SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ “પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંઘી હે જાય! કતિ વિના જુઓ ! જગદીશની, અંધ અંધ પલાય...”—શ્રી આનંદઘનજી “પર ઘર જતાં રે ધર્મ તુમે ફરે, નિજ ઘર ન લો રે ધર્મ જેમ નવિ જાણે રે મૃગ કસ્તુરીઓ, મૃગમદ પરિમલ મર્મ-શ્રી સીમંધર જેમ તે ભૂલે રે મૃગ દિશ દિશ ફિરે, લેવા મૃગમદ ગધ; તેમ જગે દ્રઢ રે બાહિર ધર્મને, મિથ્યાદષ્ટિ રે અંધ. શ્રી સીમ.”–શ્રીયશોવિજયજી આવા વાસ્તવિક ધર્મનું તે પિતાને ભાન નથી, છતાં આ હારે “સ્વ” ધર્મ અને આ પારકે “પર” ધર્મ એમ મહારા–હારારૂપ મિથ્યા આગ્રહમાં તણાઈ જતું જગત્ ધર્મને નામે કેટલા બધા ઝઘડા કરે છે ! ખરી રીતે તે “સ્વ” ધર્મ શું? અને સ્વધર્મ-પરધર્મ: “પર” ધર્મશું? એનું પણ એને ભાન નથી કારણ કે સ્વધર્મ એટલે સ્વને“રાષછે નિષ જ: પિતાને આત્માને ધર્મ, અને પરધર્મ એટલે પર–પરવસ્તુનેપ્રથમ માથ:' જડને ધર્મ આત્મા સ્વસ્વભાવમાં વર્ત એ જ એને સ્વધર્મ, અને પરભાવમાં વર્તે તે પરધર્મ. આમાં સ્વમત-પરમતની કે મહારાહારાની તે વાત જ નથી. સ્વધર્મમાં વર્તવું એ જ “સ્વસમય” અને પરધર્મમાં વર્તવું એ જ “પરસમય.” “સ્વધર્મમાં” વર્તતાં “નિધન-મૃત્યુ આવે તે પણ શ્રેય – બહેતર, પણ પરધર્મ'માં વર્તવું તે તે “ભયાવહ.” “વધ નિધન છેઃ પરધમ મચાવ:' એ ગીતાવાય પણ આ ઉક્ત ભાવને પુષ્ટ કરે એવા સાપેક્ષ અર્થમાં ઘટાવી શકાય છે, પણ લોકોએ તે તેને ઉપયોગ પણ સ્વમત મતાર્થની આગ્રહયુક્ત પુષ્ટિમાં જ કર્યો છે! અને આત્માર્થ પિષ્યાનું મિથ્યાભિમાન ધર્યું છે. જેની પિતાને ગતાગમ નથી તેના નામે જ ઝઘડા કરી જગતે પિતાનું નામ સાર્થક કર્યું છે! "जीवो चरित्तदंसणणाणट्ठिउ त हि ससमय जाण । पुग्गलकम्मपदेसट्ठिय च तं जाण परसमय ॥" –મહર્ષિ શ્રી કુંદકુંદાચાર્યજીકણુત શ્રી સમયસાર “શુદ્ધતમ અનુભવ સદા, તે સ્વસમય વિલાસ રે, પરવડી છાંડી જે પડે, તે પરસમય નિવાસ રે.. ધરમ પરમ અરનાથને”—શ્રી આનંદઘનજી આ તે પ્રાસંગિક ચર્ચા થઈ. આ સર્વનું તાત્પર્ય એ છે કે-આત્માને શુદ્ધ સ્વભાવ -સ્વરૂપ, શુદ્ધ આત્મધર્મ એ જ પરમાર્થનું-ધર્મનું એકમાત્ર સાધ્ય છે. પરમતત્ત્વદા શ્રીમદ્ રાજચંદ્રજીનું કેલ્કીર્ણ વચનામૃત છે કે – “ભિન્ન ભિન્ન મત દેખિયે, ભેદ દષ્ટિને તે એક તત્વના મૂળમાં, વ્યાખ્યા માને એહ, તેહ તત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, એ જ ધર્મ અનુકૂળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy