________________
અને આત્માના આ શુદ્ધ સ્વભાવની-આત્મધર્મની સિદ્ધિ, સર્વ કમકલંકથી રહિત શુદ્ધ આત્માની સિદ્ધિ-શુદ્ધ આત્મસિદ્ધિ એ જ મોક્ષ અથવા મુક્તિ છે, એટલે આત્માની
શુદ્ધ સહજ સિદ્ધ મુક્ત અવસ્થારૂપ સજાત્મસ્વરૂપી એક્ષપદ શુદ્ધ આત્મસ્વભાવ એ જ સર્વદર્શનેનું એક નિશ્ચિત સાધ્ય ધ્યેય (goal) છે તાત્પર્ય ધમની સિદ્ધિવા મોક્ષ કે–સંસારથી પર અને જેનાથી પર કઈ નથી એવું “પરંતવ' એજ સાધ્ય -મોક્ષપદ–નિર્વાણપદ એ જ સર્વ સસાધકેનું એક માત્ર નિશ્ચિત
સાધ્ય ધ્યેય લક્ષ્ય છે. શુદ્ધ આત્મસ્વરૂપ કહે કે શુદ્ધ આત્મસ્વભાવ કહે, મોક્ષ કહે કે નિર્વાણ કહે, એ સર્વ એક જ છે; કારણ કે આત્માની શુદ્ધ સ્વભાવસ્થિત “સ્વસ્થ” આરોગ્ય અવસ્થા એ જ મોક્ષ છે, સર્વ કર્મકલંકથી મુક્ત શુદ્ધ સ્વરૂપસ્થિત આત્માની સિદ્ધિ એ જ મુક્તિ છે. એટલે તેવું શુદ્ધ સહજ આત્મસ્વરૂપસહજાન્મસ્વરૂપ એ જ એક પરમ સાધ્ય છે, એમ સાધ્યવિનિશ્ચય થયો.
냠
A. સાધનશુદ્ધિઃ સાધનવિનિશ્ચય
૧. યોગમાર્ગ : અધ્યાત્મ પ્રક્રિયા
“નિજ સ્વરૂપ જે કિરિયા સાથે, તેહ અધ્યાતમ લહિયે રે;
જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહિયે રે–શ્રી શ્રેયાંસ. નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છેડે રે, ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તે તેહઈ રઢ મં શ્રી.”–શ્રી અનિંદઘનજી
હવે સાધનશુદ્ધિ સંબંધી કંઈક વિચાર કરી સાધનવિનિશ્ચય કરીએ. આ શુદ્ધ આત્મસ્વભાવરૂપ નિશ્ચય સાધ્ય ધર્મને લક્ષ્યમાં રાખી, નિશ્ચય-વ્યવહારને સમન્વય કરી,
જે કઈ તસાધક સસાધન સેવવામાં આવે તે સાધનધર્મ. મેક્ષિસાધક અધ્યાત્મ અનંતદુઃખમય ભવબંધનથી છૂટવારૂપ અનંતસુખમય મોક્ષની પ્રાપ્તિમાં પ્રક્રિયા તે સાધનધર્મ જે સહાયભૂત (Instrumental) થાય તે જ સસાધન. આપણું
સાધ્ય તે સ્વરૂપ જ સુનિશ્ચિત છે અને તે આધ્યાત્મિક વસ્તુ છે, એટલે તેની સાધનરૂપ પ્રક્રિયા (Process) પણ મુખ્યપણે આધ્યાત્મિક જ ઘટે. જે ક્રિયા નિજ સ્વરૂપને સાથે તેનું નામ જ “અધ્યાત્મ અને જે ક્રિયા કરી ચતુર્ગતિ સાધે તે અધ્યાત્મ નહિં. એટલે નિશ્ચય કે વ્યવહાર, દ્રવ્ય કે ભાવ, જે જે સાધનના સેવવાથી આત્મા આત્મસ્વભાવરૂપ નિશ્ચય સાધ્યધર્મને જાણે, ઓળખે અને પામે, જીવ મેક્ષની સન્મુખ–મુક્તિની નિકટ આવે, એવી મોક્ષસાધક પ્રત્યેક પ્રક્રિયા તે સાધનધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org