SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ અનિવૃત્તિ મને કરી ભાગરૂપ ક્ષપશમને ભેદ ૨૩૭ એવા પ્રકારે સાનુબંધપણે અનિવૃત્તિનમનથી–પાછું વળવારૂપ અનિવૃત્તિગમને કરી નિવૃત્તિ જ્યાં નથી (No turning back) એવા ગમનથી આ માર્ગ માર્ગરૂપ ક્ષયોપશમને ભેદ છે, શેષ ક્ષપશમથી વિશેષ છે. આ ક્ષપશમને ભેદ અનિવૃત્તિગમનરૂપ લક્ષણથી આ માર્ગરૂપ ક્ષપશમ બાકીના બીજા પશમથી જુદા પડે છે. વાંસની નળીમાં પેઠેલા ભુજંગને જેમ પાછું વળવાપણું નથી, પણ સાનુબંધ પણે ઉત્તરોત્તર આગળ જવાપણું જ છે એવું અનિવૃત્તિગમન હોય છે તેમ માર્ગરૂપ ક્ષપશમવિશેષને પામેલા ભવ્ય-ભુજંગને પણ પાછું વળવાપણું નથી, પણ સાનુબંધપણે ઉત્તરોત્તર આગળ આગળની ગુણભૂમિકાને સ્પર્શતા જવાપણું જ છે એવું અનિવૃત્તિગમન હોય છે, એટલે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવ્યા વિના રહે નહિં-નિવરે નહિ એવું અનિવૃત્તિકરણ હોય છે. પરંતુ આ માર્ગરૂપ સાનુબંધ શોપશમવિશેષ જેને નથી, પણ નિરનુબંધ ક્ષયે પશમ હેય છે, તેને તે તેવું અનિવૃત્તિગમન હોતું નથી. આમ અનિવૃત્તિગમન વડે કરીને માર્ગરૂપ સાનુબંધ ક્ષપશમવિશેષને શેષ નિરનુબંધ પશમથી પ્રગટ ભેદ છે. અને આ મારૂપ ઉપશમવિશેષની પ્રાપ્તિથી અનિવૃત્તિગમન વડે ઉત્તરોત્તર પ્રગતિ કરતાં અનિવૃત્તિકરણની પ્રાપ્તિને ઉપક્રમ આ પ્રકારે– ભને યથાપ્રવૃત્ત કરણ, અપૂર્વ કરણ અને અનિવૃત્તિ કરણ એમ ત્રણેય કરણે પ્રાપ્ત થાય છે અને બીજાઓને એટલે કે અભને પહેલું યથાપ્રવૃત્ત કરણ જ હોય છે, બીજા કરણ તેને કદી પણ પ્રાપ્ત થઈ શકે નહિ. અત્રે કરણ એટલે યથાપ્રવૃત્ત કરણ પરિણામ. “આગુસે ચલી આતી હે” એ રીતે અનાદિ કાળપ્રવાહમાં આદિનું સ્વરૂપ પ્રવર્તતાં પ્રવર્તતાં જીવને જે કવચિત્ કિંચિત્ ભાવચમકારા જેવું સામાન્ય ન્યપણે (Ordinarily) પ્રવર્તે છે એવું પૂર્વાનુપૂર્વ કરણ તે યથા પ્રવૃત્ત કરણ છે. આવું યથાપ્રવૃત્તકરણ તે જીવ અનંતવાર કરે છે ને અનંતવાર ગ્રંથિની નિકટ આવે છે, પણ તે માત્ર સામાન્ય સાધારણ પ્રયત્નરૂપ હેઈ આત્મવીર્યની મંદતાને લીધે તે ગ્રંથિભેદ ર્યા વિના પાછા વળી જાય છે. અને ભવ્ય પણ જ્યાં લગી અપૂર્વ (Unprecedented) અપરિણામરૂપ ભાવને પામી, અપૂર્વ આત્મપુરુષાર્થ ફેરાવી, અનન્ય પ્રયનથી–અસાધારણ (Extra-ordinary effort) પ્રયાસથી, પોતાના સર્વ સામર્થ્યથી (With all his might) શૂરવીરપણે “યાહેમ કરીને,” ગ્રંથિરૂપ દુર્ભેદ્ય દુર્ગને ભેદ કરવા સર્વાત્માથી પ્રવર્તતે નથી, ત્યાં લગી તે પણ તે કાર્યમાં સફળ થતું નથી. પણ જીવ જ્યારે છેલ્લા પુદ્ગલાવર્સમાં વત્તતે હોય છે ને તેમાં પણ ભાવમલની અત્યંત ક્ષીણતા થાય છે, ત્યારે ભવ્ય જીવને છેલ્લું યથાપ્રવૃત્તકરણ પ્રાપ્ત થાય છે, અને તે ગ્રંથિભેદની અત્યંત નિકટ આવે છે. એટલે પછી તેને અપૂર્વ આત્મભાવને ઉ૯લાસ થતાં, અપૂર્વ આત્મપુરુષાર્થની કુરણાથી અપૂર્વકરણને અનિવૃત્તિકરણની પ્રાપ્તિ થાય છે અપૂર્વ કરણ એટલે અનાદિકાળમાં પૂર્વે કદી પણ પ્રાપ્ત થશે નથી એ અપૂર્વ આત્મપરિણામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy