________________
૨૩૮
લલિત વિસ્તરો (૧૭) “
માજ:' પદ વ્યાખ્યાન અને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવ્યા વિના રહે નહિં-નિવર્સ નહિ, તે અનિવૃત્તિકરણ, અપૂર્વ કરણથી ગ્રંથિભેદ થાય છે અને અનિવૃત્તિકરણથી સમ્યકત્વ થાય છે. અને સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી જે તીવ્ર સંવેગથી અપૂર્વ પુરુષાર્થધારા ચાલુ રાખે ને વધારે, તે પલ્યોપમ–સાગરેપમાદિ જેટલી કર્મ સ્થિતિ પણ શીધ્ર ક્ષય કરી, ઝપાટાબંધ ભાવશ્રાવક, ભાવસાધુ આદિ દશાને પામે, અને ઉપશમ-ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈ, અનુપમ કેવલજ્ઞાન પ્રગટાવી, યાવત તે જ ભવે પણ મેક્ષ પામે. જે જીવના પુરુષાર્થમાં મંદતા હોય તે તે પ્રમાણે મોક્ષની પ્રાપ્તિમાં પણ ઢીલ થાય. એટલે મોક્ષની પ્રાપ્તિ જીવના પુરુષાર્થબલને આધીન છે.”
–શ્રી ચોગદષ્ટિસમુચ્ચય વિવેચનમાંથી (સ્વરચિત) પૃ. ૪૬-૪૮ એમ અનિવૃત્તિશમન વડે માર્ગરૂપ સાનુબંધ ક્ષયપશમને ભેદ જિનાગમની યુક્તિથી સિદ્ધ છે. “અને આ પ્રવૃત્તિ આદિ શબ્દવાઓતાથી યુગાચાર્યોને સિદ્ધ છે.” અર્થાત
- સાનુબંધ શોપશમવંતને અનિવૃત્તિગમનથી ગ્રંથિભેદાદિ પ્રાપ્ત જન નિ હોય છે, એ જિનદર્શનસંમત વસ્તુ, પંતજલિ આદિ યોગાચાર્યોને અને યોગદર્શનની પણ પ્રવૃત્તિ આદિ શબ્દવાસ્થતાથી–નામાન્તરથી સિદ્ધ છે, પ્રતીત પરિભાષાનો મેળ છે–પ્રવૃત્તિપરા માથાનવતમમ્મ: વાર્મા: ” “પ્રવૃત્તિ
પરાક્રમ, જય, આનંદ ને ઋતંભર ભેદવાળે કર્મગ છે ઈત્યાદિ વિચિત્ર વચનના શ્રવણને લીધે.” અર્થાત જે જિનદર્શનસંમત વસ્તુ છે, તેને માટે તે
ગદર્શન પ્રણેતાએ જૂદે શબ્દ પ્રયોગ કરી તેને નામાન્તરથી ઓળખે છે, પણ તેમાં માત્ર શબ્દભેદ છે, અર્થભેદ નથી. આ બન્ને પરિભાષાભેદને સમન્વય આ પ્રકારે–
(૧) શુદ્ધિલક્ષણ પ્રવૃત્તિ તે ચરમ યથાપ્રવૃત્ત કરણ બરાબર છે, પ્રકૃત માર્ગ એ જ પ્રવૃત્તિ છે. (૨) વીર્યવિશેષવૃદ્ધિરૂપ પરાક્રમ તે અપૂર્વકરણ બરાબર છે. (૩) વિજયરૂપ જય તે અનિવૃત્તિકરણ બરાબર છે. (૪) આનંદ તે સમ્યગ્દર્શનલાભ બરાબર છે –“તમોથમેવાડ”—તમગ્રંથિભેદ થકી આનંદ એ વચનથી. (૫) જતન-સત્યનાં ભરણથી-ધારણથી “ઋતંભર” પ્રજ્ઞાવિશેષ તે સમ્યગ્દષ્ટિ પુરુષની સાચી જ્ઞાનદશા બરાબર છે.
અત્રે પ્રથમ તો પ્રવૃત્તિ કરે, એટલે માર્ગ પામે; પછી તે માગે અપૂર્વ ઉત્સાહથી આગળ વધવાનું પરાક્રમ દાખવે, અને વચ્ચે વિન આવે તેને જય કરે, એટલે સમ્યગુ દર્શનની પ્રાપ્તિથી આનંદ ઉપજે અને પછી તથારૂપ સાચી વીતરાગ દશા થતાં ઋતંભરા બુદ્ધિ પ્રગટે. આમ પ્રવૃત્તિ આદિ ભેદવાળે કર્મગ છે, આધ્યાત્મિક ક્રિયારૂપ અંતરાત્મપરિણતિવાળે કર્મગ છે. ઈત્યાદિ વિચિત્ર-નાનારૂપ વચન પાતંજલ યેગશાસ્ત્રમાં કૃત થાય છે, તે પરથી પણ ઉક્ત સર્વ વસ્તુ પરિપુષ્ટ થાય છે. આ આકૃતિથી સ્પષ્ટ સમજાશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org