________________
ધમતીથસ્થાપનથી ભવ્યજનોના અનુગ્રહકર તીર્થકરે
૧૨૫ અને જેની દષ્ટિ સાબૂત છે, જેનું સમુદ્રયાનનું જ્ઞાન બરાબર છે, જેની વહાણ ચલાવવાની કળા અવિકળ છે, અને તોફાન–વંટેળીઓ વગેરે ગમે તેવી આફતમાં પણ જે ગભરાતા નથી, એવા ધીર મહાસત્ત્વ ઉત્તમ નિર્ધામક કપ્તાન–ડેલ આદિને જેને આશ્રય-આધાર છે, એવું જહાજ જેમ તેને આશ્રય કરનારા સર્વ મહામત્વ ઉતારુઓને ક્ષેમકુશલપણે (With safety ) ઈષ્ટ સ્થળ ભણું લઈ જાય છે, તેમ જેનું દર્શન-દૃષ્ટિ સમ્યક્ છે, જ્ઞાન સમ્યક્ છે, ચારિત્ર સમ્યક્ છે, અને ગમે તેવા પરીષહ-ઉપસર્ગની આપત્તિમાં પણ જે ક્ષોભ પામતા નથી, એવા શુદ્ધ સમ્યકત્વાદિ ધર્મસંપસંપન્ન મહાપીર મહાસત્ત્વવંત મહાસરૂપ નિર્ધામકાદિને જેને આશ્રય-આધાર-અવખંભ છે, એવું આ પરમ પ્રવચન જહાજ તેને આશ્રય કરનારા સમ્યક્ત્વાદિસંપન સર્વ મહાસત્વ ઉતારુઓને ક્ષેમકુશલપણે ગક્ષેમથી મેક્ષરૂપ ઈષ્ટ સ્થળ ભણી લઈ જાય છે.
યંત્રો બરાબર હોય, ઈષ્ટ દિશામાં ગતિ બરાબર હોય, નિર્ધામકાદિ કુશળ હોય, પણ જહાજ પિતે અતિ લાંબી મુસાફરી માટે ક્ષમ એવું શક્તિવાળું ન હોય તો અધવચ્ચે જ ખાટકી પડે. પરંતુ સુદીર્ઘ પ્રવાસને ઘસારો સહી શકે એવું મજબૂત મહાશક્તિસંપને ઉત્તમ જહાજ તે વચ્ચે ખેટકી પડ્યા વિના ઇષ્ટ સ્થળે પહોંચાડવા સમર્થ હોય. તેમ આ પરમ પ્રવચન જહાજ પણ “વિચારસમન્વિત’ અચિત્ય શક્તિસમન્વિત હેવાથી મોક્ષરૂપ ઈષ્ટ સ્થળે પહોંચાડવા પરિપૂર્ણ સમર્થ હોય છે.
અને આવા લક્ષણવાળું ઉત્તમ જહાજ જેમ ઈષ્ટ સ્થળે પહોંચાડ્યા વિના રહે નહિં, તેમ ઉક્ત લક્ષણવાળું અચિત્ય શક્તિસંપન્ન આ પરમ પ્રવચન જહાજ પણ મોક્ષરૂપ ઈષ્ટ સ્થળે પહોંચાડ્યા વિના રહે નહિ, એવું અવિસંવાદી જ હોય છે. આવા લક્ષણવાળું પ્રવચન એ જ તીર્થ છે, અથવા આ પ્રવચનના આધારભૂત સંઘ એ જ તીર્થ છે, કારણ કે નિરાધાર એવા પ્રવચનને અસંભવ છે માટે. એટલે જ શ્રીગૈાતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ભગવતી સૂત્રમાં ચાતુર્વર્ણ શ્રમણ સંઘને તીર્થ કહ્યું છે, અને તેના કર્તા અહં તેને “તીર્થકર” કહ્યા છે.
R
તાર્યાર્થ : આમ જ્ઞાનવયોગ ઈ. થકી તીર્થકરપણાની સિદ્ધિ છે એમ નિગમન કરે છે
તતતતુ મતિ
धातिकर्मक्षये ज्ञानकैवल्ययोगात्तीर्थकरनामकर्मोदयतस्तत्स्वभावतया आदित्यादि. પ્રાસાઉનનતા, શાસ્ત્રાર્થgurગનાનું, મુજવ તરસમવેરામાનુજ, મગનધર્મप्रवर्तक त्वेन परम्परानुग्रहकरास्तीर्थकराः॥५५
|| [ત તથaff: II & II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org