________________
અથાવ તીર્થની ઉત્પત્તિને વૃત્તાંત
૨૭૯ વિવચન ધરમ ધરમ કરતે સહુ જગ ફિરે, ધર્મ ન જાણે છે મર્મ, જિસર! ધર્મ જિનેસર ચરણ રહ્યા પછી, કેઈ ન બાંધે છે કર્મ...જિણેસર !..
– શ્રી આનંદઘનજી હવે ભગવંતના ધર્મસ્વામીપણા અંગે તેની ઉત્તમ પ્રાપ્તિરૂપ બીજા મૂળ હેતુનું ચાર ઉત્તર હેતુ દર્શાવી ભાવન કરે છે–અને એમ ભગવંત તેની ઉત્તમ પ્રાપ્તિવાળા છે.”
તે સર્વજ્ઞ વચન સાંભળીને જિતશત્રુ ભૂપતિ બોલ્યો—હે ભગવન! કૌતુકથી આકલિત ચિત્તવાળે હું તુરંગને વૃત્તાન્ત જાણવા ઈચ્છું છું. તેમ જ વળી–હે ભગવન્! હું આ અશ્વરત્ન પર આરોહી તમારા ચરણકમલને અભિનંદવાને ચાલે; ત્રિકતિલક તુલ્ય સમવસરણ વિકી તરંગમ પરથી ઉતર્યો, પદથી જ આવવાને પ્રવૃત્ત થયો. તેટલામાં સકલ જંતુજાતને ચિત્તાનંદદાયિની, સજલ જલદના નાદ સમી ગંભીર, ગંભીર ભવધિમાં નૌકાઉપમારૂપ એવી ભગવંતની દેશના સાંભળી, આનંદજલથી જેનું પવિત્ર નેત્રપાત્ર તરબળ હતું, કર્ણયુગલને જેણે નિશ્ચય કર્યું હતું, જેના રામકૂપ (રોમાંચ) સમુલ્લસિત થયા હતા, એવો આ અશ્વ મેકલિત ( અર્ધ બીડેલ ) ચક્ષુએ ક્ષણમાત્ર અવસ્થિત રહ્યો. તે પછી પુનઃ ધર્મશ્રવણમાં જેણે ઉપયોગ અર્યો હતો એવો તે સમવસરણના તેરણું સમીપે આવ્યો; અને ત્યાં અપૂર્વ પ્રમોદર અનુભવ તે ભૂમિ પર બને જાનુ (ગોઠણ ) મૂકી, સકલ અશુદ્ધ કલિમલ ગળી રહે તે, જાણે નિજ માનસની વિશદ વાસના કથતે હેય, એમ શિરથી ભગવંતને અભિવન્દી, તથાસ્થિત જ બેસવા લાગ્યો. એટલે તે એવા પ્રકારનું અશ્વવિલસિત વિકી વિસ્મિત થયેલ હું, કદી પણ અદષ્ટપૂર્વ આશ્ચર્યથી પૂરાતા માનસે, ભગવંતની સમીપે આવ્યો. તેથી મિથ્યાત્વને ભથિત કરનારા ભગવાન આ શું? તે કથ.
ભગવંતે કહ્યું–હે સૌમ્ય ! સાંભળ !
સમસ્ત મેદિનીની પદ્યાનું (લમીનું) સદ્મભુત પદ્મિનીટ નામનું નગર છે. ત્ય-જેણે જિન ધર્મ અભ્યસ્ત કર્યો છે, એ “જિનધર્મ' નામનો શ્રીસંચયને સમાય એવો શ્રેષ્ઠ શ્રેષ્ઠી વસે છે. તથા બીજો “સાગરદત્ત' નામને- પુષ્કળ ધનનિધાન નિખિલ જનપ્રધાન એ જિનધમ શ્રાવકને પરમ મિત્ર, દીન-અનાથાદિ પ્રત્યે દયાદાનપરાયણ શ્રેષ્ઠી તે જ પુરમાં વસે છે; અને તે પ્રતિદિન જિનધર્મ શ્રાવક સાથે જિનાલયે જાય છે, પંચ પ્રકારના આચારધારી શ્રમણોને પર્યું પાસે છે. એક દિવસ તેમના ચરણ સમીપે ધર્મ સાંભળતાં તેણે આ ગાથા સાંભળી. જેમકે
" जो कारवेइ पदिम, जिणाण जियरागदोसमोहाणं ।
सो पावइ अन्नभवे, भवमहणं धम्मवररयणं ॥" (અર્થાત ) જે રાગ-દ્વેષ-મહિને જીતનારા એવા જિનેની પ્રતિમા કરાવે, તે અન્ય ભવમાં ભવનું મથન કરનાર ધર્મવરરત્ન પામે.
અને એણે આને ભાવાર્થ જાણે, ભવિતવ્યતાના નિયોગથી ચિત્તમાં સમાપિત કર્યો, પરમાર્થબુદ્ધિથી ગૃહીત કર્યો, સ્વઅભિપ્રાય શ્રાવકને નિવેદિત કર્યો; તેણે પણ તેના અભિપ્રાયની પુષ્ટિ કરી. તે પછી તેણે સકલકલ્યાણકારિણી એવી કલ્યાણમયી (સુવર્ણમયી) જિનપતિપ્રતિમા કરાવી અને તે મોટા વિભવથી પ્રતિષ્ઠાપિત કરાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org