ છે, ને ધર્મના પ્રકર્ષરૂપ આ યથાખ્યાત ચારિત્ર પણ આત્મારૂપ છે, એટલે ધર્મસારથિ જ જ્યાં ધર્મમય તન્મય બને છે, ત્યાં સારથિ અને રથ એવી ઉપમાથે કરેલી કલ્પિત ભેદકલ્પના પણ અદશ્ય થાય છે. આમ ચંદનગંધન્યાયે ધર્મ જેને આત્મામય બની ગયેલ છે વા જેને આત્મા જ ધર્મમય બની ગયેલ છે, એવા આ ભગવંતેએ પરમ નિશ્ચયરૂપ ધર્મને ઉત્કૃષ્ટ દમનગ સાધ્યો છે. એટલે આમ સમ્યક પ્રવર્તન યુગથી માંડી આ દમનગની પરાકાષ્ઠા પર્યતા ભગવંતનું ધર્મ સારથિપણું પૂરેપૂરું ઘટે છે. શુદ્ધ દેવ અવલંબન ભજતાં, પરહરિયે પરભાવ; આતમ ધર્મ રમણ અનુભવતાં, પ્રગટે આતમ ભાવ.”–શ્રી દેવચંદ્રજી ભાવધર્મપ્રાપ્તિનું આદ્ય સ્થાન પણ એમ ધર્મસારથિપણારૂપ પ્રવૃત્તિનું અવધ્ય બીજ છે અને આ અંગે અન્ય દર્શનીઓ પણ સંમત છે એમ દર્શાવી, ભગવંતનું ધર્મસારથિપણું સિદ્ધ કરે છે– १भावधर्माप्तौ हि भवत्येवैतदेवं, तदाद्यस्थानस्याप्येवंप्रवृत्तेरवन्ध्यबीजत्वात्, सुसं. वृतकाञ्चनरत्नकरण्डकप्राप्तितुल्या हि प्रथमधर्मस्थानप्राप्तिरित्यन्यैरप्यभ्युपगमात् । તવ ધર્મ સાથે ધર્મસારથા | ર૩ ૭ ૧૯અર્થ –ભાવઘમની પ્રાપ્તિ થયે ફટપણે આ (ધર્મસારથિપણું) એમ હોય જ છે, –તેના આદ્ય સ્થાનનું પણ એવં પ્રવૃત્તિ થકી અવસ્થબીજાણું છે માટે સુસંસ્કૃત કાંચન-રત્ન કરડીઆની પ્રાપ્તિ તુલ્ય પ્રથમ ધર્મસ્થાન પ્રાપ્તિ છે, એમ અન્યોથી (બૌદ્ધોથી) પણ અભ્યપગમ છે માટે. તેથી એમ ધર્મના સારથિએ તે ધર્મસારથિઓ. / ર૭૧૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy