________________
૨૮૪
લલિત વિસ્તર: (૨૨) “જર્મના જ્ઞ: પદ વ્યાખ્યાન હિતા: એમ એ જ પ્રકારે આ ધર્મસ્વામી ભગવંતે તે ધર્મના વિઘાતથી રહિત છે. વિઘાત એટલે અંતરાય, પ્રત્યવાય, આવરણ, ખંડિતપણું, વ્યાબાધા. એટલે આ ભગવંત તે ધર્મના અંતરાયથી, પ્રત્યવાયથી, આવરણથી, ખંડિતતાથી, વ્યાબાધથી, વિઘાતથી રહિત છે, અવ્યાબાધ છે.
તેમાં અંતરાય-પ્રત્યવાયરૂપ વિઘાત ભગવંતને કેમ નથી? તે દર્શાવતું પ્રથમ પ્રતિ હેતુ કો–(૧) શRugvળવજ્ઞસ્વાત-અવધ્ય પુષ્યબીજાણુને લીધે-એઓનું આ
સ્વાશ્રયથી (પાઠાંતરઃ સ્વાશયથી) પુષ્ટ છે.” અર્થાત્ અવંધ્ય એટલે ધર્મવિઘાતઅભાવરૂપ અચૂક, નિષ્ફળ-ખાલી ન જાય એવા અમેઘ ફલદાયિ પુણ્ય બીજના
ચોથા મૂળ હેતુના અવિકલ ફલરૂપ આ ધર્મ છે. એટલે આ પુણ્યબીજ અવધ્ય છે. ચારે ઉત્તર હેતુ કારણ કે તે સ્વાશ્રયથી (સ્વાશયથી) પુષ્ટ છે. સુઆશ્રયમાં-સારા
આશ્રયસ્થાનમાં એટલે કે સુગ્ય ફળદ્રુપ ભૂમિમાં વિધિથી વાવેલું બીજ જેમ અવંધ્ય હોય, અચૂક ફલ આપે જ; તેમ આ ભગવંતના સ્વાશયરૂપ સ્વાશ્રયમાં એટલે કે શુભાશયરૂપ ચિત્તભૂમિમાં વાવેલું પુણ્યબીજ એવું અવધ્ય છે કે તે ઉત્તરોત્તર પુણ્યાનુબંધી પુણ્યને અનુબંધ સાધી અવિકલ શુદ્ધ ધર્મરૂપ સતફલ આપે જ છે. આમ અવંધ્ય પુણ્યબીજ પણાને લીધે ધર્મપ્રાપ્તિમાં અંતરાય-પ્રત્યવાયરૂપ વિઘાતથી રહિત આ ભગવંત છે.
હવે કઈ ઝાંખું પાડી દે એવું ચઢીયાતું હોય, તે તેથી આવરણરૂપ-કંકાઈ જવારૂપ (Over-shadowing ) વિધાત ઉપજે, પણ તે આવરણરૂપ વિઘાત પણ ભગવંતને નથી, તે દર્શાવતે બીજે પ્રતિ હેતુ કહ્યો-“તથા અધિવાનુv —અધિકની અનુપત્તિને લીધે,-આનાથી અધિક પુણ્ય નથી.” આ ભગવંતનું પુણ્ય પરમોત્તમ છે, એટલે આનાથી કોઈ અધિક–ચઢીયાતું પુણ્ય નથી, કે જેથી ખેને તે ઢંકાઈ જાય કે ઝંખું પડી જાય. આમ પુણ્ય-ધર્મ બાબત ભગવંતથી અધિક–ચઢીયાતું કઈ પણ પુણ્ય ઘટતું નથી, એટલે તેથી ઝાંખપ લાગવારૂપ કે ઢંકાઈ જવારૂપ ( Eclipse ) વિઘાત આ ભગવંતેને સંભવ નથી.
હવે કદાચ તે પુણ્યના પ્રતિપક્ષ-પાથી પણ વિઘાત-ખંડિતપણું સંભવે તેને નિષેધ કરતે ત્રીજે પ્રતિહતુ કહ્યો–(૩) “પર્ધ પક્ષમાવાત- એમ પાપક્ષયભાવને લીધે–આ (પાપ) નિબ્ધ છે.” આ ભગવંતને જ્ઞાનાવરણાદિ સર્વ પાપ નિષ્પ છે, સર્વથા બળી ગયેલ છે, ભસ્મીભૂત થયેલ છે, એટલે પાપક્ષયના ભાવથી–હોવાપણાથી ભગવંતને પાપને અભાવ છે. અને આમ ધર્મનું ખંડિતપણું–વિઘાત કરનારા આ પાપના અભાવે આ ભગવંતને ધર્મ વિઘાતરહિત, અખંડ, અવ્યાબાધ છે.
આમ કોઈ પણ કારણે ભગવંતના ધર્મમાં વિદ્યાતને સંભવ નથી, ત્યારે કઈ કહેશે કે–વિના હેતુએ વિઘાત કેમ ન હોય? તેના નિવારણથે ચોથે પ્રતિહતુ કહ્ય–(૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org