SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ २७८ લલિત વિસ્તરા : (૧૫) “ધર્મનાથગ્ર: પદ વ્યાખ્યાન તથા પરાર્થસંપાદનથી,-સાર્થકરણશીલતા વડે કરીને; (૩) એમ હનમાં પણ પ્રવૃત્તિ થકી–અબાધાથે ગમનના શ્રવણને લીધે; (૪) તથા તથાભવ્યત્વ યુગથી,-એએનું આ (તથાભવ્યત્વ) અતિ ઉદાર છે.૪૦ vજ્ઞા – શ્વઘોષાય મનાવરાત ૩૨૪-અશ્વના, તુરંગમના, જોધા –ાથે, સંબંધાર્થે, ભગવત શ્રીમદ્ મુનિસુવ્રત સ્વામીના શુકચ્છ (ભરૂચ) મનવજાતગમનના શ્રવણને લીધે. તે આ પ્રકારે ભગવાન -ભુવનજનને આનંદ ઉપજાવનારા, દુઃસહ પ્રતાપથી જેણે સમસ્ત રાત્રે અમિત્રોને પરિભૂત કર્યા છે એવા ' નામ ભૂપાલના કુલકમલ ખંડના મંડનરૂપ અમલ રાજહંસ ભુવનત્રયથી અભિનંદિત પદ્માના પદરૂપ પદ્માવતી દેવીની દિવ્ય ઉદર શક્તિના મુક્તાફલ સમા–એવા શ્રી મુનિસુવ્રત તીર્થનાથ, જેણે મગધમંડલના મંડનરૂપ રાજગૃહપુરનું પ્રાય રાજ્ય પરિપાલિત કર્યું હતું; સારસ્વતાદિ વૃન્દારક (દેવ) વૃન્દથી જેને દીક્ષા અવસર અભિનંદિત હતો; તે કાળે મળેલા સમગ્ર ઈન્દ્રગણથી જેને ઉદાર પૂજોપચાર વિરચિત હતું; તેમણે બંદિખાના જેવા સંસારમાંથી નિઃસારનારી પ્રવજ્યા ગ્રહણ કરી. તે પછી પવનવત અપ્રતિબદ્ધતાથી ભૂતલને નિજ ચરણકમલ ધૂલિપાતથી પૂત કરતાં કેટલાક કાળ છદ્મસ્થપગે વિહરી, તેમણે તી શકલધ્યાન કુઠારધારાના વ્યાપારથી દુરન્ત મહતની મૂલજાલ છેદી ન સકલાલભાવિ ભાવોના સ્વભાવના અવભાસનમાં પટિષ્ઠ (પરમ પટુ-નિપુણ) એવું કેવલજ્ઞાન ઉપજાવ્યું. અને આસન ચલનાનત્તર ભગવંતને જ્ઞાન સત્પન્ન થયેલ જાણીને, ભક્તિભરનિર્ભર નિખિલ સુરપતિઓ સમવસરણાદિ રમણીય પૂજા કરી, પર્યાયથી યથાસ્થાને બેસી, ભગવંતને પર્યુંપાસવા લાગ્યા. અને ભવ્ય સંતાનરૂપ શિખિમંડલને (મેરને) ઉલ્લાસન-સ્વભાવવાળા, ભાસુર અભિનવ અંજનકુંજ જેવી કાયાવાળા, કષાય-ગ્રીષ્મસમયથી સંતપ્ત પ્રાણીઓનો સંતાપ દૂર કરવામાં દક્ષ, અંધકારને વિશિપ્ત કરતી ભામંડલરૂપ વિતલતાથી અલંકૃત, સ્કુરાયમાન થતા ધર્મચક્રના કાંતિકલાપથી નભેભૂષણરૂપ ઈદ્ર-ધનુષ્યને આડંબર ઉત્પાદિત કરતા, સૌધર્મ–ઈશાન સુરપતિના કર પલ્લવથી પ્રેરાતા ધવલ ચામરોને ઉપનિપાતથી બલાકાપંક્તિથી ઉપજતી શેભાને પ્રાપ્ત થયેલા, એવા ભગવાન, સનીર નીરદની (મેવની ) જેમ, સકલ સરને સાધારણ એવી સદ્ધર્મદેશનારૂપ નીરધારાઓ વડે નિઃશેષ પ્રાણિઓના હદય–ભૂપ્રદેશને સ્વસ્થ કરતા હવા. પછી તીર્થ પ્રવૃત્ત થયે અન્યદા ભાનુમાન (સૂર્ય) જેમ ભગવાન્ ભવ્ય-પદ્માકરોને પ્રબોધ કરતા સતા, દક્ષિણાપથને મુખમંડનરૂપ ભૃગુકચ્છ (પાઠાંતર : ભરુક૭) નામના નગરે ગયા અને ત્યાં પૂર્વોત્તર દિગુભાગવાળા (ઈશાન ખૂણામાં) કરિપ્ટક નામના ઉદ્યાનમાં સમવસર્યા. આ અંતરે નિજ પરિજન પાસેથી જિનનું આગમન સાંભળી જેનું મન આનંદનિર્ભર થયું હતું એ તે નગરને નાયક જિતશત્ર નામ નરપતિ, જાત્ય તુરંગમ (અ) પર સમારેલી, મનુજસમૂહથી અનુસરત સત, જગદ્ગુરુના ચરણાવિન્દવન્દનાર્થે આવે; સકલ કમલાનું નિકેતન એવા જિનપતિ પદકમલને પ્રણિપાત કરી, અંજલિ જોડી તે ભગવંતના ચરણ સમીપે બેઠે; કર્ણામૃતૃભૂત ભગવદેશના સભ્યપણે સાંભળી. તે પછી જાણતાં છતાં જનબેધનાથે પરમ ગુરુના ગણધરે વિનયપૂર્વક પ્રણમીને પૂછયું કે-હે ભગવન ! આ મનુષ્ય-અમર-તિયચકુલથી સંકુલ પર્ષદામાં અપૂર્વ એવા કેટલા ભવ્યજંતુઓએ સમ્યક્ત્વ અપગત કર્યું? સંસાર સાગર પરિત કર્યો ? આત્માને નિવૃતિસુખનો પાત્ર કર્યો ? એટલે પછી કંદ સમા કાંતિ દન્તની દીપ્તિથી નભેગણને ઉદ્યોતિત કરતા જગન્નાથ વદ્યા કેહે સૌમ્ય! સાંભળ! તુરંગરત્ન સિવાય બીજા કેઈએ પણ નહિં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy