________________
સ્વયેગ્યતાપ્રાધાન્યથી સ્વયંસંબુદ્ધઃ સંબુદ્ધ આત્માને તાત્ત્વિક વિકાસક્રમ
૧૩૧
અર્થાત્ ભગવંતના આત્માની સહજ સ્વભાવરૂપ સ્વયેગ્યતા જ એવી ઉત્કૃષ્ટ હતી કે એ જ તેમના પ્રથમ સંબંધમાં પ્રધાન હતુરૂપ થઈ પડી. કેળ વગેરે કઈ કાપે છે, છતાં કેળ સ્વયમેવ કપાય છે” એમ કહેવાય છે, કારણ કે કેળની કોમળતારૂપ સ્વયેગ્યતાને લીધે તે કાપવું એટલું બધું સહેલું છે કે તેમાં કાપનારને વ્યાપાર ગૌણ હેવાથી તેની ગણના થતી નથી. તેમ બેધદાતા કંઈ ગુરુ બોધ આપે છે, છતાં ભગવંતે “સ્વયંસંબુદ્ધ થાય છે” એમ કહેવાય છે, કારણ કે ઉપાદાનરૂપ તેમના આત્માની સુલભધિપણુરૂપ સ્વયેગ્યતાને લીધે સંબુદ્ધ થવું એટલું બધું સુકર છે, કે તેમાં બોધદાતા ગુરુ આદિ તે સાક્ષીરૂપ સ્વલ્પ નિમિત્ત માત્ર હેવાથી તેની વિવક્ષા કરાતી નથી. અર્થાત્ ભગવંતનું ઉપાદાન જ એવું બળવાનું હતું કે તેમાં સદ્ગુરુ આદિના સ્વલ્પ નિમિત્તથી તેમને અપ્રયાસથી સમ્યગુ તત્વદર્શનરૂપ બંધ થઈ ગયે; બેધરૂપ આત્માનું ઉપાદાન પ્રગટાવવા માટે સદગુરુ આદિ નિમિત્તની અનિવાર્ય જરૂર હેઈ, સદ્દગુરૂ બોધ નિમિત્તની એક જ ચીનગારી તેમના ઉપાદાનને જ્વલંત કરવા–પ્રગટાવવા–પેટાવવા માટે (To kindle, ignite ) બસ હતી. આમ આ અપેક્ષાએ તેઓ પ્રથમ સંબંધ વેળાએ પણ સ્વયંસંબુદ્ધ હેય છે.
ઉપાદાન આતમા સહી રે, પુષ્ટાલંબન દેવ જિનવર પૂજે ! ઉપાદાન કારણપણે રે, પ્રગટ કરે પ્રભુ સેવજિનવર પૂજે !” શ્રી દેવચંદ્રજી
સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્દગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય. ઉપાદાનનું નામ લઈ, જે એ તજે નિમિત્ત; પામે નહિં સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત.”—શ્રી આત્મસિદ્ધિ
અને લેયઆધિપત્યના-ત્રિભુવનસ્વામીપણાના કારણરૂપ એવા અચિત્યપ્રભાવી તીર્થકર નામકર્મને જ્યારે ગ થાય છે, ત્યારે તે “અપરપદેશથી” પરના ઉપદેશરૂપ નિમિત્ત વિના જ, સ્વયં-આત્માથી જ સમ્યગ્ર વર બેધિ પ્રાપ્તિ વડે કરીને તેઓ મિથ્યાત્વ નિદ્રા દૂર થવા રૂપ સંબોધથી–આત્મજાગતિથી બુદ્ધ હોવાથી સ્વયંસંબુદ્ધ હોય જ છે. સુર fમચ્છાનિદ્રાઈમસરા ઈ. જેમકે–
આત્મસ્વરૂપને બંધ થતાં અનાદિની પરભાવમાં આત્મભાવની ભૂલ નષ્ટ થઈ, અને મિથ્યાવરૂપ પ્રમાદની નિદ્રા છાંડી દઈ “સમ્યગ જ્ઞાનસુધારસ ધર્મ” એ આત્મા જાગે.
એટલે સ્વ–પર ભાવને સહજ વિવેક પ્રગટયે, અને અંતર આત્મા સંબુદ્ધ આત્માને સ્વભાવરૂપ ધર્મના સાધનમાં સ્થિર થયે. આત્માની જ્ઞાયકતા સર્વથા તાવિક વિકાસક્રમ આત્મસ્વરૂપ સાધ્યના આલંબનવાળી થઈ એટલે સ્થિરપણે પ્રવહતી
નિજ પરિણતિ નિજ ધર્મરસ સ્થાપવા લાગી–જમા કરવા લાગી. આમ સર્વ પર પરિણતિ રસની રીઝ ત્યાગી દઈ, નિજ આત્મ અનુભવની ઈછતા જાગી; અને આશ્રવ ભાવની ચાલ સહેજે છૂટી જઈ જાલીમ-ઉગ્ર સંવર શિષ્ટતા પ્રગટી. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org