SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ભયારણ્યમાં સમાધાસનસ્થાન સમું શરણ તત્વચિંતા, વિવિદિષા ૨૪૧ અતિવરાપિffહતાનાં સંતાતારતા-સમાશ્વાસનસ્થાન ભવારણ્યમાં સમું છે, “સમrશ્વાસથાન ”—અર્થાત્ નરક-તિર્યંચાદિ ચારે સમાધાસન સ્થાન સમું ગતિમાં જન્મ-જરા–મરણાદિ અનંત દુઃખપરંપરાથી અને ક્રોધાદિ શરણ કષાયજન્ય સંકલેશથી ઉપજતા આત્મસ્વરૂપચલન રૂપ વિશેભ થકી જે અત્યંત બળવાન રાગ-દ્વેષાદિથી પીડાઈ રહ્યા છે, એવા સંસારકાન્તારગત–ભયારણ્યન્ત અને સમાધાસનસ્થાન સમું છે, આત્મશાંતિ અર્પનારૂં આશ્રયસ્થાન છે. આ સંસારરૂપ કાંતાર-ભવરૂપી ભયંકર અટવી છે. તેમાં આત્મસ્વરૂપનું ભાન ભૂલેલા આ છે નરક-તિર્યંચાદિ ચારે ગતિમાં ગોથાં ખાતાં જન્મ–જરા-મરણાદિ અનંત દુખપરંપરા પામી રહ્યા છે, અને ક્રોધાદિ કષાય અગ્નિથી ઉપજતા અંતસ્તાપથી સંકલેશ-મહાકલેશ અનુભવી રહ્યા છે. એટલે આવી દુખપરંપરાથી ને કષાયજન્ય સંકલેશથી તેના આત્મામાં વિક્ષેભ ઉપજે છે, આત્મસ્વરૂપની અસ્વસ્થતારૂપ ભારી ખળભળાટ ઊઠે છે; અને આવા સ્વરૂપચલનરૂપ વિભથી પરભાવમાં આત્મબુદ્ધિને લીધે તે અતિપ્રબલ રાગ-દ્વેષાદિ દેષથી પીડાય છે. આમ દુઃખપરંપરાથી ને સંકલેશથી ઉપજતા આત્મસ્વરૂપચલનરૂપ વિક્ષોભને લીધે રાગાદિથી પીડાતા આ સંસારકાંતારગત–ભયંકર ભવાટવીમાં ભટકતા છે જે બિચારા “ત્રાહિ મામ્' પિકારતાં મહાભય અનુભવી રહ્યા છે, તેઓને આ તત્વચિંતન સમાધાસનસ્થાન સમું છે, પરમ આત્મશાંતિ અર્પનારૂં દીલાસાનું ઠેકાણું છે, હૈયાધારણ દેનારૂં આશ્રયસ્થાનરૂપ શરણ છે. અત્રે તત્વચિંતા અધ્યવસાનને જ શરણ કહેવાનું કારણ શું? તે આમ વિચારવા યોગ્ય છે. આ જીવને અનંત ભવભ્રમણ દુઃખની પ્રાપ્તિ થઈ તે તત્વચિંતા “વિવિદિષા નિજ સ્વરૂપના તત્વચિંતન વિના જ થઈ છે, શ્રી આત્મસિદ્ધિમાં એજ શરણ કહ્યું છે તેમ “જે સ્વરૂપ સમજ્યા વિના પાયે દુઃખ અનંત;” એટલે આ ભવભયદુઃખ ટાળવું હોય તે જેથી નિજ સ્વરૂપનું ભાન થાય એવું તત્ત્વચિન્તન જ એક તેમાંથી ત્રાણ કરનાર એક શરણ છે. “શ્રી સુબાહ જિન અંતરજામી, મુજ મનને વિશરામી રે...પ્રભુ અંતરજામી; આતમ ધર્મતણે આરામી, પપરિણતિ નિષ્કામી રે..પ્રભુ.”—શ્રી દેવચંદ્રજી અને આ જે તત્વચિંતાનું અધ્યવસાન-મનોવૃત્તિ છે, તે જ “વિવિદિષા” એમ પર્યાયનામથી ઓળખાય છે. “વિ' (To know) ધાતુ પરથી વિવિદિવા એટલે તત્વ જાણવાની ઈચ્છા-તત્ત્વજિજ્ઞાસા એમ અર્થ છે. તત્વ જાણવાની અંતરંગ ઈછા, ઉત્કંઠા, ઇંતેજારી, તમન્ના, તાલાવેલી તે ખરી જિજ્ઞાસા છે. સાચી તત્વજિજ્ઞાસા ૪ વિનાનું જે જાણવું છે–જ્ઞાન છે, તે ઉપરછલું હોય છે, હૃદયમાં પ્રવેશતું નથી. જેમ તૃષાતુર પુરુષ પાણી x किं तदब्रह्म ? किमध्यात्म ? किं कर्म पुरुषोत्तम । अधिमृतं च किं प्रोक्तमधिदैवकिमुच्यते ? ॥ अधियज्ञः कथं कोऽत्र देहेऽस्मिन्मधुसूदन । પ્રયાણ જ કર્થ ?sfસ નિયતામમિઃ ”—ગીતા, ૮–૧,૨ ૩૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy