SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ २०० લલિત વિસ્તરા (૧૩) “વાગ્ય: પદ વ્યાખ્યાન ભગવંતના વચનના શ્રવણદિ કરતાં છતાં આમ કેમ? તેનું કારણ દર્શાવ્યું–() તષ્ણુપમઘતામfજ તથાવિષય રચનુસારધાતા” “તેના અભ્યપગમવંતને પણ તથાવિધ લેકદષ્ટિ અનુસારનું પ્રાધાન્ય છે, માટે તે ભગવતેને લોકદષ્ટિ અનુસારનું ને તેના વચનામૃતોને અભ્યપગમ–માન્યપણું કરનારાઓને પણ પ્રાધાન્ય! લેકદષ્ટિ અનુસારનું–લૌકિક વૃત્તિ અનુવૃત્તિનું પ્રધાનપણું છે, માટે. અર્થાત્ આ ભગવંતને અને તેના શાસન-વચનને માનવાને જે દાવો કરે છે, શાસનના નામની વાત પિકારે છે, તેવાઓ પણ તથા પ્રકારની પરમાર્થથી અસત્ એવી રૂઢ વ્યવહારરૂપ લેકરૂઢિથી પ્રવર્તતી ગાડરીઆ પ્રવાહ જેવી કદષ્ટિને પ્રધાનપણે અનુસરે છે. તે પણ સૂચવે છે કે ભગવદુવચનને માનનારા છતાં, આ ગતાનુ ગતિક લેકદૃષ્ટિ અનુસારને પ્રાધાન્ય આપનારા જનેને ભગવંતને બધેલો દિવ્ય જ્ઞાન પ્રકાશ હજુ સાંપડ્યો નથી; નહિં તે જે ભગવંતને અલૌકિક જ્ઞાનપ્રકાશ સાંપડયો હોત, તો અલૌકિક દૃષ્ટિ છોડીને આમ લેકદૃષ્ટિને અનુસરવારૂપ આવી દશા તેમની હેત નહિં. એટલે તેઓ પણ અલૌકિક પરમાર્થદષ્ટિશુન્ય હેવાથી અજ્ઞાનઅંધ જ છે. એઓનું આ લેકદષ્ટિ અનુસારનું પ્રાધાન્ય શી રીતે છે? તે માટે કહ્યું – અરક્ષિતyઢાવવં તો મગ્ન પ્રવૃત્તિાિ ’ ગુરુલાઘવના અનપેક્ષિતપણે તપ લંભશૂન્ય પ્રવૃત્તિની સિદ્ધિ છે માટે.” નિશ્ચયનય સદ્દભૂતાર્થવિષયી ગુસલાઘવનિરપેક્ષ હોવાથી ગુરુ (પ્રધાન) છે ને વ્યવહારનય અભૂતાર્થવિષયી હેવાથી તત્વશુન્ય પ્રવૃત્તિ! લઘુ (ગૌણ) છે, એટલે તરવપ્રદર્શક નિશ્ચયનું ગુરુપણું ને વ્યવહારનું લઘુપણું છે એવા પ્રકારના ગુલાઘવની અપેક્ષા રાખ્યા વિના, અથવા જેમાં ગુણ ગુરુ (ભારી) છે ને દેષ લઘુ (હળવે) છે એવા પ્રકારના ગુણદેષવિષથી ગુરુલાઘવની અપેક્ષા રાખ્યા વિના, તપલંભશૂન્ય–તત્વપ્રાપ્તિ વિનાની પ્રવૃત્તિની સિદ્ધિ છે માટે. અર્થાત્ રૂઢ વ્યવહારરૂપ લેકદૃષ્ટિને પ્રાધાન્ય આપી તેને અનુસરતા રૂઢિચુસ્ત જડ લેક નિશ્ચયનયથી સાધ્ય એવું તત્વ જે ગુરુ-પ્રધાન છે, તેને લઘુ-ગૌણ કરે છે, ને બાહ્ય સાધન જે લઘુ-ગૌણ છે તેને ગુરુ-પ્રદાન કરે છે! અને આમ ગુરુલાઘવ ચિંતાની અપેક્ષા–દરકાર વિનાની તેઓની પ્રવૃત્તિ પ્રગટ સિદ્ધ દેખાતી હોવાથી, તેઓને તત્વપ્રાપ્તિને નામે મેટું મીંડું જ દેખાય છે! તત્વ અનુભવનું નામ નિશાન પણ દેખાતું નથી ! કારણ કે જે વ્યવહારપ્રધાન લેકદષ્ટિવાળે છે અને વ્યવહારમાં જ જેની દષ્ટિ રહ્યા કરે છે, તેને નિશ્ચયરૂપ પરમાર્થને લક્ષ થતે થથી, તે તે વ્યવહારના અનંત ભેદરૂપ કુંડાળામાં જ રમ્યા કરે છે, ગોળ ગોળ ચક્રાવામાં જ ભમ્યા કરે છે, પણ તેને એક નિશ્ચયરૂપ અખંડ વસ્તુતત્વની પ્રાપ્તિ થતી નથી. પરમારથ પંથ જે વહે, તે રંજે એક તંત રે, વ્યવહારે લખ જે રહે, તેહના ભેદ અનંત રે.....ધરમ પરમ અરનાથને. વ્યવહારે લખ દેહિલે, કાંઈ ન આવે હાથ રે, શુદ્ધ નય થા૫ના સેવતાં, રહે ન દુવિધા સાથ રે....ધરમ.”–શ્રી આનંદઘનજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy