________________
૨૫૨
લલિત વિસ્તરા (૧૯) “ષ્યિઃ ' મંદ વ્યાખ્યાને આવતાં ઉપજે છે તે. અને આ ગ્રંથિને ભેદ પણ એ હોય છે કે તેનું પુનઃ તેવા પ્રકારે હેવાપણું હોતું નથી. તે એકવાર ડ્યૂટી એટલે બસ ડ્યૂટી! ખલાસ! તે ફરીને તેવા સ્વરૂપમાં પાછી ઉભી થવા પામે જ નહિં, સંધાય જ નહિં, તેનું નામ ભેદ છે; કારણ કે તે ગ્રંથિભેદ થયા પછી તીવ્ર કષાયાદિને ઉદય હેતું નથી. અને આ ગ્રંથિભેદ સદાય કલ્યાણને-નિર્વાણને હેતુ થાય છે. જેમ જન્માંધ પુરુષને શુભ પુણ્યને ઉદય થતાં ચક્ષુને લાભ થયે સદુદર્શન થાય છે (બરાબર દેખાય છે), તેમ જ આને ગ્રંથિને ભેદ થતાં સદર્શન–સમ્યગ્રદર્શન થાય છે, એટલે વસ્તુનું યથાર્થ સ્વરૂપ દેખાય છે.
સમ્યગ્રદર્શન—આમ ગ્રંથિભેદના ફળ–પરિણામરૂપે સમ્યગદર્શન ઉપજે છે. તત્ત્વાર્થનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. જીવ, અજીર, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્વ છે. તેના ભૂતાર્થનું–પરમાર્થનું શ્રદ્ધાન થવું, શ્રદ્ધાન ઉપજવી, પ્રતીતિ થવી તે સમ્યગદર્શન છે. “આ નવ તસ્વરૂપ અનેક વર્ણની માળામાં એક આત્મતત્વરૂપ સુવર્ણસૂત્ર–સોનાને દેરે પરેવાયેલે છે, ચિરકાળથી છૂપાઈને રહેલે છે, તેને ખેળી કાઢી સમ્યગદષ્ટિ પુરુષ શુદ્ધ આત્મતત્વનું દર્શન કરે છે, અનુભવ કરે છે.” આ જીવ, અજીવ કર્મથી બંધાયેલે છે, તેનું કારણ પુણ્ય-પાપ છે; પુણ્ય-પાપના આવવાનું કારણ આસ્રવ છે; આસવ થયે બંધ થાય છે, આસવને-નવા કર્મના આગમનને સંવરથી રોકી શકાય છે, જૂના કર્મોને નિર્જરાથી ખેરવી શકાય છે, અને એમ નિર્જરા કરતાં કરતાં સર્વ કર્મને ક્ષય થયે, શુદ્ધ આત્મસ્વભાવરૂપ મેક્ષ થાય છે, કેવલ એક શુદ્ધ આત્મા જ મોક્ષરૂપ બને છે;–આવી તાત્તિવક પ્રતીતિ તે સમ્યગ્દષ્ટિ પુરુષને ઉપજે છે. આમ દેહાદિ સમસ્ત પરવસ્તુથી ભિન્ન, ઉપયોગવંત ને અવિનાશી એવા શુદ્ધ આત્માનું ભેદજ્ઞાન થવું, અનુભૂતિ થવી, “આત્મખ્યાતિ” થવી તે સમ્યગદર્શન છે, અને એનું બીજું નામ સમક્તિ છે. “ત્રણે કાળમાં, ત્રણે લોકમાં, સમ્યક્ત્વ સમું પ્રાણીઓનું કંઈ શ્રેય નથી અને મિથ્યાત્વ સમું કંઈ અશ્રેય નથી.”
સમ્યક્ત્વના લિંગ–આ સમ્યગદર્શનના પાંચ લિંગ એટલે પ્રગટ ચિત્ર છેઃ (૧) પ્રશમ, (૨) સંવેગ, (૩) નિર્વેદ, (૪) અનુકંપ, (૫) આસ્તિક્ય. પ્રથમ તે પ્રથમ એટલે કષાયનું ઉપશાંતપણું થાય, તે વિવેક વિચારને અવકાશ થતાં સંવેગ એટલે માત્ર મેક્ષાભિલાષ પામે, તેથી નિર્વેદ એટલે સંસારથી કંટાળો ઉપજે અને પછી * “જિfમતિ નવતરછન્નમુનામાનમ ,
कनकमिव निमग्न वर्णमालाकलापे। अथ सततविविक्तं दृश्यतामेकरूपम्, प्रतिपदमिदमात्मज्योतिरुद्योतमानम् ॥"
મહર્ષિ શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત સમયસાર કલશ. * “न सम्यक्त्वसमं किंचित्रकाल्ये त्रिजगत्यपि।
s fમામ નચત્તમૃતામ ”—શ્રી સમંતભદ્રાચાર્યજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org