________________
દષ્ટિસમુખ રાખી પિતાની કલાકૃતિ ઘડે છે તેમ મુમુક્ષ આત્મા પ્રતિસ્થાનીય પ્રતિષ્ઠદસ્થાનીય-આદર્શરૂપ પ્રભુને નિરંતર દષ્ટિ સન્મુખ રાખી નિજ (આદર્શરૂપ) પ્રભુ આત્મસ્વરૂપની પૂર્ણકલામય ઘટના કરે છે, “દર્પણ જિમ અવિકાર”
પ્રભુના રૂપદર્પણમાં નિજ સ્વરૂપનું દર્શન કરે છે. “પ્રતિદે પ્રતિઈદે જિનરાજના હેજી, કરતાં સાધક ભાવ દેવચંદ્ર દેવચંદ્ર પદ અનુભવે હે, શુદ્ધાતમ પ્રાગભાવ....નમિપ્રભ.”
– શ્રી દેવચંદ્રજી. એટલે સ્વરૂપ દર્શનના કામી એવા મુમુક્ષુ જીવે તે ભગવાનનું આરાધન–સેવન કરવા તત્પર થવું તે પિતાના જ આત્મકલ્યાણની–આત્મહિતની વાત છે. એથી કરીને સૌથી પ્રથમ તે ભગવાનનું સેવન કરવા આત્માર્થી મુમુક્ષુએ સર્વાત્માથી પ્રવર્તવું જાઈએ.
“સ્વરૂપઆકાંક્ષી મહાત્માઓએ એમ જિન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપ પ્રાપ્તિને હેતુ જાય છે. ક્ષીણ ગુણસ્થાનક પર્યત તે સ્વરૂપચિંતવના જીવને પ્રબળ અવલંબન છે.”-શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬૯૩.
સ્વરૂપસિદ્ધ જિન ભગવાનને ભજે કે સિદ્ધ ભગવાનને ભજે તે બન્ને એક જ છે. માત્ર ફરક એટલે જ છે કે જિન-અહંત ભગવાન સગી સિદ્ધ છે, દેહધારી સિદ્ધ
આત્મા છે, દેહ છતાં દેહાતીત દશાએ વિચરનારા સાકાર સજીવન અહત અને સિદ્ધની મૂર્તિ છે, સદેહમુક્ત-જીવન્મુક્ત છે, અને સિદ્ધ ભગવાન અગી ઉપાસના સિદ્ધ છે, દેહરહિત સિદ્ધ આત્મા છે, નિરાકાર શુદ્ધ ચૈતન્યમૂર્તિ છે,
વિદેહમુક્ત છે ઘાતી-અઘાતી અને પ્રકારના કર્મને ક્ષય થયે હોવાથી સિદ્ધ ભગવાન સર્વથા કર્મરહિત છે, અને માત્ર વેદનીયઆદિ ચાર અઘાતિ કર્મના હેવાપણાને લીધે જિન ભગવાનને દેહધારી પણું અને પૂર્વ પ્રારબ્ધાનુસાર વિચરવાપણું છે. પણ ઘાતિ કર્મને સર્વથા ક્ષય બન્નેને સમાન હવાથી, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય–એ અનંત ચતુષ્યને આવિર્ભાવ બન્નેમાં સમાન છે, બન્નેનું સ્વરૂપમાણપણું એક સરખું છે, બન્નેનું સહજત્મસ્વરૂપે સુસ્થિતપણું તુલ્ય છે. એટલે સહજ સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપને પામેલા સિદ્ધ ભગવાન કે અહત ભગવાનની ઉપાસનાથી આત્મા સ્વરૂપલયને પામી શકે છે. માટે તે બનેની ઉપાસના સ્વરૂપજિજ્ઞાસુ પુરુષ એ કર્તવ્ય છે. મહર્ષિ કુંદકુંદાચાર્યજીએ શ્રી પ્રવચનસારમાં કહ્યું છે કે – જે ભગવાન અહંતનું સ્વરૂપ દ્રવ્ય ગુણ અને પર્યાયથી જાણે, તે પિતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેને નિશ્ચય કરીને મોહ નાશ પામે.
“જો જ્ઞાન સf parળrt T.
તો ઝાળ; નિજ મg, મોઘ હજુ નાથ તરસ છ ” શ્રી પ્રવચનસાર. શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યય ધ્યાને, શિવ દીએ પ્રભુ સપરાણે રે.”– શ્રી યશોવિજયજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org