________________
૧૩૨
લલિત વિસ્તરા : (૫) “અહિંદુશ્મ:' પદ વ્યાખ્યાન આમ આત્મસ્વરૂપમાં સંવૃત આત્માને સ્વાદુવાદી એવી નિજ પ્રભુતાનું એકત્વ થતાં, શુદ્ધ આત્માના દર્શન–જ્ઞાન-ચારિત્રરૂપ નિજ રત્નત્રયી ક્ષાવિકભાવે પ્રગટ થઈ પરભાવ માંથી વ્યાવૃત્તિરૂપ પ્રત્યાહાર કરી, શુદ્ધ આત્મભાવમાં ધારણરૂપ ધારણ ધરી, એટલે તત્વાનંદી એવી પૂર્ણ સમાધિમાં લયમયી આત્મસ્થિતિ પ્રાપ્ત કરી, અને આ કમે આત્મસ્વરૂપના કર્તા-ભેસ્તાભાવે અને તેમાં રમણપણે અવ્યાબાધ સ્વગુણની પૂર્ણ રીતિ ધારી, એટલે આ સહજાન્મસ્વરૂપી સ્વયંસંબુદ્ધ ભગવંતે સહજ અકૃત્રિમ નિર્મળ જ્ઞાનાનંદને પ્રાપ્ત થયા. સંબુદ્ધ આત્માને આ તાત્વિક વિકાસકમ મહાગીતાર્થ દેવચંદ્રજી મહામુનિએ અપૂર્વ લાક્ષણિક શૈલીથી સંગીત કર્યો છે – “જગત દિવાકર શ્રી નમિશ્વર સ્વામ જે, તુજ મુખ દીઠે નાઠી ભૂલ અનાદિનિ ર લે જાગ્યે સમ્યગજ્ઞાન સુધારસ ધામ , છાંડિ દુર્ભય મિથ્યા નિંદ પ્રમાદની રે લે. સહેજે પ્રગટયો નિજ પર ભાવ વિવેક જે, અંતર આતમ ઠહર્યો સાધન સાધવે રે લે; સાધ્યાલંબી થઈ જ્ઞાતા છેક જે, નિજ પરિણતિ થિર નિજ ધર્મરસ ઠરે રે લે. ત્યાગીને સવિ પર પરિણતિરસ રીઝ , જાગી છે નિજ આતમ અનુભવ ઈચ્છતા રે ; સહેજે છૂટી આશ્રવ ભાવની ચાલ જે, જાલમ એ પ્રગટી સંવર શિષ્ટતા રે લે. સ્યાદી નિજ પ્રભુતાને એકત્વ જે, લાયક ભાવે થાયે નિજ રત્નત્રયી રે લે પ્રત્યાહાર કરીને ધારે ધારણ શુદ્ધ જે, તત્તાનંદી પૂર્ણ સમાધિલયમયી ૨ લે. અવ્યાબાધ સ્વગુણની પૂરણ રીત જે, કરતા જોક્તા ભાવે રમણપણે ધરે રે લે; સહજ અકૃત્રિમ નિર્મળ જ્ઞાનાનંદ જે, દેવચંદ્ર એક સેવનથી વરે રે લે.”
–શ્રી દેવચંદ્રજી.
કર્મની યોગ્યતાના અભાવે તેમાં ક્રિયા તે ક્રિયા નથી, એમ યુક્તિથી પ્રતિપાદન કરે છે–
न वै कर्मणो योग्यताऽभावे तत्र क्रिया क्रिया, स्वफलाप्रसाधकत्वात् , प्रयासमात्र. त्वात् , अश्वमाषादौ शिक्षापत्याचपेक्षया । ___ सकललोकसिद्धमेतदिति नाभब्ये सदाशिवानुग्रहः, सर्वत्र तत्प्रसङ्गाद् , अभव्यत्वा. विशेषादिति भावनीयं ॥५८
૧૪અથ:–ખરેખર! કમની યોગ્યતાના અભાવે તેમાં તે સંબંધમાં) ક્રિયા તે ક્રિયા નથી, સ્વફલના અપ્રસાધક્ષણને લીધે, (અને તે પણ) પ્રયાસમાત્રપણાને લીધે–અશ્વ માષ આદિમાં શિક્ષા-પક્તિ (પચનક્રિયા) આદિ અપેક્ષાએ,
આ સકલ લેકને સિદ્ધ છે. એટલે અભવ્યમાં સદાશિવનો અનુગ્રહ ન હોય,–સર્વત્ર તેના પ્રસંગને લીધે, (અને તે પણ) અભવ્યત્વના અવિશેષને લીધે –એમ ભાવવા
પિગ્ય છે.૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org