SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ અત્રે “લોક' એટલે ઉત્કૃષ્ટમતિ ગણધર પદવ્ય ભવ્ય ૨૦૭ વિવક્ષિત છે, નહિં કે અન્ય. કારણ કે ત્યાં જ તત્ત્વથી પ્રદ્યોતકરણશીલત્વની ઉપપતિ છે માટે. _તવિ તત્વતઃ કતવાપરેઅર્થાત તે ઉત્કૃષ્ટ મતિવાળા જ ભવ્યલેકમાં તત્વથી–નિશ્ચયવૃત્તિથી પ્રદ્યોતકરણશીલપણાની ઘટમાનતા છે. ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય એ ત્રિપદી વડે પ્રકૃષ્ટ પ્રકાશરૂપ પ્રઘાત કરવાનું શીલપણું–સ્વભાવપણું ઘટે છે,ભગવંતેની પ્રદ્યોતક શક્તિને સંપૂર્ણ પણે ઝીલવાને સમર્થ તેવા મહાપાત્રો જ હોય છે, માટે. આ અંગે પરમતત્વષ્ટા શ્રીમદ રાજચંદ્રજીએ “મોક્ષમાળા' નામક મહા દશનપ્રભાવક ગ્રંથમાં ભાખ્યું છે કે – દ્રવ્યાર્થિક ભાવાર્થિક નયે આખી સૃષ્ટિનું જ્ઞાન એ ત્રણ શબ્દમાં રહ્યું છે, તેને વિચાર કઈક જ કરે છે તે સદ્ગુરુમુખની પવિત્ર લબ્ધિરૂપે જ્યારે આવે ત્યારે દ્વાદશાંગી જ્ઞાન શા માટે ન થાય? જગત એમ કહેતાં જ મનુષ્ય એક ઘર, એક વાસ, એક ગામ, એક શહેર, એક દેશ, એક ખંડ, એક પૃથ્વી એ સઘળું મૂકી દઈ અસંખ્યાત દ્વીપ સમુદ્રાદિથી ભરપૂર વસ્તુ કેમ સમજી જાય છે? એનું કારણ માત્ર એટલું જ કે તે એ શબ્દની બહળતાને સમજું છે, કિંવા એનું લક્ષ એની અમુક બહેનતાએ પહોંચ્યું છે; જેથી જગતુ એમ કહેતાં એવડો મોટો મર્મ સમજી શકે છે, તેમજ આજુ અને સરળ સત્પાત્ર શિષ્ય નિર્ગથ ગુથી એ ત્રણ શબ્દની ગમ્યતા લઈ દ્વાદશાંગી જ્ઞાન પામતા હતા.” –શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત મોક્ષમાળા (બાલાવબેધ), પાઠ ૯૧ અનેકાંત એવી પ્રત્યેક વસ્તુનું ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત એવું “સ ” સ્વરૂપ છે. આવા એકાક્ષરી “સ” સ્વરૂપમાં જ આખા વિશ્વનું તત્ત્વજ્ઞાન સમાય છે. આ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એ જ ગણધરને દ્વાદશાંગીનું રહસ્ય પમાડનારી સુપ્રસિદ્ધ “ત્રિપદી” છે, અને એ જ અપેક્ષાવિશેષે રૂપકરૂપે ઘટાવીએ તો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ ‘ત્રિમૂર્તિ છે.” –પ્રજ્ઞાવબોધ મેક્ષમાળા (ડે. ભગવાનદાસ કૃત), પાઠ ૨૩ ચૌદપૂર્વવિદોને પણ સ્વસ્થાને મહાન દર્શનભેદ સર્વથા પ્રકાશભેદે હેય નહિં, એમ પ્રતિપાદન १८अस्ति च च चतुर्दशपूर्वविदामपि स्वस्थाने महान् दर्शनभेदः, तेषामपि परस्पर षट्स्थानपतितत्वश्रवणात्। न चायं सर्वथा प्रकाशाभेदे, अभिन्नो ह्येकान्तेनैकस्वभावः, तन्नास्य दर्शनभेद हेतुतेति।९९ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy