________________
ઉપાદાન અને નિમિત્ત
કેટલાક લાકો સમજ્યા વિના ઉપાદાનની વાતા કર્યાં કરે છે, અને જાણ્યે અજાણ્યે નિમિત્તની એકાંતે ગોણુતા ગણી તેને અપલાપ-નિદ્ભવ કરે છે, તે તેમની અણુસમજરૂપ મિથ્યા ભ્રાંતિના દોષ છે. કારણ કે ઉપાદાન અને નિમિત્ત એ કાંઈ પરસ્પર વિરોધી નથી, કે પ્રતિપક્ષી નથી, પણ અવિરુદ્ધ સહકારી અને સહયેાગી છે. ઉપાદાનની જાગૃતિ અને શુદ્ધિ તા અવશ્ય કર્ત્તવ્ય છે, અને શુદ્ધ નિમિત્તના સેવનના ઉદ્દેશ-લક્ષ્ય પણ તે જ છે. પશુ ઉપાદાનની શુદ્ધિ-જાપ્રતિ અર્થે, ઉપાદાનને ઉપાદાનકારણપણે પ્રગટાવવા અર્થે પશુ જિનભક્તિ આદિ પરમ ઉપકારી નિમિત્ત કારણના અવલ`ખનની અનિવાર્ય આવશ્યક્તા છે, એ આ મહાનુભાવા ભૂલી જાય છે. પ્રભુસેવા એ ઉપાદાનને ઉપાદાનકારણપણે પ્રગટાવવા પુષ્ટ આલબન-પુષ્ટ નિમિત્ત છે. શાસ્ત્રકારોએ તા પેકારી પોકારીને કહ્યું છે કે-સમતા અમૃતની ખાણુ એવા જિનરાજ જ પરમ નિમિત્ત હેતુ છે, અને તેના અવલ બને જ નિયમા * સિદ્ધિ હોય છે. ભક્તશિરામણ દેવચદ્રજીએ અપૂર્વ ભાવથી ગાયું છે કે—
પુષ્ટ આલમન– પુષ્ટ નિમિત્ત પ્રભુ
“ ઉપાદાન આત્મા સહી રે, પુષ્ટાલંબન દેવ..જિનવર પૂજો !
ઉપાદાન કારણપણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ....જિનવર પૂત્તે !
66
નિમિત્ત હતુ જિનર જ, સમતા અમ્રુત ખાણી;
પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમા એહુ વખાણી....પશુમા શ્રી અમરનાથ.”
દાખલા તરીકે-ઘડા બનાવવામાં માટી છે તે ઉપાદાન છે, પણ દડ-ચક્ર વગેરે નિમિત્ત ન મળે તા તે એની મેળે ઉપાદાનકારણપણે પરિણમે નહિં અને માટીમાંથી ઘડી કદી બને નહિં તેમ જીવના નિજ સત્તામત ધર્મ તે ઉપાદાન છે. નિજ સત્તાએ સર્વ જીવ સિદ્ધ સમા છે, પણ તે શક્તિથી છે. ઉપાદાનની વ્યક્તિ માટે પ્રગટપણા માટે અર્થાત્ ઉપાદાન ઉપાદાન– કારણપણે પરિણમે તે માટે તેા નિમિત્ત કારણની અવશ્ય જરૂર છે. જેનાંમાં શુદ્ધ આત્મારૂપ ઉપાદાન પ્રગટયુ છે, એવા જિન ભગવાનરૂપ પુષ્ટ નિમિત્ત કારણુ વિધિપૂર્વક ન સેવે તે અનંતકાળે પણ કદી સિદ્ધિ થાય નહિ, ઉપાદાન પ્રગટે નહિ; તેમ જ ઉપાદાનનું દુર્લક્ષ્ય કરી માત્ર નિમિત્ત સેન્યાથી પણ કાસિદ્ધિ થાય નહિં. મન્નેના સહકારથી જ – સહયાગથી જ સિદ્ધિ નીપજે, પણ ઉપાદાનનું નામ લઈ જે એ નિમિત્ત છેાડી દીએ, તેએ સિદ્ધિ પામતા નથી ને ભ્રાંતિમાં ભૂલા ભમે છે. આ અચલ સિદ્ધાંત જ્ઞાની પુરુષોએ કહ્યો છે. સદ્ગુરુની આજ્ઞા, જિનદશા એ આદિ નિમિત્ત કારણુ છે, તે સેવ્યા વિના આત્મજાગૃતિ આવે નહિં, આ મશે પરમતત્ત્વષ્ટા શ્રીમદ્ રાજ ચંદ્રજીના ટકાટ્કીશું વચનામૃત છે કે~~
11
ઉપાદાન અને નિમિત્ત ના સહુકાર સહયોગ
Jain Education International
–શ્રી દેવચ`દ્રજી.
For Private & Personal Use Only
www.jainelibrary.org