SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સાધન નથી, અને સાધન વિના સિદ્ધિ નથી. આમ સાધ્ય, સાધન અને સિદ્ધિને પરસ્પર ઘનિષ્ઠ સંબંધ છે, તે આત્મહિતાથી આત્માથી સાધકે બહુ સમજવા જેવું છે, કારણ કે તે પરથી ઘણું પરમાર્થ રહસ્ય સુગમતાથી સમજાય છે. વ્યવહારમાં કે પરમાર્થમાં આ સર્વત્ર એક સરખું લાગુ પડે છે. આ બરાબર સમજવા માટે લોકપ્રસિદ્ધ બાણની લક્ષ્યક્રિયાનું દષ્ટાંત છે. જેમ બાણની લક્ષ્મક્રિયામાં તેમ પરમાર્થમાં પણ જે નિશ્ચિત સાધ્યને અનુસંધાનગ ન હોય તે બધાં સાધનને “સાધન” નામ જ ન ઘટે, વેગસાધન વંચક જ (છેતરનાર, ચૂકવનાર, વંચિત કરનાર) થઈ પડે,–જેને શાપરિભાષામાં વંચક ગાવંચક, ક્રિયાવંચક યુગ કહે છે; જે સાધનક્રિયા સમ્યકપણે સાધ્યની સાધક એવી ન ફલાવંચક થઈ પડતી હોય તે તે પણ વંચક થઈ પડે-આને વંચક ક્રિયા કહે છે, અને સિદ્ધિ સભ્ય ન હોય તે ફલ વાચક થઈ પડે– આને વંચક ફલ કહે છે. આથી ઉલટું, સાધ્ય બરાબર યુનિત અને નિરંતર લક્ષમાં હોય તે ગસાધન અવંચક થાય છે, અને શાસ્ત્રપરિભાષામાં ગાવંચક કહે છે, એટલે પછી તે સાધ્યને સમ્યક્રપણે સાબિત કરતી સાધનક્રિયા કરવામાં આવે તે તે “ક્રિયા અવંચક” હેય છે અને અંતપર્યત સમ્યક્ સાધન યથાવિધિ સેવતાં ફલસિદ્ધિ હોય છે, આ “ફલાવંચક હોય છે. તાત્પર્ય કે-સાધ્યલક્ષ્યને સમ્યગ તે ગાવંચક, સાધ્યનું સમ્યક્રસાધન તે કિયાવંચક, અને સાધ્યની સમ્યક્રસિદ્ધિ તે ફેલાવંચક; અથવા બીજા શબ્દોમાં કહીએ તે સાધ્યને તાકવું તે ગાવંચક, સાધ્યને સાધવું તે કિયાવંચક, અને સાધ્યને પામવું તે ફલાવંચક. (આ ગાવંચકાદિની રસપ્રદ બધપ્રદ વિશેષ ચર્ચા માટે જિજ્ઞાસુએ હારા ગદષ્ટિસમુચ્ચય સવિવેચન ગ્રંથનું પૃ. ૧૫૯, ૭૩૨ અવલોકન કરવું) “નિર્મલ સાધુ ભગતિ લહી સખી દેખણ દે! એગ અવંચક હાય રે સખી. કિરિયાવંચક તિમ સહી સખી. ફલ અવંચક જેય રે સખી. ચંદ્રપ્રભુ મુખચંદ.” -શ્રી આનંદઘનજી. આમ સાધ્ય, સાધન ને સિદ્ધિને પરસ્પર ગાઢ સંબંધ છે; સાધ્ય હોય તે જ સાધન હોય, અને સાધન હોય તે જ સિદ્ધિ હેય, આ નિયમ છે, માટે ત્રણે કાળે પણ ન ચસે-ન ફરે એવું પરમ ત્રિકલાબ ધિત અખંડ નિશ્ચયરૂપ સાધ્ય–ધ્યેય (Goal) પ્રત્યેક સન્માર્ગ સાધકે અત્રે પરમાર્થમાં સૌથી પ્રથમ સુવિનિશ્ચિત કરી લેવું પરમ આવશ્યક છે - કે જેથી બાણાવળીને લક્ષ્ય જેમ વેધ્ય નિશાન પ્રત્યે જ હોય, ફૂટબૅલ ખેલાડીને લક્ષ્ય જેમ નિરંતર લક્ષ્ય પ્રત્યે જ હય, પથિકને લક્ષ્ય જેમ ગન્તવ્ય સ્થાન પ્રત્યે જ હોય, તેમ તે સસાધક સનિશ્ચય સાધ્ય પ્રત્યે નિરંતર દષ્ટિ ઠેરવી, સાધ્યરસી સાધકપણે સાધન રીતિ કરીને યથાર્થ સાધક નીતિને અનુસરી યથાર્થ પણે પરમાર્થને સાધવા સમર્થ થાય. એટલે અત્રે આપણે પણ પ્રથમ સાધ્યશુદ્ધિ વિચારી સાધ્યવિનિશ્ચય કરશું – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy