SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ બીજાધાનાદિથી જેઓનું યોગક્ષેમ તે જ ભવ્ય કુશળ માળીનું દષ્ટાંત ૧૭૯ v મન,” તેથી અહીં જેઓને જ બીજાધાન–ઉભેદ-પિષણથી વેગ અને તે તે ઉપદ્રવાદિના અભાવથી શ્રેમ હોય છે, તેઓ જ અહીં ભવ્ય પરિગ્રહાય છે. તે આ પ્રકારે-- ગક્ષેમ કરનારા ખરેખરા “નાથ” એવા આ નિષ્કારણ કરુણરસસાગર લેકનાથ ખરેખર ! ભવવ્યાધિના ભિષગવરો–સંસારરોગના વૈદ્યરાજે છે. એટલા માટે જ જે જે ભવ્ય પ્રાણીને જે જે પ્રકારે સાનુબંધ-ઉત્તરોત્તર અનુબંધવાળો બીજાધાનકુશલ માળીનું દાંત: આદિને સંભવ થાય તેવા પ્રકારે તેઓએ, કુશલ માળીની પેઠે, તેના પ્રત્યે બીજાધાનાદિ ઉપદેશકાર્ય કર્યું. કુશળ માળી ઉખર ભૂમિમાં વાવેલું બીજ નિષ્ફળ જાય છે એમ જાણી પ્રથમ તે ચગ્ય ફળદ્રુપ ભૂમિ રોધે છે, તેમ આ ભિષવરો પ્રથમ તે ચગ્ય પાત્રવિશેષરૂપ ભવ્ય ભૂમિ રોધે છે. પછી કુશળ માળી જેમ તે એગ્ય ભૂમિમાં બીજાધાન થાય, બીજ રોપાય, ઊગી નીકળે એવું ખાતર નાંખે છે તેમ આ કુશળ ભિન્ગવરો પણ યોગ્ય ક્ષેત્રરૂપ ભવ્યલકની ચિત્ત ભૂમિમાં સભ્ય બોબીજનું આધાન થાય, પણ થાય, તેવું ભવેઢેગ ઉપજે એવું ઉપદેશરૂપ ખાતર નાંખે છે. જેમકે – હે જીવ! આ સર્વ પ્રકારે ભયાકુલ સંસારમાં ચારે ગતિમાં ભ્રમણ કરતાં તે અનંત દુઃખ પામે છે. “ભીષણx નરક ગતિમાં, તિર્યંચ ગતિમાં, કુદેવ ગતિમાં, ને કુમનુષ્ય ગતિમાં તે તીવ્ર દુઃખને પ્રાપ્ત થયેલ છે.” હે જીવ! અશુચિ ઉપદેશરૂપ ખાતર બીભત્સ ને મલમલિન એવા અનેક જનનીઓના ગર્ભવાસમાં તું ચિરકાળ વચ્ચે છે. સમુદ્રના પાણ કરતાં પણ વધારે માતાના ધાવણ તું ધાવ્યું છે. તારા મરણ સમયે સાગરજલ કરતાં પણ વધારે આંસુડા તારી માતાઓએ સાર્યા છે. આમ અનંત જન્મ મરણ કરતાં હે જીવ ! આ ત્રિભુવન મધ્યે તે સર્વ સ્થાનમાં વારંવાર ગમનાગમન કર્યું છે, સર્વ છે સાથે સર્વ પ્રકારના સંબંધે તે અનેકવાર કર્યો છે, ભુવનેદરમાં વર્તતા સર્વ પુદ્ગલ તેં ફરી ફરી પ્રસ્યા છે ને મૂક્યા છે, જગત્ની એઠ તે વારંવાર હસે હસે ખાધી છે, તે પણ તું તૃપ્તિ પામ્યું નથી ! તૃષ્ણાથી પીડિત થઈને તે ત્રણે ભુવનનું પાણી પીધું છે, તે પણ હારી તૃષ્ણને છેદ થયો નથી!” માટે હે જીવ ! હવે તો તું વિરામ પામ! વિરામ પામ! -ખારું પાણી છોડી મીઠા જલેથી, અને બીજે અંકુરા જે તેથી; તેવી રીતે તત્ત્વકૃતિ પ્રભાવે, અંકુરા તે યોગના બીજ પાવે. ખારા પાણી તુલ્ય સંસાર પાણ, તત્ત્વ કૃતિ મિષ્ટ વારિ સમાણી; કલ્યાણે સૌ એ થકી સાંપડે છે, ગુરુભક્તિ સૌખ્ય લહાવે મળે છે.” --શ્રી ગદષ્ટિકળશ (સ્વરચિત) x भीसणनरयगईए तिरियगईए कुदेवमणुगइए । पत्तोसि तिव्वदुःखं भावहि जिणभावणा जीव ॥ तिहुयण सलिलं सयलं पीयं तिहाइ पीडिपण तुमे । तो वि ण तण्हा छेओ जाओ चिंतेह भवमहणम् ॥" મહર્ષિ શ્રી કુંદકુંદાચાર્યજી પ્રણીત શ્રી ભાવપ્રભુત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy