SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૯ ધમસારથિપણાના પ્રથમહેતુ સમ્યક્ઝવર્તનયોગના સંકલનબદ્ધ અષ્ટ કારણ શરૂઆત જ અવંધ્ય અચૂક હોવાથી સમ્યફ છે એવા સમ્યફ પ્રવર્તન ગવડે આ ધર્મ– સારથિપણું છે. જેમ રથના પ્રવર્તનની મૂળ શરૂઆત જ સમ્યફ સાચી દિશામાં હોય તે તે ઈષ્ટ સ્થાને પહોંચાડવા માટે અચૂક અવંધ્ય થઈ પડે છે, તેમ આ ધર્મરથનું પ્રવર્તનમૂળ પ્રારંભ જ સમ્યફ સાચી દિશામાં હોય તે તે ઈષ્ટ ધ્યેય પ્રત્યે પહોંચાડવા માટે અવંધ્ય અચૂક કારણ થઈ પડે છે. આ સમ્યફ પ્રવર્તનગ કેવી રીતે હોય? તે માટે કહ્યું-vfvRાત' પરિપાક અપેક્ષણને લીધે–પ્રકર્ષ પર્યતરૂપ પરિપાકની અપેક્ષા રાખવાથી, એટલે કે છેવટની પરાકાષ્ઠારૂપ દશાને સાધ્યપણે આશ્રય કરવાથી. રથ સમ્યક પરિક્ષા ચલાવવા ઈચ્છનાર સારથિ પિતાને છેવટે કયે સ્થળે પહોંચવું છે, અપેક્ષણ: તે ઇષ્ટ સ્થાનને (goal) નિશ્ચયસાધ્યપણે નિરંતર લક્ષમાં રાખી, છેવટને તેને અનુલક્ષીને જ રથ ચલાવવા માંડે, તે જ તેનું સમ્યક્ પ્રવર્તન નિશ્ચય લક્ષ્ય હેય; અને આમ રથના પ્રવર્તાનની મૂળ શરૂઆત જ છેવટના ઈષ્ટ સ્થાનને અનુલક્ષી સમ્યફ સાચી દિશામાં હોય તે તે ઈષ્ટ સ્થાને પહોંચાડવા માટે અચૂક અવંધ્ય થઈ પડે. તેમ ધર્મ રથ ચલાવનાર પણ ધર્મના પરિપાકને -છેવટની દશારૂપ પ્રકર્ષને નિશ્ચયસાધ્યપણે નિરંતર લક્ષમાં રાખી તેને અનુલક્ષીને જ ધર્મરથ ચલાવવાને પ્રારંભ કરે, તે જ સમ્યક્ પ્રવર્તન હોય; અને આમ ધર્મરથનું પ્રવર્તન-મૂળ પ્રારંભ જ છેવટની દશારૂપ ધર્મ પરિપાકને અનુલક્ષીને સમ્યફ સાચી દિશામાં હોય તે તે ઈષ્ટ ધ્યેય પ્રત્યે પોંચાડવા માટે અવંધ્ય અચૂક કારણ થઈ પડે. આથી ઉલટું નિશ્ચયરૂપ ઈષ્ટ અંતિમ સ્થાનની અપેક્ષા વિના રથ ચલાવવાની ચેષ્ટા કરે, તે તે પ્રવર્તન સમ્યફ નથી. તેમ નિશ્ચયસાધ્યરૂપ ધર્મપરિપાકની-શુદ્ધ આત્મસ્વભાવરૂપ છેવટની દશાની અપેક્ષા વિના ધમરથનું પ્રવર્તન તે સમ્યફ નથી. કારણ કે ઈષ્ટ સાધ્ય ભણું એક ડગલું પણ ચાલે તે ઈષ્ટની નિકટ આવે, પણ ઈષ્ટ સાધ્યથી વિમુખ લાખ ગાઉ ચાલે તે ઈષ્ટ દૂર ને દૂર ભાગતું જાય. માટે સમ્યક્ પ્રવર્તનને વેગ પરિપાકરૂપ નિશ્ચય સાધ્યની અપેક્ષા રાખવા થકી જ હોય છે એમ સિદ્ધ થયું. શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિમાં કોકીર્ણ વચનામૃત કહ્યું છે તેમ “નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સેય.અને ભગવંતને તે તેવે સમ્યક્ પ્રવર્તન યેગ પરિપાક અપેક્ષણને લીધે હોય જ છે. તેઓને આ પરિપાક અપેક્ષણ પણ શાને લીધે છે? તે કે “પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિને લીધે પ્રજાતિ :–અર્થિત્વગર્ભવાળી પ્રવૃત્તિ જેનું ફલ છે તે પ્રવર્તક જ્ઞાનના હોવાપણાને લીધે, પ્રદર્શક આદિ અન્ય જ્ઞાન થકી પ્રવૃત્તિને આત્માર્થરૂપ અયોગ છે, માટે. અર્થાત્ શ્રી આત્મસિદ્ધિના સુભાષિત પ્રમાણે “કામ પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિ એક આત્માર્થનું, બીજો નહિં મનરોગ” એમ આત્માર્થનું જ અર્થિવ મુખ્ય પ્રજનભૂત ઈચ્છવાપણું જેમાં છે એવી પ્રવૃત્તિમાં જે પ્રવર્તાવે છે તે પ્રવર્તક જ્ઞાન કહેવાય છે. પણ તેનાથી અન્ય એવું જે આત્માર્થના અર્થિવ ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy