SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ 1. સાધ્યશુદ્ધિઃ સાધ્યવિનિશ્ચય હવે જિનવચન પ્રસંગથી, જાણ સાધક નીતિ નાથ રે! સાધ્યરસી સાધકપણે, કરીએ સાધન રીતિ નાથ રે!...નમિ.”—શ્રી દેવચંદ્રજી. વાસ્તવિક વિચાર કરીએ તે પરમાર્થ અને “ધર્મ” એ બે મહાન શબ્દ જ સૂચક અને અર્થગંભીર છે; એ શબ્દથી જ તેના સાધ્યસર્વસ્વને સ્વય બોધ થઈ જાય છે. પરમાર્થમાં “પરમાર્થ –પરમ અર્થ એ જ સાધ્ય છે. પરમ અર્થ પરમાર્થ એટલે પરમ પદાર્થ, પરમ તત્વ –જેનાથી પર કેઈ પદાર્થ—તત્વ પરમાર્થ: નથી અને જે બીજા બધાં કરતાં પર છે એ પદાર્થવિશેષ–તત્વ “ધર્મનું રહસ્ય વિશેષ, અને એ પરમ તત્વરૂપ પરમ પદાર્થ–પરમાર્થ કયો છે? તે કે-આત્મા. ચિતન્યમૂર્તિ આત્મા જે ચમત્કારિક પદાર્થ જગતમાં નથી. જ્યાં ચિતન્યના અદ્ભુત ચમત્કારે વિકસે છે એવો આત્મા જ સર્વ આશ્ચર્યનું અને સર્વ એિશ્વર્યનું એક ધામ છે. સર્વ પર પદાર્થથી પરપણે-ભિન્નપણે પ્રત્યક્ષ દે તરી આવતે આ પરમ તત્ત્વજ્ઞાનિક પદાર્થ–પરમાર્થ, શુદ્ધ આત્મા “સમયસાર” એના શુદ્ધ સહજ સ્વયંભૂ અસલ મૂળ સ્વરૂપે પ્રગટ કરે–પ્રગટાવ એ જ પરમાર્થ છે, એ જ નિશ્ચય છે, એ જ ધ્યેય છે, એ જ સાધ્ય છે, એ જ લક્ષ્ય છે, એ જ ઉપાસ્ય છે, એ જ આરાધ્ય છે. વર્તમાનમાં વિભાવ દશાને લઈ અનાદિ અવિદ્યારૂપ પરશાસનના મહાભાર તળે દબાઈ ગયેલ આ આત્મા* જે અન્યસંગજન્ય કર્મ પારિતંત્ર્યથી અનંત સંસારપરિભ્રમણ દુઃખ પામી રહ્યો છે, તેને કર્મ પારખંથી મુક્ત કરી આત્મસાતંત્ર્ય પમાડે, વિભાવ દશા. મૂકાવી આત્મસ્વભાવમાં આવે, દુઃખધામ ભવબંધન છોડાવી સુખધામ મોક્ષને વેગ કરાવ, “આતમ ઘર આતમ રમે ને “નિજ ઘર મંગલમાલ” પ્રગટાવી જીવને શિવ બનાવ, “ઈએ છે જે જોગીજન” એવું “મૂળ શુદ્ધ તે આત્મપદ–પરમાત્મપદ પમાડે, “આનંદઘનરસ પૂર’થી છલકાતે શુદ્ધ સિદ્ધ મુક્ત આત્મારૂપ “પરમાર્થ” પ્રગટાવે, એ જ પરમાર્થ છે; અને એ જ મતદર્શનના ભેદ વિના સર્વ આત્માથી મુમુક્ષુ સાધકનું એક માત્ર સાધ્ય છે. આવો પરમાર્થ “પરમાર્થ’ શબ્દ પરથી ફલિત થાય છે. હવે “ધર્મ” શબ્દને વિચાર કરીએ. “ધર્મ એટલે વસ્તુસ્વભાવવત્થરાવો પો'. જવસ્તુને સ્વભાવ તે જડને ધર્મ, ચેતન વસ્તુને સ્વભાવ તે ચેતનને ધર્મ. એટલે * “आत्मा तदन्यसयोगात्संसारी तद्वियोगतः । ર પર શુ ત ર તરવામળ્યા તથTI” શ્રી હરિભક્િત યોગબિંદુ - (૧) આ આત્માને જન અને વેદાંતી પુરુષ' નામે ઓળખે છે, બાદ્ધ તેને “જ્ઞાન” કહે છે, અને સખ્ય ક્ષેત્રવિદ” કહે છે. (૨) તદન્ય–તે આત્માથી અન્ય એવી વસ્તુને જૈ “ કર્મ' કહે છે. બોદ્ધ અને વેદાંતી “ અવિદા' કહે છે, અને સખ “પ્રકૃતિ' કહે છે. (૩) અને તે આત્મા અને કમ એ એના સંગને જેને “બંધ' નામ આપ્યું છે, બૌદ્ધ અને વેદાંતીએ “ભ્રાંતિ” નામ આપ્યું છે. અને સાંખે “પ્રવૃત્તિ' નામ આપ્યું છે. (૪) આ કર્મસંબંધગ્યતા જેને જૈને “ભાવમલ' કહે છે, તેને સખ્યો “દિક્ષા –પ્રકૃતિવિકારને દેખવાની ઇચ્છા કહે છે, શો “ભવબીજ' કહે છે, વેદાંતીઓ જાતિયપ “અવિદ્યા” કહે છે, સૌમતે અનાદિ કલેશરૂપ “વાસના' કહે છે. આમ દર્શનભેદે પરિભાષારૂપ નામભેદ છત વસ્તુ નથી. આ સર્વદર્શનસંમત વસ્તુતત્વ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy