SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ લલિત વિસ્તરા : (૧૨) “જજિસૈજ્ઞા' પર વ્યાખ્યાન વિવેચન “મહાવીરની તુલ્ય ઋષભદેવ જેવા જે જે સર્વજ્ઞ તીર્થકર થયા છે તેમણે નિઋહિતાથી ઉપદેશ આપીને જગહિતૈિષિણી પદવી પ્રાપ્ત કરી છે” શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત ભાવનાબેધ ત્યારે શંકા થશે—અનાગમપણે પાપહેતુ થકી પણ અવશ્ય પાપભાવ છે એમ નિશ્ચિત કેમ કહી શકાય? તેના નિવારણાર્થે કહ્યું– જેતપેક્ષા ક ર્મકાઃ ” “ઈતરતર અપેક્ષાવાળે કર્તા-કર્મ પ્રકાર છે.” અર્થાત કર્તા-કર્મને ઇતરેતરપક્ષી જે પ્રકાર છે, તે પરસ્પર આશ્રિત હોઈ એકબીજાની અપેક્ષાવાળે કર્તકર્મ પ્રકાર છે; એટલે કર્તા કર્મને અપેક્ષીને ને કર્મ કર્તાને અપેક્ષીને પ્રવત્ત છે. જેમ પ્રકાશ્ય (પ્રકાશાવા ગ્ય) એવા ઘટાદિકને અપેક્ષીને પ્રદીપાદિ પ્રકાશક છે અને તે પ્રકાશક એવા પ્રદીપાદિને અપેક્ષીને ઘટાદિ પ્રકાશ્ય છે, તેમ પાપકર્મને અપક્ષીને પાપકર્તા છે કે પાપકર્તાને અપેક્ષાને પાપકર્મ છે. એટલે પ્રકૃતિમાં વિપર્યસ્ત દર્શન-અસતપ્રરૂપણું આદિ પાપહેતુવાળ પાપકર્તા પુરુષ અવશ્ય તથા પ્રકારના પાપભાવરૂપ કર્મવાળો જ હોય, અને તથા પ્રકારનું પાપભાવરૂપ કમ પણ તેવા પાપકર્તા પુરુષને આશ્રીને જ વર્તે. આમ અન્યઆશ્રયી કર્તા–કર્મ સંબંધ પરથી નિશ્ચિત થાય છે કે–મિથ્યાદર્શન–અસતુપ્રરૂપણા આદિ પામહેતુ વડે કરીને વિપરીત ચેષ્ટનના અનિષ્ટપણાની સિદ્ધિ છે–હિતગથી વિપરીત પણું અને અહિતગાપણું છે, માટે. અત્રે કઈ આશંકા કરશે–વારુ, એમ અચેતનામાં અહિતગ કેમ ઘટશે? કારણ કે તે અહિતગથી સાધ્ય એવા કિયાફલરૂપ અપાયને (હાનિને) તેઓમાં કદી પણ સંભવ નથી, માટે. હવે જે અહિતગ ઉપચરિત છે એમ કહે, અચેતન અહિતો તે તેનું ઉપચરિતપણું સતે તેઓ પ્રત્યેના હિતગને પણ તાદશ જઉપચરિત નથી ઉપચરિત જ કહેવાને પ્રસંગ પ્રાપ્ત થશે અને સ્તવનું તે સદ્દભૂતાર્થવિષયપણું છે, એટલે તેમાં તેવા ઉપચરિતને પ્રયોગ છે નહિ. તે પછી ભગવંતે સર્વકહિત શી રીતે ? એ આશંકાના સમાધાનાથે કહ્યું અચેતને પ્રત્યેને અહિતગ ઉપચરિત નથી.” અર્થાતુ અચેતન એવા ધર્માસ્તિકાય આદિમાં અહિતગ–અપાયહેતુરૂપ મિથ્યાદર્શનાદિવ્યાપાર ઉપચરિત નથી, અગ્નિમાણવકની” જેમ અધ્યાપિત નથી; માણવક અગ્નિ છે, ઈત્યાદિમાં અગ્નિપણું જેમ ઉપચરિત છે, તેમ અત્રે નથી. આ અહિતગ ઉપચરિત કેમ નથી? તેનું કારણ દર્શાવ્યું “પુનરામશર્મા પુનરાગમ કર્મકપણુ વડે કરીને.' અર્થાત્ પુનરાગમન કર્મ એટલે પ્રત્યાવૃત્ત થઈને–પાછું વળીને ( Rebounding) કર્તાને જ ક્રિયાફલભૂત પુનરાગમકર્મકપણુ વડે અપાયનું (હાનિનું) ભાજન કરવા વડે પાછું આવવું તે પ્રત્યાગમન કરીને અહિતોગ કર્મ જેનું છે, તે પુનરાગમકર્મક (અચેતન અહિતગ છે), ઉપચરિત નથી તેને ભાવ તે પુનરાગમકર્મકપણું, તે વડે કરીને. એટલે કે અચે તન પ્રત્યેને અહિતગ છે તે પુનરાગમકર્મક છે, એટલે તે અચેતનમાંથી પાછા વળીને તે અહિતકર્તામાં જ આવી તેને જ અહિતનું–અપાયનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy