SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય સદ્દગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય. ઉપાદાનનું નામ લઈ જે એ ત્યજે નિમિત્ત, પામે નહિં સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત.”– શ્રી આત્મસિદ્ધિ, આવા પ્રબલ નિમિત્ત અવલંબન વિના સીધેસીધું (Directly) સ્વરૂપશ્રેણીએ ચઢવું અતિ અતિ દુષ્કર છે; પણ જેને પ્રગટ આત્મસ્વરૂપ પ્રગટ્યું છે એવા સાક્ષ – સહજાન્મસ્વરૂપી અહંત-સિદ્ધ ભગવાનના ધ્યાનાલંબનથી તે શ્રેણીએ ચઢવું સુગમ થઈ પડે છે. કારણકે શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે તેમ “ભગવાનના સ્વરૂપનું ચિતન કરવું તે પરમાર્થદષ્ટિવાનું પુરુષને ગૌણતાથી સ્વરૂપનું જ ચિંતવન છે, જિનની પૂજા તે આત્મસ્વરૂપનું જ પૂજન છે.” શ્રી દેવચંદ્રસ્વામીએ પણ કહ્યું છે કે – જિનવર પૂજા રે તે નિજ પૂજના છે” કઈ કહેશે કે આ નિમિત્તનું શું કામ છે? આપણે તે સીધા ઉપાદાન આત્માને જ વળગીએ, માત્ર અધ્યાત્મસ્વરૂપનું જ ચિંતવન કરીએ, પણ આ તેમનું માનવું ભૂલભરેલું છે. કારણકે આલંબન વિનાનું તેવું અધ્યાત્મ સ્વરૂપ ચિંતવન તે અતિ શુષ્ક અધ્યાત્મના ઉચ્ચ અપ્રમત્ત દશાને પામેલા ઉત્તમ અધિકારીઓ માટે છે. પણ ભયસ્થાન તેવી તથારૂપ ઉચ્ચ અધિકાર દશા વિના સમયસાર-વેદાંત આદિ જેવા અધ્યાત્મશાસ્ત્રો સ્વમતિકલ્પનાએ વાંચી, ઉપાદાનના નામે માત્ર અધ્યાત્મસ્વરૂપ ચિંતવનની વાત કરવામાં અનેક દેષરૂપ ભયસ્થાને રહેલા છે, જેમકેકવચિત્ તેથી જીવને વ્યામોહ ઉપજે છે. પિતાની તેવી આત્મદશા થઈ નહિં છતાં, પિતાની તેવી દશાની કલ્પનારૂપ બ્રાંતિ ઉપજે છે. “અહં બ્રહ્માસ્મિ'ને બદલે માસિમ થઈ જાય છે! કવચિત્ ભક્તિરસની આદ્રતાના અભાવે શુષ્કતા આવી જાય છે, શુષ્કઅધ્યાત્મીપણું થાય છે. બંધ-મક્ષ તે કલ્પના છે એમ વાણીમાં બેલે છે, પણ પિતે તે મહાવેશમાં વર્તે છે, એવું શુષ્કજ્ઞાનીપણું ઉપજે છે, અને તેથી સ્વછંદાચારપણું હોય છે, અથવા જ્ઞાનના અજીર્ણરૂપ -અપરિણમનરૂપ ઉન્મત્ત પ્રલાપ થાય છે. અંતરૂને મેહ છૂટ્યો નથી, “સકલ જગતુ તે એડવત્ અથવા સ્વપ્ન સમાન' જાણ્યું નથી, અને એવી અમેહરૂપ જ્ઞાનદશા ઉ૫જી નથી, છતાં ઉન્મત્તની જેમ “વાચા જ્ઞાન” દાખવે છે કે “હમ તે જ્ઞાની હિં, બધેલા જ નહિં તે મુક્ત કૈસે હવે?” તેમજ કૃત્રિમતા, દાંભિકતાદિ દેવ પણ ઉપજે છે. ઈત્યાદિ પ્રકારે અનેક દેષની ઉ૫પત્તિ, એકલા નિરાલંબન અધ્યાત્મ ચિંતનમાં સંભવે છે. પણ ભગવાન ભક્તિના આલંબનથી તેવા કેઈ પણ દેશની સંભાવના નથી હતી, અને આત્મા સવાભાવિક એવી અધ્યાત્મ ગુણશ્રેણીએ આરહણ કરતે જાય છે. વળી માત્ર એકલું અધ્યાત્મસ્વરૂ૫ ચિંતવન જીવને વ્યામોહ ઉપજાવે છે ઘણા અને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા છાચારિપણું ઉત્પન્ન કરે છે, અથવા ઉન્મત્તપ્રલા૫દશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સવરૂપના થાનાલંબનથી ભક્તિપ્રધાન દષ્ટિ થાય છે, અને અખાત્મદષ્ટિ ગણ થાય છે. જેથી શુષ્કતા, વેચ્છાચારપણું અને ઉન્મત્તલાપતા થતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy